સુરતમાં (Surat) છેલ્લા કેટલા સમયથી અસામાજિક તત્વો બેકાબુ બન્યા છે ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ એક દુકાનમાંઅસામાજિક તત્વોએ દુકાનમાં પ્રવેશ કરી તોડતોડ કરી હતી. જોકે સમગ્ર ઘટના સીસીટીવીમા (CCTV) કેદ થયા બાદ દુકાન માલિકે આ અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ કરવા જતા પોલીસે (Police) દુકાનદારની ફરિયાદ લેવાની જગ્યા પર અસામાજિક તત્વોની ફરિયાદ લઈને દુકાન માલિક પર કાર્યવાહી કરતા વિવાદ ઊભો થયો છે.
ગુજરાતનું સુરત એક એવું શહેર છે અહીંયા તમામ વસ્તુનો વિક્સ ઝડપથી રહ્યો છે ત્યારે આ ઝડથી વિકસી રહેલા શહેરમાં પોલીસ અને કાયદાની બીક લોકોને રહી નથી તેવું લાગી રહ્યું છે. કારણકે અહીંયા છાસવારે અસામાજિક તત્વો બેફામ બનતા હોય છે. ત્યારે ગતરોજ સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશ વિસ્તારમાં આવેલ એક દુકાનમાં કેટલાક અસામાજિક તતવો દુકાનમાં પ્રેવેશ કરી દુકાન માલિકને માર મારવા સાથે તેની દુકાનમાં તોડફોડ કરી હતી.
આ પણ વાંચો : સુરત : મહિલા ASIની છેડતી કરનાર ઝડપાયો, 31stએ કહ્યું હતું, 'એ મસ્ત આઇટમ તું કેસી હે'
જોકે દુકાન માલિકે પોતાના બચાવમાં એક લાકડી ઉઠાવી અઅસામાજિક તત્વોનો વિરોધ કર્યો હતો. જોકે આ સમગ્ર ઘટના બાદ પોલીસે દુકાનદારે ફરિયાદ લેવાની જગ્યા પર અસામાજિક તત્વોની ફરિયાદ લઇને દુકાન માલિક વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા, ત્યારે પોલીસને ખ્યાલ આવ્યો કે આ અસામાજિક તત્વો ગુનેગાર છે. જોકે પોલીસે અસામાજિક તત્વોના ખોળે બેસેલી હોવાને લઇને દુકાનદાર વિરુદ્ધ કાર્યવાહી કરી વિવાદમાં આવી ગઈ હતી. જોકે અહીંયા ઉલ્ટા ચોર કોટ વાલકો ડાંટે તેવો ઘાટ દુકાન મલિક સાથે થયો હતો.
આ પણ વાંચો : સુરત : OYO રૂમમાં પ્રેમી સાથે ગયેલી યુવતીનું રહસ્યમય મોત, ન્યૂ યરની ઊજવણી કરી સૂતા પછી ઊઠી નહીં!
એક તો નુકસાન અને તેમાં પણ માર ખાધા પછી પોલીસે ગુનેગાર બનાવી દેતા સમગ્ર વિસ્તારમાં પોલીસ સામે લોકોનો ગુસ્સો ફૂટી રહ્યો હતો જોકે પોલીસ આવી કામગીરી ને લઇને અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે કે પોલીસે આવા લોકો છાવરી રહી છે જેને લઇને ગુનાખોરી સતત વધી રહી છે.