સુરતમાં દુકાનદારે કિશોરની આંખમાં ભોંકી દીધું સ્ક્રૂડ્રાઇવર

સુરતમાં દુકાનદારે કિશોરની આંખમાં ભોંકી દીધું સ્ક્રૂડ્રાઇવર
કિશોરની તસવીર

હાલ પોલીસે દુકાનદાર સહિત બેની ધરપકડ કરી લીધી છે.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી: સુરત શહેરમાં ચકચાર મચાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરનાં પાંડેસરા વિસ્તારમાં દુકાનદારે ગુસ્સેભરાઇને 16 વર્ષનાં કિશોરને આંખની નજીકનાં ભાગમાં સ્ક્રુ ડ્રાઇવર ઘુસાડી દીધું હતું. જેના પગલે સ્થાનિકોમાં પણ રોષ છવાઇ ગયો હતો. હાલ પોલીસે દુકાનદાર સહિત બેની ધરપકડ કરી લીધી છે.

  આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરના પાંડેસરા વિસ્તારમાં 16 વર્ષનો યુવક રિપેર કરાવેલો પંખો બરાબર ચાલતો ન હોવાની ફરિયાદ દુકાનદારને કરવા માટે ગયો હતો. ત્યારે દુકાનદાર એકદમ ગુસ્સે થઇ ગયો હતો અને કિશોરની આંખની નજીક દુકાનદારે સ્ક્રુ ડ્રાઇવર ઘુસાડી દીધુ હતું. ઈજાગ્રસ્ત કિશોરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને જોઈ ડોક્ટરો પણ ચોકી ગયા હતા. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ છવાઇ ગયો હતો અને આખી ઘટનાની જાણ પોલીસને કરી હતી.  દુકાનદાર ઇતિહાસ ગુનાહિત છે

  નોંધનીય છે કે દુકાનદારનું નામ ગૌતમ છે અને તે ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેમની સામે હત્યા, જમીન પચાવી પાડવી અને RTI કરી બ્લેક મેઈલ કરવાનાં પણ આરોપ છે. ઇજાગ્રસ્ત કિશોર મૂળ ઓરિસ્સાનો રહેવાશી છે. હાલમાં તે પાંડેસરા હાઉંસીંગમાં રહે છે. હાલમાં પાંડેસરા પોલીસે દુકાનદાર સહિત બે લોકોની ધરપકડ કરી છે.

  થોડા દિવસ પહેલા ભાવનગર શહેરમાં નિષ્ઠુર માતાએ પાંચ વર્ષનાં બાળકને ફુટપટ્ટી વડે બેરહેમીથી માર માર્યો હતો. શહેરનાં સીંધુનગર વિસ્તારમાં રહેતાં પાંચ વર્ષનો બાળક તોફાન કરતો હતો તેથી તેની માતા ગુસ્સે ભરાઇ હતી. આ સગા પુત્રને ફુટપટ્ટીથી માર મારતાં પાડોશી દોડી આવ્યા હતા. માતાની ચુંગાલમાંથી બાળકને છોડાવી તેને હોસ્પીટલ લઇ જવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે માતા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવની જાણ થતા પાડોશીઓ એકત્ર થઇ ગયા હતા અને આ 5 વર્ષના બાળકને સારવાર માટે હોસ્પિટલે ખસેડયો હતો.
  First published:April 15, 2019, 08:52 am

  टॉप स्टोरीज