Video : સુરતના યુવાનો દ્વારા કોરોના અવેરનેસ માટે Song બનાવ્યું, સોશિયલ મીડિયામાં થયું વાયરલ


Updated: March 18, 2020, 9:16 PM IST
Video : સુરતના યુવાનો દ્વારા કોરોના અવેરનેસ માટે Song બનાવ્યું, સોશિયલ મીડિયામાં થયું વાયરલ
સુરતના સિંગર અને કંમ્પોઝર યો યો જય

સમગ્ર દેશમાં આ ગીત પહોંચે અને લોકો સંગીતના માધ્યમથી જાગ્રુત થાય તે માટે હિન્દીમાં તૈયાર કર્યું છે

  • Share this:
હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાને લઇને હાહાકાર મચીગયો છે. અનેક લોકો મોતને ભેટયા છે ત્યારે તમામ દેશોની સરકાર સાથે ભારત પણ આ વાયરસ લોકોમાં વધારે ન ફેલાઇ તેની માટે તમામ તકેદારીના પગલા ભરી રહી છે. ત્યારે લોકોએ પણ ખુબજ કાળજી રાખવાની છે જેની ગાઇડ લાઇન પણ આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે. જેથીજ ખાસ સુરતના યુવાનો દ્વારા આક સોંગ તૈયાર કરવામાં આવ્યું છે જેના બોલ ગો કોરોના પર તૈયાર કરવામાં આવ્યા છે. આ સોંગમાં કોરોના વાયરસને લઇને કઇ રીતે અવેર રહિ શકાય તે સંગીતના માધ્યમથી બતાવવામાં આવ્યું છે.

સુરતના સિંગર અને કંમ્પોઝર યો યો જય દ્વારા અમી સાથે મળી આ સોંગ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં કોરોના વાયરસથી કઇ રીતે અવેર રહી શકાય અને લોકો કઇ રીતે સામાન્ય કાળજી રાખે તો પણ આ વાયરસથી બચી શકાય છે તે આ સોંગમાં દર્શાવવામાં આવ્યું છે.

આ સોંગના બોલ છે, 'ના કોરોના સે ડરો, બસ થોડા ધ્યાન રખો... મિલકર કદમ બઢાએંગે ઇસ વાયરસ કો મીટાયેંગે... સુરક્ષા એસી લાયેંગે કોરોના ટીકના પાયેગા... ગો કોરોના કરોના ગો કોરોના'

આ યુવાનો દ્વારા પહેલા આ ગીત ગુજરાતીમા તૈયાર કરવાનું આયોજન કર્યું હતું પરંતુ આખરે તેમણે સમગ્ર દેશમાં આ ગીત પહોંચે અને લોકો સંગીતના માધ્યમથી જાગ્રુત થાય તે માટે હિન્દીમાં તૈયાર કર્યું છે, અને તેને યુટયુબ અને સોશિયલ મીડિયામાં મુકવામાં આવ્યું છે.
First published: March 18, 2020
વધુ વાંચો
अगली ख़बर