સુરત : સિવિલમાં ઑક્સીજન ખુટી પડતા નવા દર્દીઓને દાખલ ન કરી શકાયા, અનેક 108 પરત ફરી

સુરત : સિવિલમાં ઑક્સીજન ખુટી પડતા નવા દર્દીઓને દાખલ ન કરી શકાયા, અનેક 108 પરત ફરી
સિવિલની બહાર આવતી એમ્બ્યુલન્સને પરત મોકલવામાં આવી હતી

108 માં આવતા દર્દીઓને મુખ્ય ગેટ ઉપરથી પરત કરવામાં આવી રહ્યા છે જેને લઇ દર્દી અને દર્દીનાં સંબંધીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. સાથે જ તંત્ર પણ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે.

  • Share this:
સુરતમાં કોરોનાની (Surat Corona) હાલત દિવસેને દિવસે બગડી રહી છે. તેવામાં ઑક્સીજનની કમીને લઈ આથી સુરત સિવિલ હોસ્પિટલમાં કોરોના ની સારવાર માટે દર્દીઓ લેવાના બંધ કરવામાં આવ્યા છે. 108 માં આવતા દર્દીઓને મુખ્ય ગેટ ઉપરથી પરત કરવામાં આવી રહ્યા છે જેને લઇ દર્દી અને દર્દીનાં સંબંધીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. સાથે જ તંત્ર પણ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે.

સુરતમાં કોરોનાની પરિસ્થિતિ દિવસેને દિવસે બગડી ગઈ છે, ત્યારે ઓક્સિજનની (Oxygen crisis) કમીને લઈ સુરતની સરકારી હૉસ્પિટલોને કે ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવામાં આવતા નથી.આ પણ વાંચો : સુરત : તાપીના પાળેથી મળી આવેલા યુવકના મૃતદેહનું રહસ્ય ઉકેલાયું, હત્યાનો ગુનો નોંધાયો

છેલ્લા બે દિવસથી સિવિલ હૉસ્પિટલનો મુખ્ય ગેટ દર્દીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો ત્યારે ઑક્સીજનની કમી થતા આજ રોજ સિવિલ હૉસ્પિટલના પાછળના ભાગમાં આવેલ કોવીડ હૉસ્પિટલ ખાતે મુખ્ય ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે અને હાલમાં જ તૈયાર કરવામાં આવેલી કિડની હોસ્પિટલ ખાતેના ગેટ ઉપર સિક્યુરિટી મુકી દેવામાં આવી છે.આ ગેટ પરથી સામાન્ય લોકોને એન્ટ્રી આપવામાં આવે છે પણ 108માં કોર્પોરેટ દર્દીઓને આપવામાં આવતી નથી. 108નાં કર્મચારીઓ કોઇ દર્દીને લઇને આવે છે ત્યારે ગેટ પર રોકવામાં આવે છે. આ સ્થિતિમાં 108ંના કર્મચારીઓ સાથે કોરોનાના દર્દી અને તેમના સંબંધીઓ સતત હેરાન પરેશાન થઇ ગયા છે કારણકે દર્દીની હાલત ગંભીર હોવા સાથે તેમની એન્ટ્રીના આપતા તેઓ એક પછી એક હૉસ્પિટલ ફરી રહ્યા છે.

આ પણ વાંચો : જૂનાગઢ : ભરડાવાવ હત્યા કેસ, રાજુની કુહાડીના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ રાણો ડરના માર્યો ગટરમાં છૂપાઈ ગયો હતો

ત્યારે આ કપરી પરિસ્થિતિમાં દર્દીઓ સાથે 108ના કર્મચારીઓ પણ સતત મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે ઑક્સીજનની કમીને લઈ સરકારી હૉસ્પિટલ કરતાં વધુ બદતર હાલત ખાનગી હૉસ્પિટલની થઈ છે ત્યારે હવે સુરતમાં કોરોનાના દર્દીઓ ભગવાન ભરોસે જોવા મળી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમા આ પરિસ્થિતિ સામે શું નિર્ણય લેવાય છે તે જોવું રહ્ય.
Published by:Jay Mishra
First published:April 28, 2021, 18:58 pm

ટૉપ ન્યૂઝ