સુરત : દિવાળીમાં ઘરે જતા રત્નકલાકારો માટે એસટી બસે કરી ખાસ ઓફર

News18 Gujarati
Updated: October 15, 2019, 9:57 PM IST
સુરત : દિવાળીમાં ઘરે જતા રત્નકલાકારો માટે એસટી બસે કરી ખાસ ઓફર
સુરત ડાયમંડ એસોસિએશનની રજૂઆત સ્વીકારી લેવામાં આવી છે

સુરત ડાયમંડ એસોસિએશનની રજૂઆત સ્વીકારી લેવામાં આવી છે

  • Share this:
પ્રજ્ઞેશ વ્યાસ, સુરત : હીરાઉદ્યોગમાં મંદી પ્રવર્તી રહી છે ત્યારે દિવાળી વેકેશનમાં વતન જવા માગતા રત્નકલાકારો પાસે એસટી દ્વારા એકતરફી જ ભાડુ લેવામાં આવે તેવી સુરત ડાયમંડ એસોસિએશનની રજૂઆત સ્વીકારી લેવામાં આવી છે. આગામી તા. 22 ઑક્ટોબરથી 27 ઑક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર તરફ જતી બસમાં મુસાફરી કરવા ઈચ્છતા રત્નકલાકારો પાસેથી સિંગલ ભાડુ લેવામાં આવશે. એસટી દ્વારા આ અંગેનો ભાડા સાથેનો રૂટચાર્ટ જાહેર કરાયો હતો. એસટી વિભાગ દ્વારા દર વખતે એકસ્ટ્રા બસોના ભાડામાં 25 ટકા વધારો લેવામાં આવે છે જે રદ કરાયો છે.

દિવાળીમાં હીરા કારખાનાઓમાં લાંબી રજાઓ પડતી હોઇ છે. ત્યારે રત્નકલાકારો ખુબ જ સસ્તા દરે પોતાના માદરે વતન જાય તે માટે સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુભાઈ કથીરિયા અને હોદ્દેદારો દ્વારા અથાગ પ્રયાસ કરવામાં આવ્યાં હતાં. એસોસિએશન દ્વારા મંત્રી આર.સી. ફળદુ અને કુમાર કાનાણીને રજૂઆત કરવામાં આવી હતી કે એસ.ટી. નિગમ દ્વારા દિવાળી પર મુકવામાં આવનાર એકસ્ટ્રા બસનું ભાડું ના લેતા રૂટ પ્રમાણેનું એક તરફી (સિંગલ) ભાડું લેવામાં આવે. જેને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા દિવાળી પર મુકવામાં આવનાર એકસ્ટ્રા બસનું ભાડું 22 ઑક્ટોબર થી 27 ઑક્ટોબરનાં મધ્ય રાત્રી સુધી સિંગલ ભાડું લેવાનું નક્કી કરાયું છે. પરિણામ સ્વરૂપ આ વર્ષે રત્નકલાકારો સસ્તા ભાડે પોતાના માદરે વતન જઈ શકશે.

આ પણ વાંચો - સુરત : યુવતીની પ્રેમ કરવા દબાણ કર્યા બાદ સળગાવી દેનાર શિક્ષકને આજીવન કેદ

સુરત થી એસટી નિગમે જાહેર કરેલા રૂટચાર્ટ પ્રમાણે અમરેલીના 250 રુપિયા, ભાવનગરનું 215, બોટાદનું 220, સાવરકુંડલાનું 265, તળાજાનું 240, રાજકોટનું 240, મહુવાનું 255, ગારીયાધારનું 240, ગઢડાનું 225, જુનાગઢનું 280, ધારીનું 280, અમદાવાદનું 185, ડીસાનું 245, મહેસાણાનું 210, પાલનપુરનું 235, પાટણનું 235, વિસનગરનું 215, બારીયાનું 210, દાહોદનું 200, ઝાલોદનું 205 અને છોટા ઉદેપુરનું ભાડુ 165 રુપિયા રહેશે.
First published: October 15, 2019, 9:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading