સુરત : ફાયર સેફ્ટી ન હોય તેવા રહેણાંક બિલ્ડિંગોના પાણી-ડ્રેનેજના જોડાણો કાપવા આદેશ

News18 Gujarati
Updated: October 2, 2019, 12:09 PM IST
સુરત : ફાયર સેફ્ટી ન હોય તેવા રહેણાંક બિલ્ડિંગોના પાણી-ડ્રેનેજના જોડાણો કાપવા આદેશ
પ્રતિકાત્મક તસવીર

ફાયર સેફ્ટી ન હોય અથવા કાર્યરત ન હોય તેવી તમામ હાઈરાઈઝને નોટિસો આપવામાં આવી હતી, નોટિસ બાદ પણ ફાયર સેફ્ટીની વ્યવસ્થા ન કરનારા બિલ્ડિંગ સામે બે દિવસમાં તવાઈ.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં ફાયર સેફ્ટી ન હોય તેવી કોમર્શિયલ બિલ્ડિંગો અને શૈક્ષણિક સંસ્થાઓ સામે ફાયર વિભાગની કામગીરી બાદ હવે 15 મીટરથી ઊંચી એવી હાઈરાઈઝ રહેણાંક મિલકતોમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોય અથવા કાર્યરત ન હોય તેવી મિલકતો સામે કૉર્પોરેશન કડક કાર્યવાહી કરવા જઈ રહ્યું છે. ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવાની નોટિસ બાદ પણ જે બિલ્ડિંગોએ વ્યવસ્થા નથી કરી તેમના પાણીના અને નળના જોડાણ બે દિવસમાં કાપી નાખવાનો આદેશ મનપા કમિશનરે કર્યો છે.

સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડની દુર્ઘટના બાદ ફાયર વિભાગ કોમર્શિયલ અને શૈક્ષણિક સંસ્થા સામે લાલ આંખ કરી હતી અને દરરોજ મિલકતોને નોટિસ આપવા સાથે સીલ મારવાની કામગીરી કરી રહ્યું છે. આ કામગીરી દરમિયાન મનપા તંત્ર દ્વારા શહેરમાં 15 મીટરથી ઊંચી હોય તેવી મિલકતોમાં પણ ફાયર સેફ્ટી ન હોય તેવી મિલકતોને સર્વે કર્યો હતો.જે અનુસંધાને તંત્રએ શહેરની 1100 જેટલી મિલકતોનો સર્વે કર્યો હતો, જેમાંથી 1064 મિલકતોમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હતી અથવા કાર્યરત ન હતી. ફાયર વિભાગે આ મિલકતોને ફાયર સેફ્ટી ઉભી કરવા માટે અવાર નવાર નોટિસ પણ આપી હતી. આ મામલે મનપા કમિશ્નિર બન્છાનિધિ પાનીએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠખ દરમિયાન શહેરમાં 955 જેટલી 15 મીટરથી ઊંચી મિલ્કતોના નળ-ડ્રેનેજ જોડાણ કાપી નાંખવાની સૂચના આપી દેવામાં આવી છે.

ફાયર વિભાગે કરેલા સર્વેના આધારે તમામ ઝોનને જે મિલકતોમાં ફાયર સેફ્ટીની સુવિધા નથી અને જેના નળ-ડ્રેનેજ જોડાણ કાપવાના છે તેનું લિસ્ટ મોકલી દેવામા આવ્યું છે. ફાયર વિભાગ અને માનપાની ટીમ આ કામગીરી આગામી બે દિવસમાં શરૂ કરી તેવી શક્યતા છે.
First published: October 2, 2019
વધુ વાંચો
अगली ख़बर