Home /News /south-gujarat /

સુરત : ઝઘડાની અદાવતમાં Skoda પર પેટ્રોલ છાંટી કાર સળગાવી, ઘટનાનો CCTV Video વાયરલ

સુરત : ઝઘડાની અદાવતમાં Skoda પર પેટ્રોલ છાંટી કાર સળગાવી, ઘટનાનો CCTV Video વાયરલ

ઘટનાનો વીડિયો સોશિલ મીડિયામાં વાયરલ થયો હતો.

સુરતના સચિન વિસ્તારના દીપલી ગામની ઘટના, ઘરના આંગણે પાર્ક કરેલી કારમાં જુઓ કેવી રીતે આગ ચાંપી

સુરતના (Surat) છેવાડે આવેલા સચિન જીઆઇડીસી વિસ્તારના નજીકના દિપલી (Dipli Village) ગામમાં કરવામાં આવેલા હરીશભાઇ નામના યુવકની ગાડીને પેટ્રોલ (Car) નાખીને મોડી રાત્રે સળગાવવાની (Ablaze) ઘટના સામે આવી જજો કે હરીશભાઇ નો ક્રિકેટ રમવા બાબતે યુવક સાથે થયેલ ઝઘડો થયો હતો તેની અદાવત રાખીને તે યુવાન અને તેના પુત્રે પેટ્રોલ નાખ્યો હોવાનો આક્ષેપો કરવામાં આવ્યા છે. જોકે સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં (CCTV Video) કેદ થઈ જતાં સીસીટીવી હવે સોશિયલ મીડિયામાં (Social Media Viral) વાઇરલ થયા છે જ્યારે વાયરલ વીડિયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

બનાવની વિગતો એવી છે કે  સુરતના છેવાડે આવેલા સચિન જીઆઇડીસી ના કાંઠા વિસ્તારમાં આવેલું દીપલી ગામ છે આ ગામમાં ગઈકાલે મોડી રાત્રે હરીશભાઇ નામના યુવકની સ્કોડા કાર ગાડી પાર્ક કરી હતી ત્યારે મોડી રાત્રે બે વ્યક્તિઓ આવ્યા ગાડી પર પેટ્રોલ નાખી ગાડીને સળગાવી નાખવામાં આવી હતી.

આ પણ વાંચો : પંચમહાલ : જીમીરા રિસોર્ટમાં જુગારની પાર્ટીમાં દરોડા, BJP MLA કેસરીસિંહ-મહિલાઓ સહિત 26 ઝડપાયા

જોકે હરીશભાઇ નો એક મહિના પહેલા જ મહોલ્લામાં રહેતા ગિરીશ નામના યુવક સાથે ક્રિકેટ રમવા બાબતે ઝઘડો થયો હતો તે સમયે હરીશભાઇ ગીરીશભાઈ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો આ ઝઘડાની અદાવત રાખીને ગિરીશ અને તેના પુત્રે આ ગાડી સળગાવી નાખવાના આવીશ ભાઈ આક્ષેપો કર્યો હતો



જોકે, બે શખ્પેસો પટ્રોલ રાખી ગાડીને સળગાવે છે તે સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી તેના આધારે આ સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ની સાથે જ સચિન જીઆઇડીસી પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : કચ્છ : NRI કચ્છીઓએ ભુક્કા બોલાવ્યા, કોરોનાકાળમાં પણ બેંકોની થાપણમાં 3,400 કરોડ જેટલો વધારો

બંને પક્ષ અને પિયુષભાઇને છેલ્લા એક મહિનાથી નાની-મોટી બાબતે માથાકૂટ ચાલતી હતી ત્યારે અમદાવતને રાખીને ગીરીશભાઈ ને તેના પુત્રની ગાડી સળગાવી નાખવાના હરીશભાઇ આક્ષેપ કરી રહ્યા છે. પોલીસે ફૂટેજના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

કારની આગ પેટ્રોલ ટેંક સુધી પહોંચી ગઈ હોત તો બ્લાસ્ટ થવાની શકયતા હતી

 આ પણ વાંચો : રાજકોટ : 70 વર્ષના ગોબર બાપાએ ભાગિયાની પત્ની પાસે બિભત્સ માંગણી કરી, મોઢે ડૂમો દઈ કરી હત્યા

ઉલ્લેખીય છે કે આ કાર સળગાવવા આવેલા શખ્સોએ ઉતાવળમાં જેટલું પેટ્રોલ છાંટ્યું તેમાં થોડીવાર સુધી કાર સળગી હતી અને બાદમાં માલિક જાગી જતા તેમણે કારની આગને ઓલવી નાખી હતી પરંતુ તેમના આવતા પહેલાં જો આગ પેટ્રોલ ટેંક સુધી પહોંચી ગઈ હોત તો આ કારમાં બ્લાસ્ટ થવાની શક્યતા હતી અથવા તો મોટી હોનારત પણ સર્જાઈ હોત પરંતુ સદનસીબે સતર્કતાથી આ મામલો આટલેથી જ અટકી ગયો હતો.
Published by:Jay Mishra
First published:

Tags: Gujarati news, Skoda, Surat news, Surat skoda fire video, Surat Videos, સુરત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन