સુરતઃ પિતા ઉપર ચપ્પા પડે જીવલેણ હુમલો કરનાર પુત્ર ઝડપાયો, PUBG ગેમ રમવા માટે માંગ્યા હતા પૈસા


Updated: October 25, 2020, 3:44 PM IST
સુરતઃ પિતા ઉપર ચપ્પા પડે જીવલેણ હુમલો કરનાર પુત્ર ઝડપાયો, PUBG ગેમ રમવા માટે માંગ્યા હતા પૈસા
આરોપી પુત્રની તસવીર

પુત્રએ પબ્ઝી ગેમ રમવા બાબતે પિતા પાસે રૂપિયા માંગતો હતો જ્યારે પિતાએ રૂપિયા આપવાની ના પાડી દેતા પુત્ર આવેશમાં આવી ગયો હતો.

  • Share this:
સુરતઃ શહેરમાં એકે એવી વિચિત્ર ઘટના સમયે આવી આવી છે જે જાણીને ભલભલાના રૂવાંડા ઊભા થઈ જશે. ડ્રાઇવર (Driver) તરીકે કામ કરતા પિતાનો મજૂરી કરતો પુત્રએ પબ્ઝી ગેમ (PUBG Game) રમવા બાબતે પિતા પાસે રૂપિયા માંગતો હતો જ્યારે પિતાએ રૂપિયા આપવાની ના પાડી દેતા આવેશમાં આવેલા પુત્રએ પિતા પર ચપ્પુ વડે હુમલો (son Knife attak on father) કર્યો હતો જેમાં પિતાને ગંભીર ઇજા પહોંચી હતી. જોકે લોકોનું ટોળું એકત્ર થઈ જતા પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી પુત્ર ફરાર થઈ જતા પોલીસે આ મામલે ગુનો નોંધી પુત્રની ધરપકડ (son arrested) કરી વધુ તપાસ શરુ કરી છે.

વીઓ : સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે અને તેમાં પણ સુરતનો લીંબાયત વિસ્તાર એટલે ગુનાખોરી માટે જાણીતો વિસ્તારમાં છે, અહીંયા રોજ હત્યા કે હત્યાના પ્રયાસના ગુના દરોજ પોલીસ ચોપે નોંધાતા હોય છે. ત્યારે લીંબાયત વિસ્તારની એક એવી ઘટના સામે આવી છે તે જાણીને ભલભલા છક થઈ જાય.

મૂળ ભરૂચના જંબુસરના મોદરા ગામના વતની અને સુરતમાં લીંબાયત મહાનગરપાલિકાની સ્કૂલની સામે જવાહર મહોલ્લો પ્લોટ નં.1માં પત્ની દરિયાબેન અને મજૂરીકામ કરતા બે પુત્ર અનિલ-ઉમેશ સાથે રહેતા ભાઈલાલભાઈ કારાભાઇ માળી ડ્રાઇવર તરીકે કામ કરે છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સપ્તાહના અંતે ચાંદી સ્થિર, સોનામાં થયો સુધારો, દિવાળીમાં સોનુ રૂ.50,000 સુધી જઈ શકે છે

ગતરાત્રે 8 વાગ્યે તેમનો નાનો પુત્ર ઉમેશ આવ્યો હતો અને પ્રતિબંધિત પબજી ગેઇમ રમવા પૈસા માંગ્યા હતા. ભાઈલાલભાઈએ પૈસા આપવાની ના પાડતા ઉમેશે ઝઘડો કર્યો હતો અને ક્યાંકથી ચપ્પુ લાવી ભાઈલાલભાઈના શરીરે અને માથામાં બે ઘા ઝીંકી દીધા હતા.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ નરેન્દ્ર મોદી સહાય યોજનામાં કાનનું મશીન લેવા જવું વૃદ્ધાને ભારે પડ્યું, ઠગ યુવતી દાગીના સેરવી ગઈઆ પણ વાંચોઃ-અમદાવાદઃ લગ્નના નવમાં જ દિવસે એન્જિનિયર યુવતીને ઉપડ્યો પેટમાં દુખાવો, હકિકત જાણીને પતિ ઉડી ગયા હોશ

તે સમયે મોટા પુત્ર અનિલે વચ્ચે પડી છોડાવતા ભાઈલાલભાઈ બચી ગયા હતા. આજુબાજુના લોકો બનાવને લીધે એકત્ર થતા ઉમેશ પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટ્યો હતો. ભાઈલાલભાઈએ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ પુત્ર વિરુદ્ધ લીંબાયત પોલીસ મથકમાં મારામારીની ફરિયાદ નોંધાવી હતી.જોકે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે ગણતરીનાં કલાકોમાં હુમલાખોર પુત્રને ઝડપી પાડ્યો હતો. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Published by: ankit patel
First published: October 25, 2020, 3:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading