Home /News /south-gujarat /

સુરતઃ એપ્લીકેશનથી IPL ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતો સોહિલ શેખ ઝડપાયો, ગુડ્ડુ પટેલ વોન્ટેડ જાહેર, કેવી રીતે ચાલતું હતું રેકેટ?

સુરતઃ એપ્લીકેશનથી IPL ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતો સોહિલ શેખ ઝડપાયો, ગુડ્ડુ પટેલ વોન્ટેડ જાહેર, કેવી રીતે ચાલતું હતું રેકેટ?

પ્રતિકાત્મક તસવીર

મોબાઈલમાં સ્ટાર 365 ઍક્સચેન્જ નામની ઍપ્લીકેશન દ્વારા ઓનલાઈન આઈપીઍલની રમાતી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા ઍકને ઝડપી પાડ્યો હતો.

સુરતઃ અત્યારે IPL 2020ની મેચો રમાઈ રહી છે. ત્યારે બીજી તરફ સટ્ટોડિયાઓ પણ સક્રિય થયા છે. ક્રિકેટ મેચ (cricket) ઉપર સટ્ટાબાજી કરાતી હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. છાસવારે ક્રિકેટ મેચો (IPL match cricket satto) ઉપર સટ્ટો રમાડતા અનેક લોકો પકડાતા હોય છે. ત્યારે વધુ એક સટ્ટોડિયો પોલીસના હાથે આવ્યો છે. કોરના કાળમાં હવે સટ્ટો રમાવડાની રીતો પણ બદલાઈ છે.

સુરતના બેગમપુરા વીરમગામી મહોલ્લોમાંથી પોલીસે ગઈકાલે રાત્રે મોબાઈલમાં સ્ટાર 365 ઍક્સચેન્જ નામની ઍપ્લીકેશન દ્વારા ઓનલાઈન આઈપીઍલની રમાતી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા ઍકને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં ઝડપાયેલા બુકીઍ ઍપ્લીકેશનની માસ્ટર આઈડી વહાબ અને ગુડ્ડુ પાસે છે. અને તેની પાસેથી આઈડી ખરીદી ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ તેની લીંક, યુઝર અને પાસવર્ડ મોકલી ઓનલાઈન સટ્ટો રમાડતો હોવાની કબુલાત કરતા પોલીસે બંને જણાને વોન્ટેડ બતાવ્યા છે.

સલાબતપુરા પોલીસને  ગઈકાલે ગઈકાલે રાત્રે કોરોના વાયરસ સંક્રમ તથા નવરાત્રી તહેવાર અનુસંઘાને પ્ટ્રોલિંગમાં હતા તે વખતે ઍવી બાતમી મળી હતી કે બેગમપુરા વીરમગામી મહોલ્લો હજુરી ચેમ્બસ પાસે રહેતો મોહમંદ સોહીલ મોહમંદ સીદ્દીક શેખ ઘરની સામે આઈ.પી.ઍલ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમા઼ડી રહ્યો છે.

આ પણ વાંચોઃ-જામનગર: ધોરણ 10 પાસ બોગસ ડોક્ટરને પકડ્યો, જનરલ સ્ટોરની આડમાં દર્દીઓને આપતો હતો દવાઓ

જે બાતમીના આધારે મોહમંદ સોહીલ શેખને પકડી તેનો મોબાઈલ ચેક કરતા મોબાઈલમાં સ્ટાર 365 ઍક્સચેન્જ નામની ઍપ્લીકેશન ખુલ્લી હતી. જે ઍપ્લીકેસનની અંગે પુછતા તેની માસ્ટર આઈડી વહાબ (રહે, રાંદેર )અને ગુડુ પટેલ (રહે, ચોકબજર) પાસે છે અને તેમની પાસેથી આઈડી ખરીદી ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ તેમને લીંક, યુઝર અને પાસવર્ડ મોકલી આપી ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો બેટીંગનો જુગાર રમાડતો હોવાની કબુલાત કરી હતી.

આ પણ વાંચોઃ-ધો.12 પાસ 20 વર્ષનો ભેજાબાજ ઝડપાયો, માત્ર પુરુષોને આવી રીતે શિકાર બનાવી 23 લાખ રૂપિયા ભેગા કર્યા

મોહમંહ સોહીલ શેખ ગઈકાલે પકડાયો ત્યારે મુંબઈ ઈન્ડિયન અને ચૈન્નાઈ સુંપર કિંગ્સની મેચમાં અગિયાર હજારના સેશન્સ ઍટલે છ ઓવરમાં ૩૩ રન થાય તે મુજબનો ઓનલાઈન સટ્ટો રમાડતો હતો. પોલીસે સોહીલની ધરપકડ કરી તેની પાસેથી મોબાઈલ કબજે કરી વહાબ અને ગુડ્ડુ પટેલને વોન્ટેડ બતાવ્યા હતા.

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! મહિલા હોમગાર્ડે પડોશી યુવતીને રાત્રે ઘરે બોલાવી, પત્ની સામે જ પતિએ આચર્યું દુષ્કર્મ

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા લાલગેટ પોલીસ માણસો રાત્રે પેટ્રોલીંગમાં હતા તે વખતે અગિયાર વાગ્યાના આરસામાં કોળીવાડ મિર્ઝાસ્વામી હોલની સામે ઘર નીચે બેસી મોબાઇલ ફોનમાં વેબસાઇટ દ્વારા દિલ્હી કેપિટલ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આઇપીઍલની 20-20 મેચ ઉપર સટ્ટો રમતા કાપડ વેપારી ગફારભાઇ સત્તારભાઇ શેખ ( ઉ.વ.50, રહે.હમીદા મંઝીલ ઍપાર્ટમેન્ટ, કોળીવાડ, મિર્ઝાસ્વામી હોલની સામે લાલગેટ ) અને તેના ભત્રીજા મો.ઇમરાન અબ્દુલ અઝીઝ શેખ ( ઉ.વ.24, રહે. મદારીવાડ, વરીયાળી બજાર)ને ઝડપી લીધા હતા.પોલીસે તેમની પાસેથી અગાઉ સટ્ટો રમતા જીતેલા રૂ.7630 અને મોબાઇલ ફોન મળી કુલ રૂ.13630નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેમને ઓનલાઇન સટ્ટો રમવા માટે લીંક, પાસવર્ડ મો.રાશીદ શેખે આપ્યા હતા. આઇપીઍલની મેચો દરમિયાન તે ભાવ આપતો હતો અને રાત્રે જે ફાઇનલ હિસાબ થાય તે બીજા દિવસે બંને તેને આપી દેતા હતા. લાલગેટ પોલીસે મો.રાશીદ શેખને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Published by:ankit patel
First published:

Tags: સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन