Home /News /south-gujarat /

સુરતઃ દક્ષિણ ભારતની વઢેર ગેંગ ઝડપાઈ, વિવિધ રૂપો ધારણ કરીને કરતા હતા ચોરી, 40 જેટલી ચોરીની કબુલાત

સુરતઃ દક્ષિણ ભારતની વઢેર ગેંગ ઝડપાઈ, વિવિધ રૂપો ધારણ કરીને કરતા હતા ચોરી, 40 જેટલી ચોરીની કબુલાત

આરોપીની તસવીર

surat crime news: તપાસ દરમિયાન પોલીસને ચોરી કરનાર ગેંગની પદ્ધતિ અને સમયગાળો એક જ સરખો હોવાનું સામે આવ્યું હતું. અને આ ઘટનામાં તામીલનાડુના (tamilnadu) વેલુર જીલ્લાની વઢેર ગેંગની સિંડોવણી હોવાનું સામે આવ્યું હતું.

સુરતઃ સુરત શહેરમાંથી દક્ષિણ ભારતની (south india) વઢેર ગેંગ (Vadher gang) ઝડપાઈ છે. આ ગેંગ ગાંડા, અંધજન અને ભિખારી બનીને શહેરની મોટી ચોરીની (theft case) ઘટનાને અંજામ આપતી હતી. આ ગેંગએ શહેરમાં 40 જેટલી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

સુરત શહેરમાં (surat news) થોડા દિવસ અગાઉ પૂણા અને સચિન વિસ્તારમાં (theft in sachin area) બે ચોરીની ઘટના બની હતી. આ ઘટના મામલે sogની ટીમે તપાસ શરુ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને ચોરી કરનાર ગેંગની પદ્ધતિ અને સમયગાળો એક જ સરખો હોવાનું સામે આવ્યું હતું. અને આ ઘટનામાં તામીલનાડુના (tamilnadu) વેલુર જીલ્લાની વઢેર ગેંગની સિંડોવણી હોવાનું સામે આવ્યું હતું.

જેથી આ ગેંગને ઝડપી લેવા sogની ટીમ હરકતમાં આવી હતી. જે દરમિયાન sogની ટીમને બાતમી મળી હતી તેના આધારે પર્વત પાટિયા વિસ્તારમાંથી મંજન મુનીશાલી વઢી અને રવિચંદ્રન ગોવિંદન વઢીને ઝડપી પાડયા હતા.

આ પણ વાંચોઃ-high tech loot: અમદાવાદમાં છરીની અણીએ વિદ્યાર્થી પાસેથી ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાવી લૂંટારુઓ ફરાર

આ બંને વતન જવા માટે વાહન શોધતા હતા. પોલીસે આ ગેનનાં બે આરોપીને ઝડપી પાડી તેની પાસેથી 51 મોબાઈલ, 5 લેપટોપ મળી 7 લાખથી વધુ નો મુદામાલ કબજે કર્યો હતો.

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! Jamnagarમાં પતિ બાદ હવે એકના એક પુત્રનું Accidentમાં મોત, પરિવારમાં માતા-પુત્રી જ રહ્યા

પોલીસને આ ગેંગ  શહેરમાં દિવાળી બાદ સક્રિય થઈ હોવાનું અને અનેક સ્થળોએ ખાસ કરીને સવારમાં ખુલ્લા ઘરોમાં ઘુસીને ચોરી કરી હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે સોસાયટીઓમાં લગાવેલા CCTV ફૂટેજના આધારે આ બંને ઝડપી લેવામાં સફળતા મળી હતી.

આ પણ વાંચોઃ-31st december પહેલા જ અમદાવાદમાંથી દારૂની હાઈફાઈ બ્રાન્ડની બોટલો પકડાઈ, જો આવો દારૂ પીધો તો....

આ ગેંગએ ક્યારેક અંધ, કે અર્ધ પાગલ, ભિખારી ગાંડા અને અંધજન હોવાનો ઢોંગ રચીને શહેરમાં 40 જેટલી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ગેંગ સામે પૂણા, સચિન, કડોદરા, કામરેજ અને નવસારી રૂરલ પોલીસ મથકમાં અનેક ગુના નોંધાયા છે. હાલ પોલીસે અ આરોપીઓની ધરપકડ કરી તેઓએ અન્ય ક્યાં રાજ્યો કે શહેરોમાં આ પ્રકારના ગુના આચર્યા છે તે અંગે પૂછપરછ હાથ ધરી છે.
Published by:ankit patel
First published:

Tags: Crime news, Gujarati News News, Surat news

આગામી સમાચાર