મહત્ત્વનો નિર્ણય : સુરતથી અમદાવાદ આવતી-જતી ST બસો કરાઇ બંધ

News18 Gujarati
Updated: July 11, 2020, 10:40 AM IST
મહત્ત્વનો નિર્ણય : સુરતથી અમદાવાદ આવતી-જતી ST બસો કરાઇ બંધ
સુરતથી આવતી જતી એસટી બસનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે.

સુરતથી આવતી જતી એસટી બસનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે.

  • Share this:
સુરત : છેલ્લા થોડા દિવસથી સુરત (Surat) શહેરમાં કોરોનાના (Coronavirus) કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. જેના કારણે બે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. સુરતથી અમદાવાદ આવતી જતી એસટી બસનું (Surat ST bus) સંચાલન બંધ કરવામાં આવ્યું છે. પ્રવાસીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાંથી આવતી બસોને અન્ય કોઇ જિલ્લામાં જવું હોય તો  પણ તેને અમદાવાદમાં (Ahmedabad) પ્રવેશ આપવામાં નહીં આવે. આવી બસોને બાયપાસ જવું પડશે.  અમદાવાદમાં કોરોના સંક્રમણ વધુ ન વધે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, 1 જુલાઇનાં રોજથી ગુજરાતમાં એસટી બસ શરૂ કરવામાં આવી હતી. હવે અમદાવાદમાં કોરોના સંક્રમણનાં આંકડા પહેલા કરતા ધીરે ધીરે અંકુશમાં આવી રહ્યાં છે. જ્યારે સુરતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. જેના કારણે જો સુરતનાં લોકો અમદાવાદમાં આવે તો કોરોનાનાં આંકડા ફરીથી વધી શકે છે. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, સુરત કે વલસાડથી આવતા લોકોનાં એક્સપ્રેસ વે પર જ રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવે છે. ગઇકાલે 574 લોકોને તપાસવામાં આવ્યાં જેમાંથી 23 લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો.

એક્સપ્રેસ-વે પર રેપિડ-એન્ટીજન ટેસ્ટ થાય છે

અમદાવાદનાં હેલ્થ ખાતાની ટીમ એક્સપ્રેસ-વે પર કામે લાગી છે અને સુરતથી આવતા લોકોને તપાસ્યા હતા. જેમાં શુક્રવારે 574ને તપાસીને રેપિડ-એન્ટીજન ટેસ્ટ કરતાં 23 લોકો પોઝિટિવ હોવાનું જણાયું હતું. જ્યારે શનિવારે સવારે 10 કલાક સુધી 9 લોકો સંક્રમિત સામે આવ્યાં છે.

આ પણ વાંચો - મહીસાગર : BJPના કાર્યકરના જન્મદિનની ઉજવણીમાં બીયરની રેલમછેલ, જાહેરમાં ટોળા વચ્ચે તલવારથી કેક કાપીતપાસ બાદ શું? 

સુરત તરફથી આવતી કાર, એસટી, અન્ય વાહનોમાં આવી રહેલાં લોકોની હેલ્થની ચકાસણી ટોલનાકાની નજીક શરૂ કરાઇ છે. આ પૈકી જે પણ કોરોના પોઝિટિવ હોવાનું જણાય તેમને જો અમદાવાદનાં હોય તો હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અથવા તો તેમના ઘરે હોમ આઇસોલેશનમાં રાખવામાં આવે છે. જો પ્રવાસી સુરત તરફનાં હોય તો તેમને પરત મોકલવામાં આવે છે.

આ  પણ જુઓ - 

નોંધનીય છે કે, ગઇકાલે સુરતનાં 19 લોકો કોરોના પોઝિટિવ આવતા તેમને એક કારમાં ચાર-ચારને બેસાડીને પાછા મોકલી દેવાયા હતા. તેમજ સુરતના હેલ્થ વિભાગને જેમને કોરોના હોવાનું જણાયું હતું, તેમના નામ, કાર નંબર, સરનામા વગેરે આપી દેવામાં આવ્યા છે. જેથી તેઓ ત્યાં પહોંચે તે પછી તુરત જ તેમની ત્યાં સારવાર શરૂ થઇ શકે.

આ પણ વાંચો - ગાંધીનગર IITમાં Ph.D કરતી વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યુ, વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયામાં છેડી જંગ
Published by: Kaushal Pancholi
First published: July 11, 2020, 10:16 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading