સુરતમાં વધતા કોરોનાના કેસો સામે બે હૉસ્પિટલોની બેદરકારી આવી સામે, અપાઇ નોટિસ


Updated: July 11, 2020, 12:34 PM IST
સુરતમાં વધતા કોરોનાના કેસો સામે બે હૉસ્પિટલોની બેદરકારી આવી સામે, અપાઇ નોટિસ
પ્રતિકાત્મક તસવીર

પાસ કરતા આવી બે હૉસ્પિટલ સામે આવતા તંત્ર દ્વારા તેમને નોટિસ આપવામાં આવી છે. 

  • Share this:
સુરત : શહેરમાં  (Surat) સતત કોરોના (Coronavirus) કેસ વધી રહ્યા છે ત્યારે સરકર દ્વારા સારવાર માટે ખાનગી હૉસ્પિટલ સાથે એમઓયુ (MOU) કરવામાં આવ્યું છે. ત્યારે કેટલીક ખાનગી હૉસ્પિટલ કોરોનાની સારવાર લેવા આવેલા લોકોની જાણકરી તંત્રને આપતા ન હોવાની જાણકારી સામે આવી હતી. જે બાદ તપાસ કરતા આવી બે હૉસ્પિટલ સામે આવતા તંત્ર દ્વારા તેમને નોટિસ આપવામાં આવી છે.

સુરતમાં કોરોનાના દર્દીની સંખ્યામાં ઉતરત્તર વધારો થઇ રહ્યો છે. તેવામાં ખાનગી હૉસ્પિટલ સાથે સરકાર દ્વારા એમઓયુ સાથે સારવારની મંજૂરી આપવામાં આવી છે. બીજી બાજુ શંકાસ્પદ દર્દી ખાનગી હૉસ્પિટલ ખાતે આવે તો તેની વિગત તંત્રને આપવાની જવાબદારી પણ ખાનગી હોસ્પિટલની છે. તેવામાં સુરત શહેરમાં કેટલીક ખાનગી હૉસ્પિટલ દર્દીની વિગત તત્રને આપતી નહિ હોવાની વાત સામે આવતા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી.

જેમાં સુરતના અમરોલી વિસ્તરમાં આવેલી  યોગી મલ્ટી સ્પેશિયાલિટી હૉસ્પિટલ તથા પીપલોદમાં આવેલી સનશાઇન ગ્લોબલ હૉસ્પિટલના સંચાલક દ્વારા દર્દીઓની માહિતી તંત્રને આપવામાં આવી ન હતી. આવા દર્દીની વિગત આવતાની સાથે તેમાં જરૂરી સારવાર સાથે આ વાયરસનું સંક્ર્મણ અટકાવી શકાય પણ આ હૉસ્પિટલની બેકાળજીને કારણે ગતરોજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ બંને હૉસ્પિટલોને કારણ દર્શક નોટિસ આપવામાં આવી છે.

આ પણ જુઓ - 

તમામ હૉસ્પિટલોએ તેમને ત્યાં દાખલ થનારા કોરોના તેમજ સંભવિત કોરોનાના દર્દીઓની યાદી પાલિકાના આરોગ્ય વિભાગને પહોંચાડવાની હોય છે. પરંતુ આ બંને હૉસ્પિટલ દ્વારા યાદી નહિ પહોંચાડવામાં આવતા તેમની પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. જેને લઈ શહેરની  અન્ય હોસ્પિટલમાં પણ ફફડાટ ફેલાયો છે.આ પણ વાંચો - AMCની મહત્વપૂર્ણ જાહેરાત , લાખો ટેક્ષ કરદાતાઓને મળશે બંધ મિલકતનો લાભ
Published by: Kaushal Pancholi
First published: July 11, 2020, 12:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading