સુરત : દીકરાની કરતૂતની સજા પિતાને મળી! વ્યાજખોરોએ અપહરણ કર્યુ, ઢોર માર મારી ફેંકી દીધા

સુરત : દીકરાની કરતૂતની સજા પિતાને મળી! વ્યાજખોરોએ અપહરણ કર્યુ, ઢોર માર મારી ફેંકી દીધા
સુરત પોલીસની ફાઇલ તસવીર

માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, સંતાનોના ખર્ચ બેકાબૂ થતા આવ્યો કરૂણ અંજામ

  • Share this:
પોતાના મોજશોખ માટે વ્યાજે રૂપિયા (Money) લઈએં વાપરી નાખ્યા બાદ રૂપિયા ન ચુકવતા રૂપિયાની વસુલાત માટે વ્યાજખોરોએ (Financiers) રૂપિયા માટે ફરાર પુત્રનની જગ્યા પર તેના વોચમેન પિતાનું (Kidnapping of father) અપહરણ કરી લઇ ગયા બાદ ઢોર મારમારી રસ્તામાં ફેંકી દીધા હતા. ફરાર થઇ ગયા હતા જોકે પોતાના પુત્રને ગરમાંથી બહાર કાઢી મુકેત પિતાએ આ વ્યાજખોરો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે ઈસ્મોની ધરપકડ કરી છે. આમ પુત્રની કરતૂતોની સજા પિતાની મળી છે. જોકે, આ ગરીબ વોચમેન પિતાએ બેકાબૂ થયેલા દીકરાને ઘરમાંથી કાઢી મૂક્યો છતાં પણ તેને વેઠવાનો વારો આવ્યો છે.

પુત્રે લીધેલા રૂપિયાની વસૂલી માટે પિતાનું પહરણ કરી તેને ઢોર માર મારવાની ઘટના સુરત માં સામે આવી છે. સુરત ના અમરોલી વિસ્તારમાં આવેલ  શાલિગ્રામ સ્ટેસશમાં રહેતા હરજી દેવજીભાઇ બોરડ  અમરોલી અંજની આસ્થા ઇન્ડસ્ટ્રિઝમાં વોચમેન  તરીકે કામ કરી પરિવારનું આર્થિક પરણપોષણ કરે છે.આ પણ વાંચો :  સુરત : યુવતી છૂટાછેડા લીધા બાદ ફરી પૂર્વ પતિ સાથે ભાગી, પરિવારે કર્યુ 'અપહરણ'

હરજીભાઇનો દીકરો કિર્તી લોકો પાસે ઉધાર પૈસા લઈ વાપરી નાખતો હોવાથી લોકો ઘરે ઉઘરાણી કરવા આવતા હતા. 6 માસ પહેલા હરજીભાઇએ દિકરા કિર્તીને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. અને તે પોતાના કહ્યામાં નથી અને તેની સાથે હવે કોઇ સંબંધ ન હોવાની પેપરમાં જાહેરાત પણ આપી હતી.

કિર્તીએ 6 માસ પહેલા અમરોલી સિલ્વર લક્ઝરીયામાં રહેતા જયસુખ પાસે 3 લાખ  પોતાના મોજશોખ માટે વ્યાજે લીધા હતા જોકે સમય સાર રૂપિયા નહિ ચૂકવી દર વખતની જેમાં આ કંઈ કરતો હતો જેથી વ્યાજ ખોર   જયસુખ આ ઉઘરાણી કરતા હરજીભાઇ પાસે શરુ કરી હતી.

આ પણ વાંચો : ગ્રામ્ય વિસ્તારોમાં પણ AAPનો ઉદય, પૂર્વ મંત્રી બોલ્યા,'બે-ત્રણ મહિનામાં નશો ઉતરી જશે'

જોકે પોતાના પુત્ર સાથે તેને કોઈ સંબંધ નથી અને તેને ઘરની બહાર કાઢી મૂક્યાનું કહેવા છતાંય આ વ્યાજખોર રૂપિયાની ઉઘરાણી માટે હરજી ભાઈ નોકરી પર હાજર હતા ત્યારે  જયસુખ સહિત 4 જણા કાર અને બાઇક પર આવી હરજીભાઇનું અપહરણ કરી ગયા હતા.

રસ્તામાં હરજીભાઇને મારમારી પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં કાપોદ્રા બંબાગેટ પાસે ઉતારીને નાસી ગયા હતા જોકે હરજી ભાઈ દ્વારા તાતકાલિક આ મામલે અમરોલી પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે હરજી બાઈની ફરિયાદના ધારે ગુનો દાખલ કરી બે આરોપીને ઝડપી પડી અન્ય આરોપીને પકડી પડવાની કવાયત હાથ ધરી છે
Published by:Jay Mishra
First published:March 02, 2021, 17:46 pm

ટૉપ ન્યૂઝ