સુરત : કોરોનાના કહેર વચ્ચે આરોગ્ય વિભાગે દંડો પછાડ્યો, આઠ ખાનગી ડૉક્ટરોને પાઠવી નોટિસ

સુરત : કોરોનાના કહેર વચ્ચે આરોગ્ય વિભાગે દંડો પછાડ્યો, આઠ ખાનગી ડૉક્ટરોને પાઠવી નોટિસ
પ્રતિકાત્મક તસવીર

કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે મનપાના આરોગ્ય તંત્ર વિભાગ તરફથી આઠ ડૉક્ટરોને નોટિસ ફટકારી જવાબ પૂછવામાં આવ્યો.

  • Share this:
સુરત : મહાનગર પાલિકા (Surat Municipal Corporation)ના આરોગ્ય વિભાગ (Health Department) માટે હાલમાં કતારગામ ઝોન ખૂબ જ ચિંતાનો વિષય બની ગયો છે. જે પ્રમાણે કતારગામ ઝોનમાં કોરોનાનું સંક્રમણ વધી જતા મનપાએ આ વિસ્તારમાં કડકાઇ તેમજ સમજાવટ બંને રીતે કામગીરી આરંભી છે. પરંતુ હજુ પણ સ્થાનિક કક્ષાએ મનપાને યોગ્ય સપોર્ટ મળતો નથી. કતારગામ ઝોનના 8 ખાનગી તબીબો (Doctors)એ એરીના દર્દીઓની માહીતી જેમિની એપ્લિકેશનના માધ્યમથી મનપાને આપી ન હોવાથી મનપાએ તબીબોને શો-કોઝ નોટિસ (Show Cause notice) ફટકારવામાં છે. આ સાથે તબીબોને એક દિવસમાં ખુલાસો રજૂ કરવા જણાવામાં આવ્યું છે. જો ખુલાસો રજૂ કરવામાં નહીં આવે તો એપેડેમિક એક્ટ 2020 (Epidemic Act 2020) હેઠળ કલિનિક તેમજ હૉસ્પિટલ સામે મનપા કાન‌ૂની કાર્યવાહી કરશે.

સુરત શહેરની ખાનગી હૉસ્પિટલ, કલિનિકમાં સામાન્ય તાવ, શરદી અને ખાસીની સારવાર લેતા દર્દીઓની માહીતી તબીબોએ જેમિની એપ્લિકેશનના માધ્યમથી મનપાને આપવાની હોય છે. જેથી કરી મનપાને તમામ માહિતી મળી રહે. કતારગામ ઝોનમાં પોઝિટિવ દર્દીની હિસ્ટ્રી તપાસ કરતા સમયે કેટલાક કિસ્સામાં ખાનગી હોૉસ્પિટલમાં સારવાર લીધી હોય તેવા પોઝિટિવ કેસ મળી આવ્યા છે, પરંતુ ડૉકટરો તરફથી દર્દીઓનાં લક્ષણની જાણ જેમિની એપ્લિકેશન પર કરવામાં આવી ન હતી. આ મામલે મનપાએ આઠ તબીબોને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે.આ પણ વાંચો : શિક્ષિકા કોરોનાગ્રસ્ત વિસ્તારમાં રહેતી હોવાથી સ્કૂલે નોકરીમાંથી કાઢી મૂક્યાનો આક્ષેપ

આ તમામને સૂચના પણ આપવામાં આવી છે કે શા માટે તમે માહિતી નથી આપી? આ અંગે યોગ્ય કારણ આપવામાં નહીં આવે તો આગામી દિવસમાં આ ડૉક્ટરના ક્લિનિક અથવા હૉસ્પિટલ સામે એપેડેમિક એક્ટ હેઠળ પગલાં ભરવામાં આવશે. નોંધનીય છે કે મનપાએ એક સરળ વ્યવસ્થા તૈયાર કરી છે, જે અંતર્ગત ખાનગી પ્રેક્ટિસ કરતા ડૉકટરો તેમને ત્યાં આવતા તેમના વિસ્તારના દર્દીઓની માહિતી રોજ રોજ અપલોડ કરે છે. જેનાથી મનપાનો આરોગ્ય વિભાગ એવા દર્દીઓની માહિતી મેળવી શકે અને પ્રથમ તબક્કામાં કોરોનાના લક્ષણો હોય તો યોગ્ય સારવાર આપી શકે. આ ઉપરાંત તેનાથી બીજા દર્દીઓમાં પણ કોરોના ફેલાતો અટકાવી શકાય.

આ પણ વાંચો : કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ જ દર્દીને વેન્ટિલેટર પર લેવાનો આક્ષેપ, મહિલાનું મોત
First published:June 12, 2020, 14:23 pm

टॉप स्टोरीज