સુરત : લૉકડાઉનમાં તસ્કરો દુકાનમાંથી સાબુ અને હેન્ડવૉશ ચોરી ગયા!


Updated: May 25, 2020, 11:55 AM IST
સુરત : લૉકડાઉનમાં તસ્કરો દુકાનમાંથી સાબુ અને હેન્ડવૉશ ચોરી ગયા!
પ્રતિકાત્મક તસવીર

લૉકડાઉનને કારણે દુકાન બંધ હતી, છૂટછાટ આપ્યા બાદ દુકાન ખોલી ત્યારે ચોરી થયાની જાણ થઈ.

  • Share this:
સુરત : કોરોના વાયરસ (Coronavirus)નો ચેપ અટકાવવા માટે લૉકડાઉન (Lockdown)ની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન કોરોનાના સંક્રમણને અટકાવવા માટે લોકોને સાબુ (Soap)થી સતત હાથ ધોવાની સલાહ આરોગ્ય વિભાગ તરફથી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત હાથ ન ધોઈ શકવાના કેસમાં સેનિટાઇઝર (Hand Sanitizer)થી હાથને સાફ કરવાનું કહેવામાં આવે છે. આ દરમિયાન આ બંને વસ્તુઓની માર્કેટમાં ખૂબ માંગ રહે છે. આ દરમિયાન સુરતમાં સાબુ અને હેન્ડવૉશની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. સુરતમાં એક દુકાનમાંથી સાબુ અને હેન્ડવૉશની ચોરી થયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.

કોરોના વાયરસને લઇને ચોથા તબક્કાનું લૉકડાઉન ચાલી રહ્યું છે. જોકે, લૉકડાઉનમાં હવે થોડી છૂટછાટ આપતા તસ્કરો પણ બહાર નીકળ્યા છે. આ સમયે જે વસ્તુઓની માર્કેટમાં માંગ હોય તેની તસ્કરો ચોરી કરી રહ્યા છે. વાયરસનું સંક્રમણ અટકાવ માટે સૌથી વધુ માંગ બજારમાં સાબુ અને હેન્ડવૉશની હોય છે. ત્યારે નાનપુરા વિસ્તારમાં આવેલા દયાળજી બાગ પાસે આવેલી GNFC નીમ પાર્લરને નિશાન બનાવી તસ્કરો અહીંથી સાબુ અને હેન્ડવૉશ તેમજ રૂ. 50 હજારની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો : અમદાવાદ : ફ્લાઇટ સેવા શરૂ, 77 વર્ષના બળવંતભાઈ ઇ-પાસના ચક્કરમાં અટવાયા

21 માર્ચથી લૉકડાઉન વચ્ચે આ પાર્લર બંધ હતું, જ્યારે લૉકડાઉનમાં છૂટછાટ મળી ત્યારે સંચાલકો દુકાને પહોંત્યા ત્યારે તેમને ચોરી અંગે માહિતી મળી હતી. સંચાલકોના કહેવા પ્રમાણે પાર્લરની બારી તોડીને કોઈ લોકો દુકાનમાં પ્રવેશ્યા હતા. આ અંગેની જાણકારી પાર્લર સંચાલિકા નીતાબેને પોલીસે આપી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : અમદાવાદ : 'આજે જીવતી જવા દઉં છું, ફરિયાદ પાછી નહીં ખેંચે તો જીવથી મારી નાખીશ'

બે દિવસ પહેલા તસ્કરોએ અન્ડરવેર-બનિયાન ચોર્યા હતા 

બે દિવસ પહેલા સુરતના ઉધના વિસ્તારમાં આવેલી એક દુકાનમાં તસ્કરોએ શટર ઊંચુ કરી ચોરી કરવા પ્રવેશ હતો. દુકાનમાં રોકડા રૂપિયા નહિ મળતા તસ્કરો હોઝિયરી દુકાનમાંમાંથી અંડરવેર-બનિયાનનાં 250 બોક્ષ ચોરી કરી ભાગી છૂટ્યાં હતા. આ મામલે દુકાન માલિકને જાણકરી મળતા તેમની દુકાનમાં કુલ 1.62 લાખની ચોરી થઇ હતી. આ મામલે માલિકે ઉધના પોલીસ મથકે દોડી જઈને અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
First published: May 25, 2020, 11:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading