Home /News /south-gujarat /

સુરત : કરૂણ ઘટના! 6 વર્ષના બાળકનું શંકાસ્પદ મોત, માતા છે Corona પોઝિટિવ

સુરત : કરૂણ ઘટના! 6 વર્ષના બાળકનું શંકાસ્પદ મોત, માતા છે Corona પોઝિટિવ

કોરોના વાયરસે બાળકનો ભોગ લીધો હોવાની આશંકા

SMC પ્લાન્ટમાં રહેતા 6 વર્ષના બાળકનું શંકાસ્પદ મોત, શ્રમિક માતાને કોરોના થતા હોસ્પિટલમાં દાખલ, Coroaનો ચેપ લાગ્યો હોવાની પ્રબળ આશંકા

સુરતમાં સતત કોરોના કેસ (Coronavirus cases in surat) મળી રહ્યા છે તે વચ્ચે તંત્ર સતત દોડતું જોવા મળે છે ત્યારે આ વચ્ચે એક બાળકનાં મોત નો મામલો સામે આવતા તંત્રમાં દોડ ધામ મચી જવા પામી છે. કારણકે બે દિવસ પહેલા પાલિકાનાં પ્લાન્ટમાંથી જ કોરોનાનો કેસ મળી આવ્યા હતા. જોકે મરનાર બાળકની માતા પણ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેને સારવાર માટે દાખલ કરવાના 24 કલાકમાં  માસૂમનું મોત નિપજતા તંત્ર સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. જોકે, આ પરિવારના તમામ સભ્યોને તાત્કાલિક કોવિડ-19નો ટેસ્ટ કરાવી લેવા સાથે ની કામગીરી શરૂ કરવામાં આવી છે

સુરતમાં છેલ્લા  કેટલાક દિવસથી કોરોના સક્ર્મણનું પ્રમાણ વધી રહ્યુ છે. તેવામાં તંત્ર ની દોડધામ સતત વધી છે. તેવામાં શંકાસ્પદ કોરોનાને લઇને એક બાળકીના મોતનો મામલો સામે આવતા આરોગ્ય તંત્ર ફરી એકવાર દોડતું થયું છે. જોકે અહીંયા તંત્રની બેદરકારી પણ સામે આવી છે. કારણકે અલથાણ વિસ્તારમાં બે દીવસ પહેલાં આવેલા પાલિકાના પ્લાન્ટમાંથી જ કોરોનાનાં કેસ મળી આવ્યા હતા.

આ પણ વાંચો :  સુરત : મહિલા ગ્રાહકોની હાજરીમાં દુકાનમાં ઘુસી વેપારીને માર્યો ઢોર માર, બનાવ CCTVમાં કેદ

જોકે આ પ્લાન્ટમાં કોરોના પોઝિટિવ આવતા એક મહિલાને સારવાર માટે     હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ પરિવાર મધ્યપ્રદેશથી સુરત મજૂરી કામ ને લઈને આવ્યા હતા, જે 2 મહિના પહેલા સુરત આવ્યા હતા. આ પરિવાર છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા.જોએક મહિલાનો કોરોના પોઝિટિવ આવ્યાના 24 કલાક બાદ આ મહિલાની છ વર્ષીય બાળકને ઉલટી થયા બાદ હોસ્પિટલ લઇ જવામાં આવ્યું હતું.

જોકે આ બાળકને સારવાર મળે તે પહેલા તેનું મોત થયું હતું  બાળકની સવારે ચાર વાગ્યે તબિયત બગડ્યા બાદ 6 વાગ્યે તેને દૂધ પીવડાવ્યુ હતું. ત્યારબાદ ફરી ઉલટી થઈ જતા બાળકને લગભગ 8 વાગે સિવિલ લઈ ગયા હતા અને અહીંયા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જોકે અહીંયા કોરોના કેસ મળ્યા અને તેમાં પણ બાળકની માતા કોરોના પોઝિટિવ આવ્યા બાદ આ બાળકનું મોત થતા સમગ્ર પરિવારને કોરોના ટેસ્ટ કરવા કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : સુરત : 109 દિવસ બાદ કોરોનાના 292 કેસ આવતા તંત્રની ઉંઘ હરામ, SMCએ લીધો મોટો નિર્ણય

આ બાળકનું શકાસ્પદ કોરોનાને લઈને મોત થયાનું અનુમાન છે કારણકે આ બાળક તેની માતાના સંપર્કમાં આવ્યુ હતું જોકે તંત્ર ની બેદરકારીને લઇને બાળકનું મોત થયું છે ત્યારે આ બાળકના મોતને પગલે ફરી એકવાર તંત્ર દોડતું થાય છે

બાઈટ :- સુરેશભાઈ સિગાળ મૃતકના કાકા
Published by:Jay Mishra
First published:

Tags: Coroanvirus, COVID19, Six year old child death in surat, Surat corona deaths, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन