Home /News /south-gujarat /

સુરતઃ દોસ્તી થયા બાદ લગ્નનું નક્કી કરી યુવતીએ સંબંધ તોડી નાંખ્યો, ગુસ્સે ભરાયેલા યુવકનું કારસ્તાન

સુરતઃ દોસ્તી થયા બાદ લગ્નનું નક્કી કરી યુવતીએ સંબંધ તોડી નાંખ્યો, ગુસ્સે ભરાયેલા યુવકનું કારસ્તાન

અમરોલી પોલીસ સ્ટેશન

Surat Crime News: યુવકે યુવતીના મોર્ફ કરેલા અશ્લીલ ફોટો અપલોડ કરી બિભત્સ કોમેન્ટ કરી બદનામ કરનાર યુવતી આ મામલે પોલીસ ફરિયાદ (police complaint) નોંધાવી હતી.

સુરતઃ સુરતના અમરોલી ઉતરાણ (surat) વિસ્તાર રહેતી યુવતી સોશિયલ મીડિયા (social media) એક યુવક સાથે મિત્રતા થયા બાદ બનેવે લગ્ન (Marriage) કરવાનું નક્કી કર્યું હતું. જોકે યુવાન બેકાર હોવાને લઇને યુવતી યુવક સાથેના સબધ પુરા કરી નાખ્યા હતા. યુવકે યુવતીના મોર્ફ કરેલા અશ્લીલ ફોટો અપલોડ કરી બિભત્સ કોમેન્ટ કરી બદનામ કરનાર યુવતી આ મામલે પોલીસ ફરિયાદ (police complaint) નોંધાવી હતી. જેના આધારે રાજસ્થાની યુવાનની અમરોલી પોલીસે ધરપકડ કરી છે.

સુરતમાં સતત સાઇબર ક્રાઈમના ગુના વધી રહ્યા છે. તેમાં પણ સામાન્ય બાબતે ખોટું લાગતા સોશિયલ મીડિયા બદનામ કરતા હોય છે ત્યારે વધુ એક ફરિયાદ સામે આવતા પોલીસે આરોપી કરી છે ધરપકડ કરી છે. સુરતના અમરોલી-ઉત્રાણ વિસ્તારમાં રહેતા રાજસ્થાની પરિવારની 19 વર્ષની યુવતીને ચારેક મહિના અગાઉ સિધ્ધાર્થ નામના યુવાન સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા થઇ હતી.

બંને રોજ ચેટ કરતા હતા અને એકબીજાના મોબાઇલ નંબરની આપ-લે કરી વાતચીત પણ કરતા હતા. જે અંતર્ગત બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું. મિત્રતા થઇ ત્યારે પોતે ખાનગી કંપનીમાં નોકરી કરે છે તેવું કહેનાર સિધ્ધાર્થ વાતચીતમાં કંઇક ખોટું બોલી રહ્યો હોવાનું યુવતીને જાણ થઇ હતી.

જેથી યુવતીએ સિધ્ધાર્થ કયાં નોકરી કરે છે તે અંગેની માહિતી આપવા માટે જીદ્દ કરતા તેઓ વચ્ચે ઝઘડો થયો હતો. દરમિયાનમાં સિધ્ધાર્થ બેકાર હોવાનું જાણવા મળતા યુવતીએ તેની સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. જેથી યુવતી સબંધ કાપી નાખવા સાથે બોલવાનું બંધ કરતા યુવાન અકળાઈ ગયો હતો.

આ પણ વાંચોઃ-Crime: પંજાબી બોલવા પર પત્નીને મારતો હતો માર, પેટ્રોલ છાંટી કરી જાનથી મારી નાંખવાની કોશિશ

અને યુવતી સાથે સબંધ રાખવા માટે સતત દબાણ કરતા યુવાના તાબે યુવતી નહીં થતા અકળાયેલા સિધ્ધાર્થે યુવતીને બદનામ કરવા તેના મોર્ફ કરેલા ફોટો ફેક આઇડી બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવાની સાથે બિભત્સ કોમેન્ટ કરી હતી.

આ પણ વાંચોઃ-કમકમાટીભરી હત્યા! ગુરૂગ્રામમાં ટોળાએ કરી યુવકની ક્રૂરતા પૂર્વક હત્યા, માંગતો રહ્યો રહેમની ભીખ

આ અંગેની જાણ થતા યુવતીએ અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસે આ મામલે તપાસ શરૂ કરતાં પોલીસે રાજસ્થાન અજમેરના કિશનગઢ આ યુવાન ઝડપી પાડી અમરોલી પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Crime news, CYBER CRIME, Gujarati news, Surat news

આગામી સમાચાર