Home /News /south-gujarat /

સુરત : રૂવાંડા ઊભા કરી નાખતો CCTV Video, બિલ્ડીંગનો સ્લેબ મહિલા પર ખાબકતા માથું ફાટી ગયું, 30થી વધુ ટાંકા આવ્યા

સુરત : રૂવાંડા ઊભા કરી નાખતો CCTV Video, બિલ્ડીંગનો સ્લેબ મહિલા પર ખાબકતા માથું ફાટી ગયું, 30થી વધુ ટાંકા આવ્યા

Surat Pal Slab Fallen : સુરતના પાલ વિસ્તારની બિલ્ડીંગમાં શ્રૃતિ હાઈટ્સ બિલ્ડીંગનો સ્લેબ ખાબક્યો, મહિલાને ટાંકા લેવા પડ્યા

Surat News : સુરતના પાલ (Surat Pal) વિસ્તારમાં મેન્ટેનન્સ ના ભાવે સીલીંગ ના પોપડા પડતા એક મહિલાને ઇજા 40 કરતાં વધુ ટકા આવ્યા, ઘટનાનો CCTV Video સામે આવતા હાહાકાર

સુરત : સુરતના પાલ (Surat Pal) વિસ્તાર માં એક ગંભીર ઘટના સામે આવી છે જેમાં શ્રુતિ હાઇટ નામની બિલ્ડિંગનો (Shruti Heights Building surat)  સ્લેબમાં પોપડા અચાનક પડતાં અફરા તફરી સર્જાઈ હતી એટલું નહી પણ  સ્લેબના પોપડા (Slab Fallen on Woman) મેઈન ગેટ પાસે પડતાં એક મહિલા ગેટ પાસે ઊભી હતી તેની માથે પોપડા ધડાકાભેર પડતાં ગંભીર ઇજા પહોંચી હતી. મહિનાના માથામાં 30 થી 40 ટાકા આવેલા છે હાલ તો મહિલાની હાલત સારી છે  જોકે આ સ્લેબની ઘટના  નજીક માં લાગેલા સીસીટીવી (CCTV Video of Pal Surat Slab Fallen)  ફૂટેજમાં કેદ થઈ થઈ છે ત્યારે પોલીસે આ મમલે પણ તપાસ હાથ ધરી છે.

બિલ્ડિંગ માં મેઇટનન્સ આભાવે મહિલાનું માથું ફૂટયું.મહત્વની વાત એ છે કે જે રીતે ઘટના બની છે ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે મેઇટેન્ન્સ ને અભાવે પણ આ મહિલાનું માથું ફૂટયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

'અચાનક મારા પર પોપડા પડ્યા અને માથું ફૂટી ગયુ'

ઈજાગ્રસ્ત મહિલાનું કહેવું છે  જ્યારે ઘટના બની હતી ત્યારે હું મેઈન ગેટ પાસે ઊભી હતી ત્યારે અચાનક મારા પર સ્લેબના પોપડા પડતાં માથું ફૂટી ગયું હતું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી અને આ સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.

અહીંયા જુઓ સીસીટીવી વીડિયો



અન્ય બિલ્ડીંગ માટે ચેતવણીરૂપ કિસ્સો

જોકે આ મહિલાનું નસીબ સારું કહેવાય ત્યાં મહિલાઓનો જીવ બચી ગયો પરંતુ પણ આ પ્રકારના મોટાભાગના બિલ્ડિંગો સુરતમાં આવેલા છે કે જ્યાં વ્યક્તિઓ તો રહે છે પણ મિલકતની મેન્ટેનન્સ નથી કરાવતા જેને લઈને આજે આ મહિલાને મોતના મુખમાંથી પાછી આવી હતી.

જોકે આ વિડીયો જોતાની સાથે એક સમય માટે ભલભલા લોકોના રૂવાટા ઉભા થઈ જાય તે પ્રકારની આ ઘટના છે ત્યારે જોવાનું એ રહ્યું કે બિલ્ડિંગમાં રહેતા લોકો હવે આ બિલ્ડિંગનું રિનોવેશનનું કામ કરાવશે કે પછી આવી કોઈક ઘટનામાં કોઈનો જીવ જાય ત્યાં સુધી રાહ જોશે
Published by:Jay Mishra
First published:

Tags: CCTV Video, ગુજરાતી સમાચાર, સુરત, સુરતના સમાચાર

આગામી સમાચાર