સુરત: બેંકોને તેમના તમામ કર્મીઓના કોરોના ટેસ્ટ કરવા સૂચના, નિયમ ન પાળતી ચાની કિટલીઓ બંધ કરી દેવાશે

સુરત: બેંકોને તેમના તમામ કર્મીઓના કોરોના ટેસ્ટ કરવા સૂચના, નિયમ ન પાળતી ચાની કિટલીઓ બંધ કરી દેવાશે
પ્રતીકાત્મક તસવીર

બેંક કર્મચારી દરરોજ અનેક લોકોનાં સંપર્કમાં આવતો હોય છે. આથી જો પોતે કોરોના સંક્રમિત થાય તો અનેક લોકોને ચેપ લગાડી શકે છે

  • Share this:
સુરત: શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા (Coronavirus Cases) તંત્ર હરકતમાં આવ્યું છે. આ ઉપરાંત બેંકોમાં લોકોની અવરજવર વધારે રહેતી હોવાથી બેંકોના કર્મચારીઓ સુપર સ્પ્રેડર (Super Spreader) બને તેવું જોખમ રહેલું છે. આથી જ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (Surat Municipal Corporaration)ના કમિશનરે બેંકોના તમામ કર્મચારીઓના કોવિડ-19 ટેસ્ટ (Covid 19 Test) કરવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં, બેંકોને તેમના એટીએમ મશિન (Bank ATM) અને એટીએમ રાખવામાં આવ્યા હોય તે જગ્યાને સેનિટાઇઝ કરવાની સૂચના આપવામાં આવી છે.

સામાન્ય રીતે બેંકોમાં લોકોની વધારે અવરજવર રહેતી હોય છે. આથી તેમના કર્મચારીઓ સુપર સ્પ્રેડર્સ બને તેવી ખૂબ વધારે શક્યતા રહેલી છે. કારણ કે બેંક કર્મચારી દરરોજ અનેક લોકોનાં સંપર્કમાં આવતો હોય છે. આથી જો પોતે કોરોના સંક્રમિત થાય તો અનેક લોકોને ચેપ લગાડી શકે છે. આ જ કારણે મ્યુનિસિપલ કમિશનરે બેંકોના તમામ કર્મચારીઓના કોવિડ-19ના ટેસ્ટ કરવાની સૂચના આપી છે.આ પણ વાંચો: 'તારો બાપ પોલીસમાં છે તો અમને કેમ હેરાન કરે છે' સુરતમાં પોલીસ પુત્ર પર જીવલેણ હુમલો

બીજી તરફ તંત્રની તપાસમાં બેંકની અંદર અને બહાર નિયમોનું કડકાઈથી પાલન કરવામાં આવતું ન હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આ કારણે બેંક સુપર સ્પ્રેડર ન બની જાય તે માટે તંત્ર હરકતમાં આવ્યું છે. મનપા તરફથી શહેરની તમામ બેંકના મુખ્ય બેંક મેનેજરોને સૂચના આપવામાં આવી છે કે, તમામ બેંકોમાં વેન્ટિલેશનની સુવિધા ન હોય તો તાકિદે ઊભી કરવામાં આવે, ઉપરાંત બેંકોમાં ખાતેદારો, મુલાકાતીઓની ભારે ભીડ થતી હોય છે, બહાર પણ લાંબી લાઇનો લાગતી હોવાથી માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરાવવામાં આવે.

આ પણ વાંચો: વિજ્ઞાનની દુનિયાના એક યુગનો અંત! દુનિયાનું સૌથી મોટું એન્ટીના નષ્ટ, કેબલ તૂટવાથી 450 ફૂટ નીચે પડ્યું

તંત્ર તરફથી આપવામાં આવેલા સૂચના પ્રમાણે બેંકોના તમામ કર્મચારીઓના કોવિડ-19ના ટેસ્ટિંગ કરાવવાના રહેશે. સાથે વધુ સંખ્યામાં પોઝિટિવ કેસ આવતા હોય તેવા તમામ વિસ્તારોમાં આવતા બેંકોના એટીએમ સેન્ટરોને સેનેટાઈઝ કરવાની પણ સૂચના આપી દેવામાં આવી છે.

આ પણ જુઓ-

આ સિવાય શહેરમાં જાહેર રસ્તાઓ પર ઠેર-ઠેર ઊભી આવતી ચાની લારીઓ અને ખાણીપીણીના સ્ટોલ ત્રણ દિવસ બંધ કરાવી દેવાશે. તમામ ઝોનમાં આવેલા ટી સ્ટોલ તેમજ ખાણીપીણીની લારીઓ અને દુકાનો પર જો સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાતું હોય, તેવી દુકાનો તેમજ લારીઓને ત્રણ દિવસ માટે બંધ કરાવવા સૂચના આપવામાં આવી છે.
Published by:Vinod Zankhaliya
First published:December 03, 2020, 12:37 pm

ટૉપ ન્યૂઝ