સુરતઃ હત્યાના આરોપીઓની ધમકીથી કંટાળી દુકાનદારનો આપઘાતનો પ્રયાસ

સુરતના લીબાયત વિસ્તારમાં બે દિવસ પહેલા વિધાર્થી સાહિલ જોશીની હત્યા હતી. જોકે હત્યાની ઘટના મહાકાલ પાન સેન્ટરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.

News18 Gujarati
Updated: September 14, 2019, 7:58 AM IST
સુરતઃ હત્યાના આરોપીઓની ધમકીથી કંટાળી દુકાનદારનો આપઘાતનો પ્રયાસ
દુકાનદારની તસવીર
News18 Gujarati
Updated: September 14, 2019, 7:58 AM IST
કિર્તેશ પટેલ, સુરતઃ સુરતના (Surat)ગોડાદરામાં સાહિલ જોશી નામના કિશોરની થયેલી હત્યાની તપાસ કેસમાં પાન સેન્ટરના માલિક પાસેથી પોલીસ સીસીટીવી(CCTV)નું ડીવીઆર (DVR) પુરાવા અને તપાસ માટે લઈ ગઈ હતી. જેથી પાન સેન્ટરના માલિકને આરોપીઓ દ્વારા ધમકી અપાઈ હતી. જેથી પાન સેન્ટરના માલિકે ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે સુરતના લીબાયત વિસ્તારમાં બે દિવસ પહેલા વિધાર્થી સાહિલ જોશીની હત્યા હતી. જોકે હત્યાની ઘટના મહાકાલ પાન સેન્ટરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. પોલીસે આ સીસીવીટીનો પુરાવા તરીકે ઉપયોગ કર્યો છે. જેના પલલે પુરાવારનું ડીવીઆર પોલીસ (Police) દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું.

આ મામલે પોલીસ ડીવીઆર લઈ જતાં આરોપીઓ દ્વારા કિરણ રાવને ધમકીઓ આપવામાં આવતી હતી. ગણેશ વિસર્જનના દિવસે બપોરના સમયે મહાકાલ પાન સેન્ટરના માલિક કિરણ રાવને ધમકી મળી હતી. જેમાં આરોપીઓએ કિરણ રાવને તેના પરિવાર સાથે નુકસાન પહોંચાડવાની વાત કરી હતી.

આ પણ વાંચોઃ-સુરતઃ જમીનનો કબજો લેવા અસામાજિક તત્વોએ દરગાહ તોડી, ચાર આરોપીની ધરપકડ

આ અંગે કિરણ રાવના સભ્યોએ કહ્યું હતું કે, કિરણ તમામ વાતો માતાને કરતો પોલીસ મદદ બે વાર મંગાઈ હતી. પરંતુ પોલીસની મદદ ન મળતાં આખરે તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જેથી ગોડાદરા લોકેશનની 108 એમ્બ્યુલન્સ મારફતે કિરણ રાવને સારવાર અર્થે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.હાલ કિરણ રાવની સ્થિતિ સ્થિર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
First published: September 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...