સુરત : પૈસાની લેતીદેતીમાં દુકાનદાર પર હુમલો, બે શખ્સોએ માર્યો ઢોર માર, ઘટના CCTVમાં કેદ

સુરત : પૈસાની લેતીદેતીમાં દુકાનદાર પર હુમલો, બે શખ્સોએ માર્યો ઢોર માર, ઘટના CCTVમાં કેદ
કીમ હુમલામાં ઘાયલ વ્યકિત

ઉછીના આપેલા પૈસીની ઉઘરાણી બાબતે પાનની દુકાન ચલાવતા યુવક પર હુમલો, ઘટનાના સીસીટી સામે આવ્યા

  • Share this:
    કેતન પટેલ, સુરત : કીમની મેઇન બજારમાં મારામારીની ઘટના સાે આવી છે. આ બજારમાં વેપારી પર હીચકારો હુમલો કરવામાં આવ્યો હતો. બે શખ્સોએ એક વેપારીને દુકાનમાંથી ખેંચી અને ઢોર માર માર્યો હતો. આ ઘટનાના સીસીટીવી દૃશ્યો સામે આવ્યા છે.પાનના દુકાનદારે ઉછીના લીધેલા પૈસા પરત ન આપ્યા હોય બે શખ્સો તેની ઉઘરાણીએ આવેલા હતા. જોકે, સામાન્ય બોલાચાલીમાં આ શખ્સોએ વેપારીને દુકાનમાંથી ખેંચી અને ઢોર માર માર્યો હતો.

    બનાવની વિગતો મુજબ કીમ મેઈન બજારમાં પાનની દુકાન ચલાવતા દુકાનદારને તું ઉછીના પૈસા કેમ નથી આપતો એમ કહીં બે યુવકે મારમારતા કીમ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.આ અંગે જાણવા મળતી વિગત મુજબ કીમ મેઈન બજારમાં ફરીયાદી સુનિલ ગલવદાસ મેઘવાણી (રહે કૃષ્ણકુંજ સોસાયટી કીમ-મૂળદ રોડ) જેઓ પાનની દુકાન ચલાવે છે. ત્યારે તેઓ પાનની દુકાન ઉપર હોઈ ત્યારે દિલીપ પ્રકાશભાઈ પ્રચવાણી અને નરેશભાઈ પ્રકાશ પ્રચવાણી (રહે, ત્રિવેણી કોમ્પ્લેક્સ, ભાથીજી મંદિર)નાઓ દુકાને આવી ઉછીના આપેલ પૈસાની માંગણી કરતા બોલાચાલી થઈ હતી.




    જે બાદ દુકાનદારને "તું અમારા ઉછીના પૈસા કેમ નથી આપતો" કહી બોચી, માથા અને ખભાના ભાગે તેમજ શરીર પર ઢીક્કા મુક્કીનો માર મારી મા-બહેનની ગાળો આપી હતી. તું પૈસા નહિ આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી દુકાનનો સમાન વેરવિખેર કરી પાંચસો રૂપિયાનું નુકશાન કર્યું હતું. ઘટનાના પગલે વેપારીઓ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ફરિયાદ લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


    લિંબાયતમાં પરિણીતા પાસે 3 લાખ દહેજ માંગી ઘરમાંથી કાઢી મુકી


    લિંબાયત વિસ્તારમાં રહેતી અને જાલવા ગામ ખાતે સાસરીમાં રહેતી પરિણીતાને તેના સાસરીયાઓએ રૂપિયા 3 લાખના દહેજ માટે ઘરમાંથી કાઢી મુકી હતી
    પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પરિણીતાઍ ગઈકાલે તેના પતિ સુશીલ ચુડામણ પાટીલ, સસરા ચુડામણ પાટીલ, સાસુ માલુબેન અને દિયર સ્વપનીલ (રહે, જાલવા ગામ) સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે આરોપીઍ એકબીજાની મદદથી દહેજમાં રૂપિયા ૩ લાખની માંગણી કરી શારીરીક માનસીક ત્રાસ આપી મારઝુ઼ડ કરતા હતા. તેમજ સુશીલે તેના પિતાને ફોન કરી ઘરે બોલાવી મારે તમારી દીકરી સાથે નથી રહેવુ તેમ કરી ઘરમાંથી કાઢી મુકી હતી અને ફરીથી અમારા ઘરે આવશે તો જાનથી મારી નાખીશું હોવાની ધમકી આપી હતી.
    Published by:Jay Mishra
    First published:November 24, 2020, 22:30 pm

    ટૉપ ન્યૂઝ