સુરતઃ 16 વર્ષની કિશોરી ઉપર પુત્રનું દુષ્કર્મ, પિતાએ કર્યા અડપલાં

News18 Gujarati
Updated: April 27, 2019, 5:27 PM IST
સુરતઃ 16 વર્ષની કિશોરી ઉપર પુત્રનું દુષ્કર્મ, પિતાએ કર્યા અડપલાં
પ્રતિકાત્મક તસવીર

સુરતના પાંડેસરા શ્રમ વિસ્તારમાં રહેતી 16 વર્ષીય કિશોરી પર મકાનમાલિક અને તેના પુત્ર સહિત ચાર નરાધમોએ શોષણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરતઃ સુરતના પાંડેસરા શ્રમ વિસ્તારમાં રહેતી 16 વર્ષીય કિશોરી પર મકાનમાલિક અને તેના પુત્ર સહિત ચાર નરાધમોએ શોષણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. કિશોરીને પેટમાં દુઃખાવો થતા મેડીકલ તપાસ માટે લઈ ગયા ત્યારબાદ આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ મામલે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ચારેય નરાધમોને દબોચી લઈ ધરપકડ કરી હતી.

મળતી માહિતી પ્રમાણે પાંડેસરામાં 16 વર્ષની કિશોરી ધોરણ-8માં અભ્યાસ કરે છે અને તેની સુનિલ નામના શખ્સ જોડે મિત્રતા થઈ હતી. મિત્રતામાં સુનિલે કિશોરીનું શારિરીક શોષણ કર્યું હતું. સુનિલ પોતે કરીયાણાની દુકાન ચલાવતો હતો અને થોડા દિવસો પહેલા કિશોરી સુનિલે મ‌‌ળવા માટે ગઈ તો સુનિલ ઘરે ન હતો, તે સમયે સુનિલના કારીગર પાંડેએ પણ કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું. ઉપરાંત કિશોરી જે જગ્યાએ રહે છે તેના મકાનમાલિક 55 વર્ષીય મહેન્દ્ર આહીરે પર તેની સાથે અડપલા કર્યા હતા.

જ્યારે મકાનમાલિકનો 35 વર્ષીય પુત્ર કિશોર આહિરે છેલ્લા 5 મહિનામાં કિશોરી પર 7થી 8 વાર દુષ્કર્મ આચર્યું હતું. છેલ્લા છ મહિનાથી નરાધમોના કિશોરી પર રેપ કરતા હતા. બુધવારે રાત્રે કિશોરીને પેટમાં દુઃખાવો થયો હતો. જેના કારણે પરિવારજનો કિશોરીને તેની નાનીના ઘરે ભટાર લઈ ગયા હતા. જ્યાં પરિવારે મેડિકલ પરથી પ્રેગ્નન્સી ટેસ્ટ પટ્ટી લાવી ચેક કરતા તેમાં કિશોરીને ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું. પરિવારજનો એ કિશોરીને આ બાબતે પૂછતાં તેણે પોતાની સાથે થયેલી આપવીતીની ચોંકાવનારી હકીકતો જણાવી હતી.

આ પણ વાંચોઃ-રામોલ ગેંગરેપ કેસના મુખ્ય આરોપી અંકિતને યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરવા માગ

કિશોરીએ જણાવેલી હકીકતનાં આધારે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં પાંડેસરા પોલીસે મકાનમાલિક મહેન્દ્ર આહિર, તેનો પુત્ર કિશોર આહિર, સુનિલ અને પાંડે નામના ઈસમોની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. વધુમાં મકાન માલિક અને તેના પુત્રની સેલુનની દુકાન છે અને બંને આરોપીઓ પરિણીત છે.
First published: April 27, 2019, 5:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading