હીરા ઉદ્યોગ મંદીનાં ભરડામાં! નાના કારખાનાઓમાં વેકેશન આપવાનો વારો

News18 Gujarati
Updated: May 10, 2019, 1:12 PM IST
હીરા ઉદ્યોગ મંદીનાં ભરડામાં! નાના કારખાનાઓમાં વેકેશન આપવાનો વારો
પોલિશ્ડની નિકાસમાં ઘટાડો થયો છે.

હાલમાં સુરતનાં હીરા માર્કેટમાં ડાયમંડની આયાત અને નિકાસ પર ગ્રહણ લાગી ગયું છે.

  • Share this:
પ્રજ્ઞેશ પટેલ, સુરત: હાલમાં સુરતનાં હીરા માર્કેટમાં ડાયમંડની આયાત અને નિકાસ પર ગ્રહણ લાગી ગયું છે. આંતરાષ્ટ્રીય બજારમાં હીરાની માંગ ઘટતા રફની આયાતમાં ઘટાડો નોધાયો છે. જયારે પોલિશ્ડની નિકાસમાં ઘટાડો થયો છે. વર્ષ 2018ની સરખામણીમાં વર્ષ 2019માં પોલીશ ડાયમંડનું એક્ષપોર્ટ 18 ટકા ઘટાડાની સાથે ઓવર માર્કેટ 8.77 ટકા ડાઉન રહ્યું છે. નાના કારખાનાઓમાં ઉનાળુ વેકેશન આપી દેવાનો વારો આવ્યો છે. ચૂંટણી સમયથી જ હીરા માર્કેટ મંદ ગતીએ ચાલી રહ્યું હતું. અત્યારે તેમાં વધારે બ્રેક લાગી છે. હીરા માર્કેટમાં 16 ટકા રફ હિરાનો જથ્થો ઓછો આવતા તેની અસર પ્રોડકશન પર પડી રહી છે. રત્ન કલાકારોને રજાને કારણે પગાર બંધ થઇ જતા તેમના દ્વારા કારખાના બંધ નહિ કરી કામના કલાકો ઓછા કરવાની માંગ કરવામાં આવી છે.

છેલ્લા ઘણા સમયથી ડાયમંડ ઉદ્યોગમાં કામગીરી ધીમી ગતીએ ચાલી રહી છે. ત્યારે આ વખતે વર્ષ 2018ની સરખામણીમાં વર્ષ 2019ની શરૂઆત ખુબ જ મંદ ગતીએ થઇ રહી છે. આંતરાષ્ટ્રીય બજારમાં હિરાની માંગમા તેજી તેમજ મંદિ નથી હાલમાં બેલેન્સ માર્કેટ ચાલી રહ્યું છે. પરંતુ આંતરીક પોલિસીઓને કારણે પરેશાની ભોગવી રહેલા હિરના વેપારીઓની વર્કિગ કેપેસીટીમાં ઘટાડો નોઘાયો છે. પોલિશ ડાયમંડના એક્ષપોર્ટમાં 18 ટકા જેટલો ધટાડો નોઘાયો છે. તેની સામે ઓવર ઓલ માર્કેટની જો વાત કરવામાં આવે તો 8.77 ટકા વર્કીંગ કેપીટલ ડાઉન થઇ છે. જેની પાછળ બેકિંગ ફાઇનાન્સ પોલિસિ, , જીએસટીને કારણે જે લોકો લેબર પર કામ કરતા હતા તેમને 5 ટકા જીએસટી ,18 ટકા સર્વિસ ચાર્જને લઇને વર્કિંગ કેપીટલ ઘટી છે. ઉપરાંત ભારતના કસ્ટમ ડિપારમેન્ટના નવા નવા આદેશોને કારણે આ તમામ પરિસ્થિતિ સર્જાય છે.

હાલમાં હીરા વેપારની વર્કિગ કેપીટલ ઘટી છે અને તેને કારણે એક્ષપોર્ટર પર તેની સીધી અસર જોવા મળી રહી છે. પરંતુ બીજી બાજુ જયારે પણ હિરા માર્કેટમાં વેપારીઓને લઇને કોઇપણ સમસ્યાઓ આવતી હોઇ છે. ત્યારે તેની સીધી અસર રત્નકલાકારો પર પડતી હોઇ છે. સુરત રત્નકલાકારોએ પણ હીરા વેપારીઓ પાસે માંગ કરી છે કે આ મંદીના માહોલમાં કારાખાનાઓમાં રજા આપવાની જગ્યાએ કારીગરોના કામના સમયમાં ઘટાડો કરવામાં આવવો જોઇએ.

રત્નકલાકારોને વેકેશન તેમજ બેકારી બાબતે હિરા ઉદ્યોગ કાર દિનેશ નાવડિયાને પૂછતાં તેમણે કહ્યું કે, 'સૌથી પહેલા એ વાત તો સ્વીકારી હતી કે વેકેશન આવામાં આવે છે પરંતુ તેમણે એ વાત નકારી હતી કે કોઇ પણ કારીગર બેકાર નથી હોતા. આ ઉપરાંત તેમણે કહ્યું કે હાલમાં વર્કિગ કેપેસિટી ઘટી હોવાને કારણે રત્નકલાકારોને કામ ઓછા મળી રહ્યા હોઇ તેવું બને છે.'

ભલે હાલમાં હીરા વેપારના સંકલન કર્તાઓ એમ કહી રહ્યાં હોઇ કે રત્નકલાકારોને કોઇ સમસ્યા નથી. પરંતુ રત્નકલાકોરની સમસ્યાઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. જેમાં કામની બાબતો ઉપરાંત લેબર લોનો મલીકરણ, પ્રોફેશન ટેકસ સહિતની માંગણીઓ પર પણ કોઇ કામ કરવામાં નથી આવતું. વર્કિંગ કેપીટલ ઘટવાને કારણે કારીગરો પર જે અસર પડી છે તેની અસર આગામી દિવસોમાં પણ જોવા મળશે.
First published: May 10, 2019, 12:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading