કોરોના વાયરસની ગાઇડલાઇનના ભંગ બદલ સુરતના 9 ડાયમંડ યુનિટને દંડ

કોરોના વાયરસની ગાઇડલાઇનના ભંગ બદલ સુરતના 9 ડાયમંડ યુનિટને દંડ
પ્રતિકાત્મક તસવીર

મહાનગર પાલિકા અને શ્રમ આયુકની ટિમ દ્વારા આ મામલે  9 ડાયમંડ યુનિટોને રૃ.50,000નો દંડ ફટકારાયો હતો.

  • Share this:
સુરતમાં વધી રહેલા કોરોનાના દર્દીને લઇને ગતરોજ મહાનગર પાલિકાની અને સાથે મનપાની ટિમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં વરાછા વિસ્તારમાં સુંયુક્ત તપાસ હાથ ધરી  કોરોનાની ગાઈડ લાઈનના ભંગ બદલ 9 ડાયમંડ યુનિટોને રૂ. 50,000નો દંડ ફટકાર્યો હતો.

સુરતમાં બેકાબૂ બનેલા કોરોનાને કાબૂમાં લેવા માટે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી માટે  મહાનગરપાલિકાના અધિકારીઓ અને શ્રમ વિભાગના અધિકારીઓની પણ એક ટીમની રચના કરાઇ છે. આ ટીમે ગતરોજ સૌથી વધુ કોરોના દર્દી મળી રહ્યા છે તેવા વરાછા વિસ્તારમાં અને તેમાં પણ ડાયમંડ યુનિટનું ચેકિંગ હાથ ધર્યું હતું.  જેમાં 28 સંસ્થામાં સંયુકત ઓપરેશન હાથ ધર્યું હતું.



આ પણ વાંચો- કોરોના મહામારી કાળમાં વિદ્યાર્થીઓના અભ્યાસ બાદ ગુજરાત પોલીસ જવાનોને અપાઇ રહી છે ડિજિટલ ટ્રેનિંગ

જેમાંથી 9 સંસ્થામાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમનો ભંગ થતો નજરે પડયો હતો. જેમાં કેટલાક કર્મચારીઓએ માસ્ક પહેર્યા ના હતા, તો કેટલાક હીરાની ઘંટી પર સાથે-સાથે બેઠા હતા અને સોશલ ડિસ્ટનનો ભંગ કરતા જોવા મળ્યા હતા. તે ઉપરાંત કેટલાક ડાયમંડ યુનિટમાં વેન્ટિલેટર ખુલ્લા મુક્યાની સૂચના આપવામાં આવ્યા હોવા છતાંય ખુલ્લા નહિ મુકવામાં આવ્યા હતા.

આ પણ જુઓ- 

આમ કોરોના વાઇરસને લઈને નક્કી કરવામાં આવેલ  ગાઈડલાઈનનો ભંગ જોવા  મળ્યો હતો. જેને લઇને મહાનગર પાલિકા અને શ્રમ આયુકની ટિમ દ્વારા આ મામલે  9 ડાયમંડ યુનિટોને રૃ.50,000નો દંડ ફટકારાયો હતો. આગામી દિવસોમાં શ્રમ વિભાગ દ્વારા  હજીરા, પાંડેસરા જી.આઈ.ડી.સી., સચીન જી.આઈ.ડી.સી. સહિત અન્ય ઔધોગિક વિસ્તારમાં સરકારની કોરોના ની નક્કી કરવામાં આવેલ  ગાઇડલાઇનનું પાલન કરવામાં આવે છે કે કેમ ? તે બાબતે તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો- અમદાવાદમાં પતિ પત્ની અને વો : પ્રેમિકાનાં ડીપીમાં પતિનો ફોટો જોતા ભડકી પત્ની અને પછી થયું એવું કે...
Published by:Kaushal Pancholi
First published:July 20, 2020, 08:47 am

टॉप स्टोरीज