Home /News /south-gujarat /

સુરત : SMC અને પોલીસની દાદાગીરીનો Viral Video, લારીઓવાળાને દોડાવી દોડાવીને ઢીબી નાખ્યા!

સુરત : SMC અને પોલીસની દાદાગીરીનો Viral Video, લારીઓવાળાને દોડાવી દોડાવીને ઢીબી નાખ્યા!

Surat Video : સુરતમાં પાલિકાની અને પોલીસ ટીમે લારીઓવાળાને દોડાવી દોડાવી માર્યા

Surat News : સુરતમાં દબાણ હટાવવા ગયેલી મહાનગર પાલિકાની (SMC) ટીમ દ્વારા ધારી વાળા નો મોટા પ્રમાણમાં નુકસાન કરતાં શરૂ થઈ જીભાજોડી. પોલીસ (Surat Police) સાથે હોવાને લઈને મહાનગર પાલિકાના કર્મચારીઓએ કરી દાદાગીરી અને મારામારી

સુરત : સુરતના ડિંડોલી વિસ્તારમાં (dindoli Surat) આજે મહાનગર પાલિકાના કર્મચારીઓ (SMC) અને પાથરાવાળા (Street Vendors) સાથે શરૂ થયેલી માથાકૂટ મારામારી (Strrt fight) સુધી પહોંચી હતી જોકે રસ્તા ઉપર ગેરકાયદે દબાણ કરતાં શાકભાજીના (Vegetables) પાથરાવાળાને હટાવવા ગયેલી મહાનગરપાલિકાની (SMC Team) અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શાકભાજીના પાથરણાવાળાઓનો તમામ સામાન રસ્તા પર નાંખી નુકશાન કરવામાં આવ્યું હતું અને આ બાબતે વિરોધ કરતા કર્મચારીઓ તૂટી (SMC Team Beaten Street Vendors) પડ્યા હતા અને ગરીબ લારીવાળાઓને મારવાના શરૂ કર્યો હતા.

ભૂતકાળમાં પાલિકાની ટીમો પર થયેલા હુમલાને લઈને હવે પાલિકાની પોતાની ટીમ સાથે જ્યારે પોલી લઈને જતી હોય છે ત્યારે મનપાના અધિકારીઓ તથા કર્મચારઓએ લાકડીઓ અને હાથમાં લઇ ખુલ્લેઆમ દાદાગીરી કરી અને લોકોને માર મારતા હોય તેવા વીડિયો હાલ (Viral Video) સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી છે

સુરત શહેરનો વિકાસ જેમ વધી રહ્યો છે તેમ તેમ કામ ધંધાની તલાશમાં બહારગામથી આવેલા લોકોના મોટો વેપાર કરી સુરત માં પોતાની રોજી મેળવતા હોય છે. કેટલાક લોકો શાકભાજીના પાથરાવાળાઓ રસ્તાઓ પર ગેરકાયદેસર દબાણ કરતા હોય છે ત્યારે આ દબાણ હટાવવાની કામગીરી સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી હોય છે

આ પણ વાંચો : રાજકોટ : પિતાએ ઠપકો આપતાં પુત્રીએ કર્યું અગ્નિ સ્નાન, એકની એક દીકરી ગુમાવતા પરિવાર માથે વજ્રાઘાત

થોડા સમય પહેલાં મહાનગર પાલિકાના કર્મચારીઓ પર જે રીતે પાથરાનવાળા હુમલો કરતા હતા ત્યારબાદ સુરત પોલીસ દ્વારા તેમને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે અને દબાણ હટાવવ જાય છે ત્યારે તેમની સાથે પોલીસ હોય છ.



બસ આ તકનો લાભ લઈને આવે નગરપાલિકાના કર્મચારીઓ કે અધિકારીઓ દાદાગીરી પર ઉતરી આવ્યા છે દબાણ હટાવવાની જગ્યા પ્રથમ તો પહોંચી પાથરણાવાળા શાકભાજી અને દૂધ પણ રસ્તા પર નાખી તેમને મોટા પ્રમાણમાં નુકસાનકર્તા હોય છે અને આ નુકસાન બાબતે પૂછે તો આ અધિકારી અને કર્મચારીઓ પાથરણાવાળાઓને જાહેરમાં લાકડાના ફટકા વડે માર મારતા હોય છે.

ડીંડોલીમાં ઢીબી નાખ્યા

આજે સુરત મહાનગરપાલિકાની દબાણશાખાની ટીમ પોલીસ સાથે ડીંડોલી વિસ્તારમાં દબાણ દૂર કરવા માટે આવી હતી. મનપા દબાણ દૂર કરે એ એમની કામગીરી છે પરંતુ ગરીબોની રોજી છીનવવાની સાથે તેમને માર મારે તે સુરત શહેરની પરંપરા નથી. સુરતમાં આવી દાદાગીરીના વીડિયો વાયરલ થતા પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : corona Update: ગાંધીનગરમાં સંક્રમણ ફેલાતા રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો, આજે વધુ 24 કેસ નોંધાયા

પાથરણાવાળાઓને દોડાવી દોડાવીને માર્યા

પોલીસ અને પાલિકાએ ગરીબ લારીઓવાળાને આજે દોડાવી દોડાવીને માર્યા હતા. પાલિકાની ટીમ તેમની લારીઓ ઉઠાવી અને માલ સામાન રસ્તા પર ફેંકતી જોવા મળી હતી. તેમને લાયસન્સ આપવાના બદલે સુરત પાલિકા ગરીબો પર અત્યાચાર કરતા હવે એસએમસી ફક્ત માલેતૂજારોની રહી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે.
Published by:Jay Mishra
First published:

Tags: ગુજરાતી સમાચાર, સુરત, સુરતના સમાચાર

આગામી સમાચાર