સુરત: મનપા સંચાલિત શાળાની શિક્ષિકાએ ઘર કંકાસમાં આપઘાત કરી લીધો, તબીબ પતિ સામે ફરિયાદ દાખલ


Updated: September 30, 2020, 12:23 PM IST
સુરત: મનપા સંચાલિત શાળાની શિક્ષિકાએ ઘર કંકાસમાં આપઘાત કરી લીધો, તબીબ પતિ સામે ફરિયાદ દાખલ
પ્રતિકાત્મક તસવીર

મૃતક હર્ષાલીબેન કિરણભાઇ સોનવણે લીંબાયત વિસ્તારમાં આવેલી પાલિકાની શાળામાં શિક્ષિકા હતા. તેમના પતિ પાંડેસરા વિસ્તારમાં ક્લિનિક ધરાવે છે.

  • Share this:
સુરત: શહેરના ડીંડોલી વિસ્તારના કરાડવા રોડ પર રહેતી અને સુરત મહાનગર પાલિકા (Surat Municipal Corporation)ની સ્કૂલમાં શિક્ષિકા (Teacher) તરીકે ફરજ બજાવતા એક મહિલા શિક્ષિકાએ ઘર કંકાસમાં આપઘાત કરી લીધો છે. આ મામલે પોલીસે શિક્ષિકાના પતિ સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ડીંડોલી વિસ્તાર (Dindoli Area)માં આવેલા કરાડવા રોડ પર પ્રયોશા પાર્કમાં રહેતા અને મનપાની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હર્ષાલીબેન કિરણભાઇ સોનવણેના પતિ તબીબ છે.

થોડા સમયથી શિક્ષિકા અને તબીબ પતિ વચ્ચે ઘરકંકાસ ચાલી રહ્યો હતો. બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. રોજ રોજના ઝઘડાથી મહિલા કંટાળી ગઈ હતી. થોડા દિવસ પહેલા મહિલાનો પતિ તેના વતન મહારાષ્ટ્રાના ચોપરા ખાતે ગયો હતો. આ દરમિયાન હર્ષાલીબેન તેના દોઢ વર્ષના પુત્ર સાથે ઘરે એકલી હતી. મહિલાના માતા-પિતા ડીંડોલી વિસ્તારમાં મધુરમ સર્કલ પાસે રહે છે. તેઓ બંને નિવૃત શિક્ષક છે.

આ પણ વાંચો: ગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે?

સોમવારે સવારે હર્ષાલીબેનના પિતા બાળકને રમાડવા માટે લઇને તેમના ઘરે ગયા હતા. બપોરે તેમના પિતા બાળકને મૂકવા ઘરે આવ્યા ત્યારે આગળનો દરવાજો બંધ હતો. પાછળના ભાગે જોવા જતા પાછળનો દરવાજો ખુલ્લો હતો. અહીંથી તેમના પિતા પહેલા માળે રૂમમાં ગયા હતા. અહીં દીકરીને છતના પંખા સાથે સાડીનો છેડો બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં જોતા તેઓ હેબતાઇ ગયા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: પતિના અન્ય બે મહિલા સાથે આડાસંબંધ અને સાસરિયાંના ત્રાસથી પરિણીતાનો આપઘાત
બાદમાં તેમણે બૂમાબૂમ કરતા પાડોશીઓ દોડી આવ્યા હતા. જે બાદ પોલીસેને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહને ઉતારીને સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. અહીં તબીબોએ શિક્ષિકાને મૃત જાહેર કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: રાજકોટ: BHMSની ડિગ્રી ધરાવતો ડૉક્ટર કોરોના દર્દીની સારવાર કરતો હતો! Remdesivir ઇન્જેક્શન પણ મળ્યાં

મૃતક હર્ષાલીબેન કિરણભાઇ સોનવણે લીંબાયત વિસ્તારમાં આવેલી પાલિકાની શાળામાં શિક્ષિકા હતા. તેમના પતિ પાંડેસરા વિસ્તારમાં ક્લિનિક ધરાવે છે. મહિલાના માતાપિતાએ પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી ઝઘડા ચાલતા હોવાનું જણાવ્યું હતું. આ બાબતે તેમની દીકરીએ આ પગલું ભર્યાની જાણકારી પોલીસને આપી હતી.
Published by: Vinod Zankhaliya
First published: September 30, 2020, 12:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading