Home /News /south-gujarat /Russia Ukrain War: સુરતમાં રશિયા-યુક્રેન યુદ્ધની ચર્ચાથી કંટાળેલા દુકાનદારે બોર્ડ લગાવ્યું, સોશિયલ મીડિયામાં થયું વાયરલ

Russia Ukrain War: સુરતમાં રશિયા-યુક્રેન યુદ્ધની ચર્ચાથી કંટાળેલા દુકાનદારે બોર્ડ લગાવ્યું, સોશિયલ મીડિયામાં થયું વાયરલ

કીમ વિસ્તારમાં લગાવેલા આ બોર્ડની ચર્ચા સોશિયલ મીડિયા સુધી પહોંચી ગઇ છે

Russia Ukraine War Viral Board: કીમ વિસ્તારમાં લગાવેલા રશિયા-યુક્રેન યુદ્ધના આ બોર્ડની ચર્ચા સોશિયલ મીડિયા સુધી પહોંચી ગઇ છે અને આ બોર્ડના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે

    રશિયએ યુક્રેન પર હુમલો (Russia Attack Ukraine) કર્યો છે અને આખી દુનિયમાં આ હુમલાની નિંદા થઇ રહી છે. રશિયા-યુક્રેનના યુદ્ધ (Russia Ukrain War) પર આખા વિશ્વની નજર છે ત્યારે તેને લઇ ચર્ચાનું બજાર પણ ગરમ છે. દુનિયાના તમામ સમાચાર પત્રોમાં આ યુદ્ધની તસવીરો અને વીડિયો વાયરલ (Viral Video) થઇ રહ્યા છે. ત્યારે સામાન્ય લોકો પણ આ યુદ્ધ વિશે વધુને વધુ જાણવા તત્પર બન્યા છે અને જે લોકો આ યુદ્ધ વિશે સોશિયલ મીડિયા દ્વારા જાણકારી મેળવી રહ્યા છે તેઓ આ વિશે ચર્ચા પણ કરી રહ્યા છે. જોકે આ ચર્ચાથી કંટાળી સુરતના કીમ વિસ્તારના એક દુકાનદાર તંગ આવી ગયા છે અને આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ લગાવવા માટે તેણે પોતાની દુકાનની બહાર રશિયા-યુક્રેન યુદ્ધની ચર્ચા (Discussion of Russia-Ukraine war)ન કરવા માટે એક બોર્ડ પણ લગાવી દીધુ છે.

    સુરત (Surat)ના કીમ વિસ્તારમાં આવેલી એક દુકાનના માલિકે રશિયા-યુક્રેન યુદ્ધની ચર્ચાથી ત્રાસી જતા દુકાનની બહાર બોર્ડ મારી દીધુ છે. આ બોર્ડમાં દુકાનદારે લખ્યું છે- " અહીંયા કાઉન્ટર પાસે ઉભા રહીને યુદ્ધની વાતો કરવી નહીં.". આ બોર્ડ લગાવવા પાછળ દુકાનદારનું કહેવું છે કે, દુકાન પર આવતા ગ્રાહકો કલાકો સુધી રસિયા-યુક્રેન યુદ્ધની વાતો કર્યા કરે છે. જેમા લોકો યુક્રેન અને રશિયાએ શુ કરવું જોઈએ એની સલાહો આપ્યા કરે છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી થતી આ વાતોથી કંટાળી દુકાનદારે બોર્ડ માર્યું હોવાનું જણાવ્યુ હતું.

    દુકાન પર આવતા ગ્રાહકો કલાકો સુધી રસિયા-યુક્રેન યુદ્ધની વાતો કર્યા કરે છે.


    તમને જણાવી દઇએ કે, કીમ વિસ્તારમાં લગાવેલા આ બોર્ડની ચર્ચા સોશિયલ મીડિયા સુધી પહોંચી ગઇ છે અને આ બોર્ડના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે જેના પર યૂઝર્સ પોતાના પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. સોશિયલ મીડિયામાં યુદ્ધની સાથે આ બોર્ડની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. સાથે જ લોકો આ ફોટો પર મિમ પણ બનાવી રહ્યા છે.

    આ પણ વાંચો- Amul Milk Price hike: અમૂલ દૂધમાં લિટરે બે રૂપિયાનો ભાવ વધારો, 1 માર્ચથી નવી કિંમતો લાગુ થશે

    ઉલ્લેખનિય છે કે, રશિયા અને યુક્રેન (Russia-Ukraine) વચ્ચે યુદ્ધ અટકશે કે નહીં તે આજે નક્કી થઈ શકે છે. આજે બેલારુસમાં રશિયા અને યૂક્રેન વચ્ચે વાતચીત થવાની છે. ભારતીય સમય અનુસાર આ બેઠક બપોરે 3.30 કલાક બાદ યોજાશે. બેલારુસના વિદેશ મંત્રાલયે એક ફોટો ટ્વીટ કરીને માહિતી આપી છે કે, રશિયા યુક્રેનની બેઠક યોજવા માટે મંચ તૈયાર કરવામાં આવ્યો છે. હવે માત્ર બંને દેશોના પ્રતિનિધિમંડળની રાહ જોવાઈ રહી છે.

    આ પણ વાંચો- શું યુદ્ધ પુરું થશે? બેલારુસમાં થશે Russia Ukraine વચ્ચે ઐતિહાસિક મંત્રણા

    અમેરિકી ગુપ્તચર અધિકારીઓનું માનવું છે કે, જો મંત્રણા પાટા પર નહીં જાય તો બેલારુસ આ લડાઈમાં કૂદી શકે છે. અત્યાર સુધીની સ્થિતિ એવી છે કે, રશિયા આ યુદ્ધને જેટલું સરળ માની રહ્યુ હતું તેટલું સરળ નથી. રશિયન સૈનિકોને યૂક્રેન તરફથી આકરી સ્પર્ધા મળી રહી છે. રશિયા હજુ સુધી યૂક્રેનની રાજધાની કીવને નિયંત્રિત કરવામાં સક્ષમ નથી.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Gujarati news, Russia and Ukraine War, Russia ukrain crisis, Russia ukraine news, Russia war with ukraine, Russia-Ukraine Conflict, Surat news, Viral news

    विज्ञापन
    विज्ञापन