કોરોનાને મૂળથી નાથવા માટે સુરત મનપાનો નવો એક્સન પ્લાન, 15 લાખ લોકોને આવરી લેવાયા

કોરોનાને મૂળથી નાથવા માટે સુરત મનપાનો નવો એક્સન પ્લાન, 15 લાખ લોકોને આવરી લેવાયા
ફાઈલ તસવીર

કોરોનાને નાથવા માટે સુરત શહેરમાં ડોર ટુ ડોરના 10માં રાઉન્ડનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે.

  • Share this:
સુરતઃ શહેરમાં દિવસે ને દિવસે કોરોના  (coronavirus) વધારે વકરતો જાય છે. ત્યારે કોરોનાને નાથવા માટે સુરત શહેરમાં ડોર ટુ ડોરના 10માં રાઉન્ડનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી એપીએક્સ પધ્ધતિથી 179 ટીમ દ્વારા 394865 ઘરોમાં રહેતા 1493704 લોકોનો સર્વે થયો છે. કુમોરબીડ અને એઆરઆઇના કેસો શોધવા ફરી સર્વેની કામગીરી શરૂ કરાશે. આ સરવે દરમિયાન ગંભીર બિમારી ધરાવતા 39515 વૃદ્ધો મળી આવ્યા હતા. જેમને સારવાર આપવાની સાથે તેમનું સત્ત મોનીટરીંગ પણ કરવામાં આવ્યું છે. મુળથી કોરોનાને નાથવા માટેના પ્રયાસો સુરત મનપા દ્વારા સધન બનાવવામાં આવ્યા છે.

સુરત શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં એકએક વધારો થતા મનપા ડોર ટુ ડોર સર્વે શરૂ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી ડોર ટુ ડોર સરવેના નવ રાઉન્ડ પુર્ણ કરી દેવામાં આવ્યા છે. દરમિયાન 18959 વ્ય‌િક્તઓનું ટેસ્ટીગ કરાયું છે. જેમા હો‌સ્પિટલમાંથી 381 અને કોમ્યુનીટીના 845 મળી કુલ 1186 કેસ પોઝિટીવ મળી આવ્યા છે. જયારે 17749 વ્ય‌િક્તના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. આ પણ વાંચોઃ-આગામી ત્રણ મહિના સુધી લોનની EMI ઉપર છૂટ મેળવવા શું કરવું પડશે? જામો તમામ માહિતી

એઆરઆઇ (શરદી,ખાસી)ના દર્દી ઓ તેમજ કુમોરબીડ (ગંભીર બિમારી ધરાવતા વુધ્ધો)ને શોધવા માટે મનપા દ્વારા એપીએકસ પધ્ધતિથી સરવે શરૂ કરવામાં આવ્યો છે. 1790 ટીમ દ્વારા 394865 ઘરોમાં રહેતા 1493704 લોકોના આરોગ્યન ચકાસણી કરવામાં આવી છે. દરમિયાન જરૂર જણાઇ આવતા દર્દીઓને કોવિડ કેર સેન્ટર, કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે પણ દાખલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ-બેદરકારી ભારે પડી! સાત દિવસ પહેલા કોરોનાને મ્હાત આપીને ઘરે આવેલી યુવતી ફરી થઈ પોઝિટિવ

આજે પણ સરવે દરિમયાન 39515 ગંભીર બિમારી ધરાવતા વૃદ્ધો અને ૬૦ જેટલા એઆરઆઇના કેસ મળી આવ્યા હતા. મનપા દ્વારા હાલ એક યાદી તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારબાદ ઝોન કક્ષાએ કુમોરબિડ વ્ય‌િક્તઓની તકેદારી રાખવામાં આશે.

આ પણ વાંચોઃ-માસ્કમાં ફેશન! સુરતના યુવક મંડળે મોદી ફોટો, સ્લોગનો અને મેચિંગ માસ્ક બનાવ્યા, 25 લાખ માસ્ક મફત આપશે

કોરોના વચ્ચે આ‌િર્થક પ્રવૃતિઓ ચાલુ રહે તે માટે લોકડાઉન 04માં કેટલીક છુટછાટ આપવામાં આવી છે. પરંતુ આ છુટછાટનો લોકો દુરઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે. કલસ્ટર વિસ્તાર માંથી એક પણ વ્ય‌િક્તને બહાર નહી નિકળવાની સુચના આપવામાં આવી છે.

તેમ છતા લોકો બહાર નિકળતા હોવાનું ધ્યાને આવતા મ્યુ કમિશ્નરે નિયમોનું પાલન કરવા લોકોને અપિલ કરી હતી. આ સાથે શોશ્યલ ડિસ્ટન્શનું પાલન અને માસ્ક પહેરવા અંગે પણ તેઓ દ્વારા જણાવામાં આવ્યું હતું.
Published by:News18 Gujarati
First published:May 22, 2020, 20:32 pm

ટૉપ ન્યૂઝ