સુરત : આપઘાતની કરૂણ ઘટના! મનપાના કર્મચારીએ અંકલેશ્વરની હોટલમાં ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી

સુરત : આપઘાતની કરૂણ ઘટના! મનપાના કર્મચારીએ અંકલેશ્વરની હોટલમાં ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી
પ્રતિકત્મક તસવીર

આપઘાતની ઘટનાઓમાં તસત વધારો, સુરત મનપાના આરોગ્ય વિભાગના કર્મચારીની આત્મહત્યાનું કારણ સામે આવ્યું

  • Share this:
સુરત : રાજ્યમાં દિનપ્રતિદિન આપઘાતની (Suicide) ઘટનાઓ સામે આવી રહી છે. હજુ તો આયેશા આપઘાત કેસના (Ayesha Suicide case) પડધાં શમ્યા નથી ત્યાં વડોદરામાં સામૂહિક (Vadodara Suicide) આપઘાત અને આણંદમાં પણ સામૂહિક આપઘાતની (Anand Suicide) ઘટની ઘટી ચુકી છે. દરમિયાનમાં રોજ રોજ લોકો જિંદગીથી હારી કંટાળીને જિંદગી ટૂંકાવી રહ્યા હોવાની ઘટનાઓમાં વધારો રહ્યો છે. આવી જ એક વધુ કરૂણ ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરત મહાનગર સેવાસદનના (SMC Employee) આરોગ્ય વિભાગના કર્મચારીએ આપઘાત કરી લીધો છે. સુરતમાં નોકરી કરતા આ કર્મચારીએ અંકલેશ્વરમાં (Ankleshwar) એક હોટલમાં રૂમ ભાડે રાખી અને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. સુરતમાં રહેતા કર્મચારીના પરિવાર પર આભ ફાટ્યું છે. પરિવારે પોતાનું સર્વસ્વ ગુમાવ્યું છે.

બનાવની વિગતો એવી છે કે સુરત ખાતે પરિવાર સાથે રહેતા અને આરોગ્ય વિભંગમાં ફરજ બજાવતા કર્મચારી વિનોદ ખેતરીયા છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવામાં ફરતા હતા. તેમને રૂપિયાની તકલીફ હોવાને લઈને રૂપિયા લીધા હતા તે ભરપાઈ ન કરી શકતા તેમના માથે મોટું દેવું થઇ ગયું હતું. બીજું બાજુ રૂપિયા જેની પાસેથી લીધા હતા તે સતત રૂપિયાની ઉઘરાણી કરતા હોવાને લઈને છેલ્લા લાંબા સમયથી તેઓ માનસિક તણાવ અનુભવતા હતા.આ પણ વાંચો : USAમાં સુરતના પટેલ દંપતી પર ગોળીબાર, પત્નીનું કરૂણ મોત, મોટેલ સંચાલક પતિ ગંભીર

જોકે, બે દિવસ અગાઉ પોતાની નોકરી પુરી કરી બીજા દિવસની રજા લઈને આ કર્મચારી સુરતથી નીકળી અંકલેશ્વરના વાલિયા ચોકડી પાસે આવેલી હોટલ સન પ્લાઝામાં રૂમ ભાડે રાખી રોકાયા હતા. જોકે, આ કર્મચારીએ રૂમમાં જઈને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.  હોટલ સ્ટાફ દ્વારા રૂમ સર્વિસ માટે દરવાજો ખટખટાવા છતાં દરવાજો ના ખુલતા હોટલ મેનેજરને જાણ કરી હતી.

આ પણ વાંચો : રાજકોટ : હોમગાર્ડના જવાનને ચાલુ વાહને પિચકારી મારવી પડી ભારે, બબાલનો LIVE Video વાયરલ

હોટલ મેનેજમેન્ટ દ્વારા પોલીસને આ મામલે જાણકારી આપવામાં આવી હતી. જોકે પોલીસે આવીને હોટલનો દરવાજો ખોલતા આ મનપા કર્મચારી મૃત હાલતમાં મળી આવતા પોલીસે આકર્મચારીઓનાં મૃતદેહને પીએમ માટે મોકલી આપી પરિવારને આ ઘટનાની જાણકારી આપી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આપઘાતની ઘટનાઓ વધવાથી સમાજમાં એક પ્રકારે નકારાત્મકતા પ્રસરાઈ રહી છે ત્યારે આપણે ક્યા પ્રકારના સમાજની રચના કરવા માંગીએ છીએ તેવા સવાલો પણ ઉદભવી રહ્યા છે.
Published by:Jay Mishra
First published:March 07, 2021, 09:29 am

ટૉપ ન્યૂઝ