સુરત : મોંઘી સાયકલો હોય તો પાર્કિગમાં રાખતા પહેલાં ચેતજો! ચોરીની ઘટના CCTVમાં કેદ

સુરત : મોંઘી સાયકલો હોય તો પાર્કિગમાં રાખતા પહેલાં ચેતજો! ચોરીની ઘટના CCTVમાં કેદ
ચોરનો સીસીટીવી વીડિયો

અજાણ્યો યુવક અપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવે છે અને બીજી કોઈ વસ્તુની ચોરી નથી કરતો માત્ર સ્પોર્ટ્સ સાઇકલની જ ચોરી કરીને જતો રહે છે.

  • Share this:
સુરતમાં (Surat) કાર ચોરી, બાઈક ચોરીની ઘટનાઓ તો તમે તો ઘણી સાંભળી હશે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કારણ કે શહેરમાં એક એવો ચોર ફરી રહ્યો છે કે જે શહેરમાં માત્ર મોંઘી અને સ્પોર્ટ્સ સાઇકલોની (sports Cycles)ની ચોરી કરી રહ્યો છે. સરથાણા વિસ્તારનાં (sarthana Surat) એક સોસાયટીનાં સીસીટીવી ફૂટેજ (CCTV Video) સામે આવ્યા છે. આ સીસીટીવી વીડિયોમાં એક ચોર મોંઘીદાટ સ્પોર્ટ્સ સાયકલની ચોરી કરતો જોવા મળ્યો છે.

જો કે આ કોઈ જાણ ભેદુ હોવાનું સોસાયટીના રહીશો માની રહ્યા છે. જો કે આ યુવાન પોતાની ઓળખ છુપાવવા મોઢું ઢાકીને ચોરી કરતો જોવા મળ્યો હતો. જો કે ઘટનાને લઇ સોસાયટીના રહીશો સાવધાન થઇ ગયા છે.સુરત શહેરના સરથાણા વિસ્તારમાં લોકોને આશ્ચર્ય પમાડે તેવી ઘટના પ્રકાશમાં આવી રહી છે. શિક્ષાપત્રી એપાર્ટમેન્ટમાં છેલ્લા બે દિવસમાં ત્રણ જેટલી મોંઘી અને સ્પોર્ટ્સ સાઇકલોની ચોરી થઇ છે.

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. અજાણ્યો યુવક અપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવે છે અને બીજી કોઈ વસ્તુની ચોરી નથી કરતો માત્ર સ્પોર્ટ્સ સાઇકલની જ ચોરી કરીને જતો રહે છે. હાલ સાઇકલ લિંગનો ક્રેઝ યુવા વર્ગમાં જોવા મળી રહ્યો છે ત્યારે આ શખ્સ દ્વારા સ્પોર્ટ્સ સાઇકલોની ચોરી કરવામાં જ રસ હોય તેઓ સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

આ પણ વાંચો :  સુરત : સહજીવન શરૂ કરે તે પહેલાં જ મોત! બાથરૂમમાંથી મૂક બધીર યુગલનાં મૃતદેહ મળી આવતા રહસ્ય ઘેરાયું

સ્થાનિક લોકોએ હજી સુધી પોલીસમાં આ અંગેની ફરિયાદ નોંધાવી નથી. પરંતુ જ્યારે ચોરીના સતત કિસ્સાઓ સામે આવી રહ્યા હતા, ત્યારે પોતાના એપાર્ટમેન્ટમાં લાગેલા સીસીટીવી જોતા સમગ્ર ઘટના બહાર આવી છે. પોતાની ઓળખ છતી ન થાય તે માટે ચોરી કરનાર યુવકે પોતાના ચહેરા ઉપર રૂમાલ બાંધ્યો હતો.

આ પણ વાંચો : સુરત : 15 વર્ષનું લગ્ન જીવન તૂટ્યું અને પત્નીએ જિંદગી ટૂંકાવી! ડિવોર્સના આઠમાં દિવસે કરી લીધો આપઘાત

પરંતુ શિક્ષાપત્રી એપાર્ટમેન્ટના લોકોનું માનવું છે કે કોઈ જાણભેદુ વ્યક્તિ જ આ પ્રકારે મોંઘી સાઇકલોની ચોરી કરી રહ્યો છે, માત્ર બે દિવસમાં જ ત્રણ જેટલી મોંઘી સ્પોર્ટ્સ સાઇકલ ચોરી થતા એપાર્ટમેન્ટના રહીશો સાવધ થઈ ગયા છે. જો કે આ મામલે પોલીસ પણ પેટ્રોલિંગ વધારે તેવી માંગ ઉભી થવા પામી છે.
Published by:Jay Mishra
First published:February 17, 2021, 17:41 pm

ટૉપ ન્યૂઝ