સુરત : ટાર્ગેટ પૂરો કરવા માસ્ક ન પહેરવા બદલ આડેધડ દંડ ફટકારવામાં આવતો હોવાનો આક્ષેપ


Updated: July 31, 2020, 11:12 AM IST
સુરત : ટાર્ગેટ પૂરો કરવા માસ્ક ન પહેરવા બદલ આડેધડ દંડ ફટકારવામાં આવતો હોવાનો આક્ષેપ
મનપાની ટીમ સાથે દલીલ કરી રહેલો વ્યક્તિ.

જાહેરમાં માસ્ક ન પહેરીને ફરતા લોકોને દંડવાને બદલે મનપાની ટીમો દુકાન કે ઓફિસમાં એકલા બેસતા લોકોને દંડી રહી હોવાનો આક્ષેપ.

  • Share this:
સુરત : કોરોનાને પ્રસરતો અટકાવવા માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજિયાત છે. ગુજરાત સરકારે પહેલી ઓગસ્ટથી જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ 500 રૂપિયા દંડ ફટકારવાનો નિર્ણય લીધો છે. સુરત શહેરમાં માસ્ક ન પહેરતા હોય તેવા લોકોને દંડવા માટે મનપાએ ટીમો ઉતારી છે. આ ટીમો ઓફિસ કે દુકાનોમાં એકલા બેઠા હોય તેવા લોકોને પણ માસ્ક ન પહેરવાનો દંડ ફટાકરી રહો હોવાથી લોકોમાં રોષ વ્યાપ્યો છે. બીજી તરફ લોકોએ આક્ષેપ લગાવ્યો છે કે જાહેરમાં માસ્ક ન પહેરીને ફરતા લોકોને બદલા આ ટીમ ફક્ત દુકાન કે ઓફિસમાં એકલી બેઠી હોય તેવી વ્યક્તિઓને જ ટાર્ગેટ કરે છે.

કોરોના વાયરસનું સંક્રમણ વધતા લોકો માસ્ક પહેરે અને ગાઈડલાઇનનું પાલન કરે તે માટે અલગ અલગ ટીમ બનાવી મનપા દ્વારા માસ્ક ન પહેરતા લોકોને દંડવામાં આવી રહ્યા છે. આ તમામ ટીમને ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ ટીમ માસ્કનો ટાર્ગેટ પૂરી કરવા માટે ઓફિસ કે દુકાનમાં એકલા બેઠા હોય તેવા લોકોને પણ ટાર્ગેટ કરી રહ્યાના આક્ષેપ થઈ રહ્યા છે.

આ પણ વાંચો : અમદાવાદ : મસાલો ખાવા પૈસા ન આપતા આરોપીએ કર્યો જીવલેણ હુમલો

ગુરુવારે સુરતના કતારગામ ઝોનની ટીમ કતારગામ કાપોદ્રાને જોડતા બ્રિજ નજીક શિવાલિક હાઈટ્સ ખાતે આવી પહોંચી હતી. અહીં એક દુકાનમાં દુકાનદાર એકલો હતો ત્યારે તેણે માસ્ક મોઢાના બદલે ગળા પર રાખ્યું હતુ. મ્યુનિ.ના કર્મચારીઓ રાઉન્ડ પર હતા ત્યારે દુકાનદારને માસ્ક વગર જોઈને 200 રૂપિયા દંડ વસૂલવાની તજવીજ હાથ ધરી હતી.

આ દરમિયાન કોઈકે વીડિયો ઉતાર્યો હતો જેમાં દુકાનદાર પોતે દુકાનમાં એકલો બેઠો છે અને એકલા હોય તો માસ્કની જરૂર નથી તેવું કહી રહ્યો છે. આ ઉપરાંત હાલ ધંધો નથી તો ખોટો દંડ નહીં વસૂલો તેવી વિનંતી કરતો નજરે પડે છે. બીજી તરફ મ્યુનિ.ના કર્મચારીઓ પોતે દુકાનમાં આવ્યા તો પણ માસ્ક પહેર્યું ન હતું તેવી દલીલ કરતાં હતાં.

વીડિયો જુઓ : કચ્છમાં કોરોના પોઝિટિવ દર્દી બસમાં બેસી ભાગી ગયો

આ રકઝક બાદ મ્યુનિ. કર્મચારીએ દુકાનમાં એકલા માસ્ક વગર બેઠેલા દુકાનદાર પાસેથી 200 રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિવાદ ઊભો થયો છે. લોકો આક્ષેપ લગાવી રહ્યા છે કે મનપાની ટીમો જાહેરમાં માસ્ક ન પહેરીને ફરતા લોકોને દંડવાને બદલે દુકાન કે ઓફિસમાં એકલા બેસતા લોકોને પરેશાન કરી રહી છે. લોકો આક્ષેપ લગાવી રહ્યા છે કે આ ટીમો લોકોને લૂંટીને સરકારની તિજોરી ભરી રહી છે.
Published by: Vinod Zankhaliya
First published: July 31, 2020, 10:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading