ન્યૂઝ18 ગુજરાતી : જાહેર કાર્યક્રમો દરમિયાન મંડપ તૂટી જવાના, મંચ તૂટી પડવાના, ખુરશીઓ ભાંગી પડવાના કે પછી મંડપો ઉડી જવાના બનાવો બનતા રહે છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણી સાથે સુરતના એક ખાનગી ક્રાર્યક્રમમાં કંઈક આવું જ થયું હતું.
મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસના ધારાસભ્ય અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર અને ખેડૂત આગેવાન કનુભાઈ કળસરિયા સુરતના પુણા ખાતે એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા.
ત્રણેય નેતાઓ કાર્યક્રમ દરમિયાન એક સોફા પર બેઠા હતા. આ દરમિયાન ત્રણેય નેતાઓ જે સોફા પર બેઠા હતા તે તૂટી ગયો હતો. આ ઘટના અહીં હાજર ફોટો અને વીડિયો ગ્રાફરોએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર