Home /News /south-gujarat /

Road Accident: હજીરા વિસ્તારમાં માર્ગ અકસ્માતની ઘટનામાં SSC બોર્ડની પરીક્ષા આપવા જતી વિદ્યાર્થિનીનું મોત 

Road Accident: હજીરા વિસ્તારમાં માર્ગ અકસ્માતની ઘટનામાં SSC બોર્ડની પરીક્ષા આપવા જતી વિદ્યાર્થિનીનું મોત 

હજીરાના મલકા ગામ નજીક પિતા સાથે જતી વખતે આ રોડ અકસ્માત થયો હતો. અકસ્માતમાં પ્રગતિ રાઠોડ નામની યુવતીનું મોત થતા ગમગીની રેલાઈ ગઈ હતી.

આશાસ્પદ કિશોરી મોત થતાં સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઇ જવા પામી હતી. ઘટનાની જાણ થતાાા સ્થાનિક લોકોને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પુત્રીનું મોત થયું છે જ્યારે પિતાની હાલત ગંભીર હોવાને લઈને પરિવારમાં એક બાજુ શોક તો બીજી બાજુ ચિંતા જોવા મળી રહી છે

વધુ જુઓ ...
હેવી વેઇટ વાહનોથી હંમેશા વ્યસ્ત રહેતા હજીરા વિસ્તારમાં માર્ગ અકસ્માત (Road Accident)ની ઘટના ઘટી હતી. આ ઘટનામાં ધોરણ 10ની SSC બોર્ડની પરીક્ષા (SSC Exam)આપવા જતી  વેળાએ વિદ્યાર્થીનીને અકસ્માત (SSC Student Death) નળ્યો હતો અને કાળ તેનો કોળિયો કરી ગયો હતો.



હાલ ગુજરાત રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા ચાલતી હોવાને લઈ વાાલી પોતાના બાળકોને પરીક્ષા સેન્ટર સુધી મુકવા જતા હોય છે ત્યારે આજરોજ એક એવી ઘટના બની છે જે સાંભળીને ભલભલા વાલીઓના જીવ અદ્ધર થઇ જશે ધોરણ દસના SSC બોર્ડની પરીક્ષા આપવા જતા હજીરા રોડ ઉપર ગમખ્વાર અકસ્માતમાં વિદ્યાર્થીનીનું મોત થયું હોવાની વિગતો સામે આવી હતી.

આ પણ વાંચો- હવે ધોરણ-10નું પેપર લીક થયું? પરીક્ષાનો સમય પૂર્ણ થાય તે પહેલા જ સોશિયલ મીડિયા પર સોલ્વ કરેલું પેપર ફરતું થયું

હજીરાના મલકા ગામ નજીક પિતા સાથે જતી વખતે આ રોડ અકસ્માત થયો હતો. અકસ્માતમાં પ્રગતિ રાઠોડ નામની યુવતીનું મોત થતા ગમગીની રેલાઈ ગઈ હતી. અને તેના ઘરમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. વિગતો મુજબ પ્રગતિ રાઠોડના પિતાએ તેણીને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. જોકે ત્યાં ફરજ ઉપરના તબીબોએ તેને મૃત ઘોષિત કરી હતી. સ્થાનિક પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની તપાસના ચક્રો ગતિમાન કરી દીધી હતા. જોકે આ વિદ્યાર્થીના પિતાની હાલત ગંભીર થતાં તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું

આ પણ વાંચો- કોના માટે છે કોરોના વાયરસની રસીનો બુસ્ટર ડોઝ? જાણો, તમને મૂંઝવતા તમામ સવાલોના જવાબ

આશાસ્પદ કિશોરી મોત થતાં સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઇ જવા પામી હતી. ઘટનાની જાણ થતાાા સ્થાનિક લોકોને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પુત્રીનું મોત થયું છે જ્યારે પિતાની હાલત ગંભીર હોવાને લઈને પરિવારમાં એક બાજુ શોક તો બીજી બાજુ ચિંતા જોવા મળી રહી છે. કિશોરીને મોતને પગલે જે સેન્ટરમાં પરીક્ષા આપવા જવાની હતી અને જે શાળામાં અભ્યાસ કરતી હતી. તે શાળાના વિદ્યાર્થીઓમાં પણ શોક જોવા મળીી રહ્યો છે ત્યારે અકસ્માત કરનાર ગાડી ચાલક વાહન મૂકીને ફરાર થઇ જતા પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Accident News, Hajira, Road accident

આગામી સમાચાર