સુરત: 500 રૂપિયાની ઉધારી ન ચુકવનાર ગ્રાહકને દુકાનદારે ધોઈ નાખ્યો, Live મારામારી Videoમાં કેદ

સુરત: 500 રૂપિયાની ઉધારી ન ચુકવનાર ગ્રાહકને દુકાનદારે ધોઈ નાખ્યો, Live મારામારી Videoમાં કેદ
સીસીટીવી તસવીર

શહેરમાં જાહેરમાં મારામારીની ઘટના જાણે સામાન્ય બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. લોકોને પોલીસનો જરા પણ ડર રહ્યો નથી

  • Share this:
સુરત : શહેરમાં જાહેરમાં મારામારીની ઘટના જાણે સામાન્ય બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. લોકોને પોલીસનો જરા પણ ડર રહ્યો નથી. રસ્તા વચ્ચે નજીવી બાબતમાં બોલાચાલી અને મારમારી શરૂ કરી દેવામાં આવી રહી છે. આજે વધુ એક મારમારીની ઘટના સુરતના સચિન વિસ્તારમાંથી સામે આવી છે. જેમાં દુકારનદારે ઉધારી ચઢેલા પૈસા ગ્રાહક પાસે માંગતા ગ્રાહકે પૈસા આપવાની ના પાડતા દુકાનદારે ગ્રાહને દુકાનમાંથી બહાર કાઢી ઢોર માર્યો છે. મારામારીની લાઈઇવ ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

સુરતના સચિન વિસ્તારમાં એક ચાની લારી પર 5થી 6 લોકો એક વ્યક્તિને માર મારતા હોવાના સીસીટીવી સોસીયલ મીડિયા વાઇરલ થયા છે. 20 દિવસ પહેલા ચા-નાસ્તાનો વેપાર શરૂ કરનાર યુવાનને ત્યાં એક ગ્રાહકે થોડા દિવસ ઉધારીમાં ચા પીધી, આ ગ્રાહક પાસે 500 રૂપિયા ચાના માંગતા ગ્રાહકે કહ્યું, અત્યારે નથી. તેવું કહેતા લારી વાળાએ પોતાના મિત્રો સાથે ભેગા મળી ગ્રાહકને ઢોર માર માર્યાની ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે શરૂ કરી તપાસ.સુરતના સૌથી પોશ વિસ્તારમાં લબરમૂછીયાઓની બેટ દ્વારા Live મારામારી, Video વાયરલ

સુરતના સૌથી પોશ વિસ્તારમાં લબરમૂછીયાઓની બેટ દ્વારા Live મારામારી, Video વાયરલ

મૂળ ઉત્તર પ્રદેશના અલ્લાહબાદના રહેવાસી અને હાલમાં સચિન ખાતે આવેલા સાંઈનાથ સોસાયટી નજીક રહેતો અને ઘર નજીક સત્યમ, શિવમ, સુંદરમના નામે ચા - નાસ્તાનું વેચાણ કરી ચાર બાળકો સાથે પરિવારનું ગુજરાન ચલાવતા રામદેવ દ્વારા લોકડાઉન બાદ નોકરી છૂટી જતા 20 દિવસ પહેલા વેપાર શરૂ કર્યો હતો.

સુરત: રસ્તા વચ્ચે રમખાણ, રીક્ષા અને ટેમ્પો ચાલક વચ્ચે Live મારામારી Videoમાં કેદ

સુરત: રસ્તા વચ્ચે રમખાણ, રીક્ષા અને ટેમ્પો ચાલક વચ્ચે Live મારામારી Videoમાં કેદ

પરિચિત ગ્રાહકો ઉધાર ચા-નાસ્તો કરી એક-બે દિવસમાં રૂપિયા આપી દેતા હતા. જોકે રામદેવ નામના પરિચિત વ્યક્તિ પાસે બાકી નીકળતા 500ની માંગ કરતા ગ્રાહકે હાલમાં રૂપિયા નથી તેવું કહેતા ચાની લારી ચલાવતા રામદેવે પહેલાં ગાળા ગાળી શરૂ કરી દીધી હતી અને ત્યાર બાદ રામદેવે એના માણસો બોલાવી ગ્રાહક ઉપર હુમલો કરી દીધો હતો.

સુરત: રીક્ષા ચાલક અને માથા ફરેલ પેસેન્જર વચ્ચે મારામારી, Video વાયરલ

સુરત: રીક્ષા ચાલક અને માથા ફરેલ પેસેન્જર વચ્ચે મારામારી, Video વાયરલ

દુકાનમાંથી બહાર કાઢી જાહેરમાં કપડા ફાડી ઢોરની જેમ માર માર્યો હતો. આ બાબતે લોકો ભેગા થઈ જતા હુમલાખોરો ભાગી ગયા હતા. જોકે 5થી 6 લોકો માર મારતા ગ્રાહકને શરીરે ગંભીર ઇજા થતાં ગ્રાહકને લોકોએ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આ ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી અને આ સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઇરલ થતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.સુરતમાં હમણાં જ રસ્તા પર જાહેરમાં મારામારી બે ઘટનાઓ તાજેતરમાં સામે આવી હતી, જેમાં એક ઘટના રિક્ષા ચાલક અને ટેમ્પોચાલક વચ્ચેની હતી. તો બીજી ઘટના રીક્ષા ચાલક અને મુસાફર વચ્ચેની હતી, આ ઘટનામાં રીક્ષાના ભાડાને લઈ ગ્રાહક અને રીક્ષા ચાલક વચ્ચે માથાકૂટ મારામારીમાં પર આવી ગઈ હતી.
Published by:kiran mehta
First published:October 17, 2020, 15:24 pm

ટૉપ ન્યૂઝ