Home /News /south-gujarat /

દ. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદઃ કરજણ, મધુબન, નર્મદા ડેમની સપાટીમાં વધારો

દ. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદઃ કરજણ, મધુબન, નર્મદા ડેમની સપાટીમાં વધારો

મધુબન ડેમ

મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી સામાન્યથી ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

    સુરતઃ છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ડાંગ જિલ્લાના વઘઈમાં સૌથી વધારે 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ બેથી ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. મધ્ય પ્રદેશ અને ઉપરવાસમાં સારા વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. આ ઉપરાંત મધુબન અને કરજણ ડેમમાં પણ પાણીની સારી એવી આવક થઈ છે.

    ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી

    મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી સામાન્યથી ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર સર્જાયું છે, જે આગામી 24 કલાકમાં વધુ મજબુત બનવાની શક્યતા છે. અમદાવાદમાં 23 અને 24 ઓગસ્ટ દરમિયાન હળવેથી મધ્યમ અને ભારે વરસાદ પડવાની શક્યતા છે. લો- પ્રેશર 48 કલાકમાં વિદર્ભ થઈને ગુજરાત પહોંચવશે. આમ 21 ઓગસ્ટથી રાજ્યભરમાં વરસાદનું જોર વધી શકે છે.

    ગુજરાત પર બનેલી વરસાદી સિસ્ટમ


    સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો

    મધ્ય પ્રદેશ અને ડેમના ઉપરવાસમાં સારા વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હાલ ડેમમાં 30 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. છેલ્લા ચાર દિવસમાં ડેમની સપાટીમાં પાંચ મીટરનો વધારો થયો છે. હાલ ડેમની સપાટી 115.05 મીટર પર પહોંચી છે. એક અંદાજ પ્રમાણે ડેમમાં હાલ ગુજરાતમાં એક વર્ષ સુધી પીવાનું તેમજ સિંચાઈનું પાણી પૂરું પાડી શકાય એટલો પાણીનો જથ્થો છે. હાલ ડેમમાં 500.56 એમસીએમ લાઇવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે.

    કરજણ ડેમની સપાટીમાં વધારો

    દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદને કારણે ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન કરજણ ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. હાલ ડેમમાં ત્રણ હજાર ક્યુસેટ પાણીની આવક થઈ રહી છે. ડેમ 72.67 ટકા ભરાયો છે. હાલની ડેમની સપાટી 1.9.45 મીટર છે. હાલ ડેમને વોર્નિંગ સ્ટેજ પર રાખવામાં આવ્યો છે. પાણીની આવકમાં વધારો થયા બાદ ડેમના ત્રણ દરવાજા ખોલીને કરજણ નદીમાં પાણી છોડવામાં આવશે.

    મધુબન ડેમમાં નવા નીરની આવક યથાવત

    દક્ષિણ ગુજરાત અને દાદરાનગર હવેલીમાં સારા વરસાદને કારણે દમણગંગા નદી પર આવેલા મધુબન ડેમમાં પાણીની આવક યથાવત રહી છે. હાલ ડેમમાં 21,895 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની સપાટી 75.75 મીટર પર પહોંચી છે. ડેમના બે દરવાજા ખોલી હાલ 19, 156 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

    દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર

    દક્ષિણ જિલ્લામા મેઘમહેર યથાવત રહી છે. સોમવારે વરસાદને કારણે પૂર્ણા, અંબિતા, ખાપરી નદી બે કાંઠે વહી રહી છે. મંગળવારે સવારે પૂરા થતાં 24 કલાક દરમિયાન વરસાદના આંકડા જોઈએ તો સૌથી વધારે વરસાદ વઘઈમાં 6.5 ઇંચ નોંધાયો છે. મંગળવારે પણ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડી રહ્યો છે.

    24 કલાકના વરસાદના આંકડા

    આહવા- 2.10 ઇંચ
    વઘઈ- 6.5 ઇંચ
    સુબિર- 2.75 ઇંચ
    સાપુતારા- 2.25 ઇંચ
    ચોર્યાસી- 3.75 ઇંચ
    માંડવી- 1.75 ઇંચ
    માંગરોળ- 1 ઇંચ
    મહુવા- 4 ઇંચ
    ઓલપાડ- 1 ઇંચ
    પલસાણા- 3 ઇંચ
    ઉમરપાડા- 3 ઇંચ
    કામરેજ- 7 મિમી

    નર્મદા જિલ્લામાં વરસાદ

    નાંદોદ- 2 ઇંચ
    ડેડીયાપાડા- 2 ઇંચ
    સાગબારા- 1.5 ઇંચ
    તિલકવાડા- 1.7 ઇંચ
    ગરુડેશ્વર- 19 મીમી

    વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ

    વલસાડ- 1.8 ઇંચ
    પારડી- 1 ઇંચ
    વાપી- 1.48 ઇંચ
    ઉમરગામ- 12 મિમી
    ધરમપુર- 2.28 ઈંચ
    કપરાડા- 3.8 ઇંચ
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Dang, Heavy rain, ગુજરાત, ચોમાસુ, દક્ષિણ ગુજરાત, વરસાદ, સુરત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन