સુરત : સુરત મહાનગર પાલિકા (Surat Municipal Corporation)ની સામાન્ય સભાની બેઠક આગામી 29 જૂને આયોજિત થશે. આ વખતે આ સામાન્ય સભા મુગલીસરા સ્થિત મનપા મુખ્યાલયની બહાર પાલ વિસ્તારમાં સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમમાં આયોજિત થશે. આનું કારણ કોરોના વાયરસ છે. કોરોના (Corona Infection)ના સંક્રમણને રોકવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing) જાળવવું જરૂરી છે. માસ્ક પહેરવું પણ જરૂરી છે. દર મહિને મુગલીસરા સ્થિત મનપા (SMC)ના સરદાર ખંડમાં સામાન્ય સભા આયોજિત થાય છે. પરંતુ આ ખંડની બેઠક ક્ષમતા ઓછી છે. એટલે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું શકય નથી. એટલે સોશિયલ ડિસ્ટન્સિંગને લઈને જ સામાન્ય સભા મનપા મુખ્યાલયની બહાર સંજીવકુમાર ઓડિટોરિયમમાં થવા જઈ રહી છે.
સુરત મહાનગર પાલિકાના ઇતિહાસમાં આવું પહેલી વખત થવા જઈ રહ્યું છે. સજીવકુમાર ઓડિટોરિયમની બેઠક ક્ષમતા 1200ની છે. એટલે અહીં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું મુશ્કેલ નથી. સામાન્ય રીતે સામાન્ય સભાની બેઠક સાંજે 4 વાગે પ્રારંભ થતી હોય છે. પરંતુ આ વખતે બેઠકના પ્રારંભનો સમય 3.00 વાગ્યાનો રાખવામાં આવ્યો છે.
કોરોના મહામારીને કારણે ગત માર્ચ, એપ્રિલ અને મેની સામાન્ય સભાની બેઠક વીડિયો કોન્ફરન્સિંગનાના માધ્યમથી આયોજિત થઈ હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સામાન્ય સભાની બેઠકમાં જીરો અવર્સની ચર્ચા થઈ શકતી ન હતી. સુરત સુધરાઈ 1966ના વર્ષમાં સુરત મહાનગર પાલિકા બની ત્યારથી લઈને અત્યારસુધી સામાન્ય સભા મુગલીસરા સ્થિત મનપાના કાર્યાલયમાં જ આયોજીત થતી હતી. 1966 બાદ કોરોનાના ગ્રહણને કારણે પહેલી વખત સામાન્ય સભા મનપા મુખ્યાલય બહાર થવા જઈ રહી છે.