Home /News /south-gujarat /

દક્ષિણ ગુજરાતનાં ચાર કૉંગ્રેસી ધારાસભ્યો રાજસ્થાનમાં ઃ હજુ બે સંપર્કવિહોણા

દક્ષિણ ગુજરાતનાં ચાર કૉંગ્રેસી ધારાસભ્યો રાજસ્થાનમાં ઃ હજુ બે સંપર્કવિહોણા

દક્ષિણ ગુજરાતનાં ચાર એમએલએમાંથી બે ગુમ થયા છ.

કૉંગ્રેસ માટે આજનો દિવસ ઘણો મહત્વનો છે. આજ તેઓ શું કરે છે તે જોવાનું રહ્યું.

સુરત : રાજયસભાની (RajyaSabha) બેઠકો માટે ગુજરાતમાં (Gujarat) ચાર બેઠકો પર ચૂંટણી યોજાવવાની છે. જેમાં ભાજપ (BJP) દ્વારા ત્રણ અને કૉંગ્રેસ (Congress) દ્વારા બે ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. રાજયસભામાં ભાજપનું સંખ્યાબળ બહુમતિથી દૂર હોવાને કારણે વધુમાં વધુ ઉમેદવારોને જીતાડવા માટે એડીચોટીનું જોર કરવામાં આવી રહ્યુંં છે. ત્યારે કૉંગ્રેસ પોતાના ધારાસભ્ય પ્રલોભનમાં આવીને ક્રોસ  વોટિગમાં ન જાય તેની માટે મહેનત કરી રહ્યું છે. જેથીજ અલગ અલગ રીતે કૉંગ્રેસના અનેક ધારાસભ્યોને રાજસ્થાન લઇ જવામાં આવ્યા છે. જેમાં દક્ષિણ ગુજરાતનાં ચાર ધારાસભ્યો પણ એક સાથે આજે સુરતથી જયપુર જવા રવાના થયા હતા. પરંતુ આ ચાર ધારાસભ્યોમાં ડાંગ અને કપરાડાનાં ધારાસભ્યો જોડાયા નહતા.

રાજયસભાની બેઠકો માટેની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે કૉંગ્રેસ હવે એક સીવે છે ત્યાં તેર તૂટતા હોય તેવો ઘાટ થયો છે. કૉંગ્રેસનાં ચાર ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા છે અને એ સ્વીકારાય પણ ગયા છે. કૉંગ્રેસ પાસે સંખ્યાબળ ઓછું થઇ રહ્યું છે. જેથી હવે એકડો  એને બગડાની આ રમતમાં ભાજપનું પલ્લું ભારે થતું દેખાઇ રહ્યું છે. ત્યારે અન્ય ધારાસભ્યો કૉંગ્રેસના આવી જ રીતે ભાજપની મોહ અને માયામાં ન ફસાય તે માટે ખાસ મોટા ભાગના ધારાસભ્યોને રાજસ્થાન લઇ જવામાં આવ્યા છે. ત્યારે આજે દક્ષિણ ગુજરાતના તમામ કૉંગ્રેસના ધારાસભ્યોને પણ રાજસ્થાન બોલાવવામાં આવ્યા હતા. જેથી નિઝરના ધારાસભ્ય સુનીલ ગામીત , વ્યારાના ધારાસભ્ય પુનાજી ગામીત , વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી એક સાથે સુરત એરપોર્ટ ખાતે આવી પહોચ્યા હતા. અનેે ત્યાથી જયપુરની ફલાઇટમાં બેસીને રવાના થઇ ગયા હતા. આ સમયે આશ્ચર્યની વાત એ હતી કે, દક્ષિણ ગુજરાતના અન્ય બે કૉંગ્રેસના ધારાસભ્ય ડાંગ અને કપરાડાનાં આવ્યાં ન હતાં. તેઓ કેમ નથી આવ્યાં તેવું પૂછવામાં આવચા જણાવ્યું કે, તેમની રીતે નીકળ્યાં હશે . પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ લોકોનાં ગઇકાલથી મોબાઇલ સ્વિચ ઓફ છે અને તેમનો કોઇ સંપર્ક થઇ નથી રહ્યો.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Rajyasabha election, ગુજરાત, સુરત

આગામી સમાચાર