રાજ્યમાં કાપડ સહિત અનેક ધંધાના નાના વેપારીઓના હાલ-બેહાલ, દુકાનો તો ખૂલી પણ ગ્રાહકી જ નહીં


Updated: June 6, 2020, 3:58 PM IST
રાજ્યમાં કાપડ સહિત અનેક ધંધાના નાના વેપારીઓના હાલ-બેહાલ, દુકાનો તો ખૂલી પણ ગ્રાહકી જ નહીં
લોકડાઉનમાં રાહત આપ્યા બાદ પણ અનેક નાના-મોટા વેપારીઓની હાલત કફોડી જ છે.

વેપાર તો શરૂ કર્યો પરંતુ પરિસ્થિતિ સારી નથી. કોઈ પણ વેપારી હોય તેમને એક જ વાત કેહેવી છે કે, વેપાર છે જ નહીં માખી મારી રહ્યા છીએ.

  • Share this:
અમદાવાદ : દેશમાં એક તરફ કોરોનાની મહામારી છે અને એવામાં સરકારે 1 જૂનથી અનેક ધંધા રોજગારને ખોલવા આદેશ આપ્યા છે. 1 જૂનથી અનેક વેપારીઓ નિયમ સાથે વેપાર તો શરૂ કર્યો પરંતુ પરિસ્થિતિ સારી નથી. કોઈ પણ વેપારી હોય તેમને એક જ વાત કેહેવી છે કે, વેપાર છે જ નહીં માખી મારી રહ્યા છીએ.

શહેરમાં આવેલ ચાંદખેડા વિસ્તારમાં ફર્નિચરના વેપારી વિશાલ જૈન સાથે વાત કરી તો તેમનું કહેવું છે કે, 2 મહિનાથી તો લોક ડાઉન હતું અને જેમાં વેપાર તો બંધ હતો, પરંતુ ત્યાર બાદ પણ હાલત સારી નથી. લોક ડાઉન પેહલા જે રોજનું 50 હજારથી 1 લાખ સુધીનું ટર્ન ઓવર હતું, પરંતુ હાલ 1500-5000 સુધી ધંધો થાય છે. આવીજ હાલત ઇલેકટ્રીકલના વેપારનું છે, જેમાં પણ બિલકુલ 50 ટકા વેપાર થઈ ગયો છે અને રોવાનો વારો આવ્યો છે.

માત્ર આજ વેપાર નહીં પરંતુ સોનાના વેપારીઓની પણ આવી જ હાલત છે. શો રૂમનું ભાડું પણ છેલ્લા 2 મહિનાથી ભરી રહ્યા છે અને લોકડાઉન બાદ પણ વેપાર નથી, માત્ર ખોલવા ખાતર શો રૂમ ખોલી ને બેઠા છે. સાબરમતીના સોનાના વેપારી જીતેન્દ્ર સોનીનું કેહવું છે કે, જો દિવાળી સુધી વેપાર ફરી બેઠો ના થયો તો હાલત ખુબજ કફોડી બની જશે. એક તરફ કોરોનાનો માર બીજી તરફ વેપાર ધંધો ઠપ થઈ ગયો છે.

આવી જ હાલત સુરતમાં પણ જોવા મળી રહી છે. કોરોના વાઇરસને લઇને લોકડાઉન બાદ તંત્ર દ્વારા છૂટછાટ આપતા બે મહિનાથી ઘરે બેસેલ વેપારીઓએ દુકાન તો ખોલી છે પણ ગ્રાહકી નહીં હોવાને લઇને બેકાર બન્યા છે. જોકે બીજી બાજુ કોરોના સતત સુરત કેસ વધી રહિયા છે જેને લઈને વેપારીઓની ચિંતા વધી રહી છે. કરણ કે દુકાનનું ભાડું ચાલુ છે અને આવક નથી તેવામાં સુરતની લગભગ 50 ટકા વસ્તી વતન જતા રહેતા લોકડાઉન ખુલ્યા બાદ પણ બંધ જેવી જ હાલત જોવા મળી રહી છે.

બે મહિનાના લોકડાઉનને લઇને છૂટક બજારનો વેપાર શરૂ થયો, કાપડનો વેપાર કરતા વેપારીઓને મોટું નુકસાન થઈ ગયું છે, ત્યારે તંત્ર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે વેપારી દ્વારા દુકાનો તો ખોલી નાખવામાં આવી છે પણ હાલમાં કોઈ ગ્રાહક આવતા નથી. કારણ કે, શહેરની 50 ટકા વસ્તી તો કોરોનાને લઈ પોતાના વતન તરફ પલાયન કરી ચુકી છે. આ સિવાય દુકાન ખુલવા તંત્ર દ્વારા જે ગાઈડ લાઇન આપવામાં આવી છે, તેમાં 50 ટકા સ્ટાફ સાથે દુકાનો ખોલી છે. એક બાજુ દુકાનનું ભાડુ ચઢી રહ્યુ છે. બીજી બાજુ સતત સુરતમાં કોરોના દર્દી લોકડાઉનમાંમાં છૂટછાટ આપતા વધી રહ્યા છે તેને લઇને લોકોની ચિંતા વધી રહી છે જેને લઇને લોકો હજુ પણ બહાર નથી નીકળી રહ્યા.

જેને પગલે ગ્રાહકી નહીં હોવાને લઇને વેપારીઓ દુકાન તો ખોલે છે, પણ વેપાર થતો નથી, જેને લઇને સાંજ પડતા સમય કરતા વહેલા દુકાન બંધી કરીને પોતાના ઘરે જતા રહે છે. એક સમયે લાખો રૂપિયાનો વેપાર કરનાર વેપારી માત્ર દુકાન ખોલીને બેસી રહેવા સિવાય કોઈ વિકલ નથી, ત્યારે આગામી દિવસ આજ પ્રમાણે વેપારી નહીં થાય તેવું લાગી રહ્યું છે. વેપારીઓને હાલમાં પણ મોટુ નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. આગળ પણ આજ પરિસ્થતિ રહેતો તેમને પોતાનો વેપાર બંધી કરવો પડે તેવું લાગી રહ્યુ છે. શહેરના લોકો સાથે ગ્રામીણ વિસ્તારના લોકો પણ ખરીદી કરવા આવતા હતા પણ કોરોનાની જે રીતે બીક છે તેને લઇને કોઈ નથી આવતું. આમ શહેરમાં આવેલ કાપડના વેપારીઓને હાલ તો રડવાનો વારો આવી રહ્યો છે.
First published: June 6, 2020, 3:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading