સુરતની શરમજનક ઘટના! દૂધ લેવા જતી મેનેજરની પત્નીને રોમિયોએ કર્યા ગંદા ઈશારા, હાથ પકડી ચીઠ્ઠી પકડાવી

સુરતની શરમજનક ઘટના! દૂધ લેવા જતી મેનેજરની પત્નીને રોમિયોએ કર્યા ગંદા ઈશારા, હાથ પકડી ચીઠ્ઠી પકડાવી
પ્રતિકાત્મક તસવીર

સોસાયટીના ગેટ પાસે બાઈક પર આવી છીછીછ છીછીછ ઈશારા કરી ઍક ચીઠ્ઠી બતાવી હાથ પકડી લઈ મોબાઈલ નંબર છે લઈ લે.

  • Share this:
સુરતઃ શહેરમાં રોડ રોમિયોનો આંતક વધતો જતો હોય એમ છાસવારે રોમિયોગીરીની (Romiogiri) ઘટનાઓ સામે આવતી રહે છે. આવી જ એક ઘટના સુરતના પુણાગામ વિસ્તારમાં બની હતી. પુણાગામ કેનાલ રોડ વિસ્તારમાં રહેતી પરિણીતા રોજ સાંજે દૂધ લેવા માટે જતી હતી તે વખતે રોમિયો દ્વારા તેને જાઈને ઈશારા કરતો હતો. તેમજ તેમજ છીછીછ છીછીછ ઈશારા કરી તેનો હાથ પકડી બળજબરી મોબાઈલ નંબર લખેલી ચીઠ્ઠી પકડાવી છેડતી (woman molistation) કરતો હતો. પોલીસે પરિણીતાની ફરિયાદ (police complaint) લઈ રોમિયો સામે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.

સુરતના પુણાગામ કેનાલ રોડ વિસ્તારમાં રહેતા અને કતારગામમાં હીરાની ફેકટરીમાં મેનેજરની 26 વર્ષીય પરિણીતાનો છેલ્લા ત્રણેક દિવસથી રોજ સાંજે  ચાલતી ચાલતી દૂધ લેવા માટે જાય ત્યારે હિતેષ ભુપત વાળા (ઉ.વ.28,રહે, બાલમુકુંદ સોસાયટી પુણાગામ) તેનો પીછો કરી ઍકધારો જાયા કરે છે અને તેને સ્માઈલ આપતો હતો.દરમિયાન ગત તા 16મીના રોજ પરિણીતા તેના રોજના નિત્યક્રમ પ્રમાણે સાંજે પાંચ વાગ્યે દૂધ લઈને પરત ઘરે જતી હતી તે વખતે હિતેષ વાળાએ હાથી ઈશારા કરી હસવા લાગ્યો હતો. જાકે ત્યાં ઘણા લોકો બેઠા હોવાથી પરિણીતાઍ તેની બદમાની થવાનો ડર હોવાથી કોઈને વાત નહી કરી ઘરે આવી ગઈ હતી.

આ પણ વાંચોઃ-સુરતઃ ઘરનો દરવાજો ખુલ્લો મૂકી પાળતુ કૂતરાને ફરવા લઈ જવું ભારે પડ્યું, ઘરે આવી જોયું તો રોવાનો વારો આવ્યો

દરમિયાન બીજા દિવસે ઍટલે તા.17મીના રોજ સાંજે ઘરે મહેમાન આવતા પરિણીતા દૂધ લેવા માટે મોડુ થતા સાંજે સાડા છ વાગ્યે દૂધ લેવા માટે નીકળી હતી ત્યારે હિતેષે તેની જગ્યા પર દેખાયો ન હતો. અને પરિણીતા દૂધ લઈને ઘરે જવા માટે નિકળી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદ: 'સાહેબ જલ્દી પોલીસ મોકલો અહીં ગરબા રમાય છે' જેવા ઢગલાબંધ ફેક મેસેજથી પોલીસની થઈ ઊંઘ હરામ

આ પણ વાંચોઃ-ધારીના ભાજપના ઉમેદવાર જે વી કાકડીયાની સુરતની સભામાં ફેંકાયા ઈંડા, ફેંકનાર યુવક કોણ? જુઓ video

સોસાયટીના ગેટ પાસે બાઈક પર આવી છીછીછ છીછીછ ઈશારા કરી ઍક ચીઠ્ઠી બતાવી હાથ પકડી લઈ મોબાઈલ નંબર છે લઈ લે તેમ કહેવા લાગ્યો હતો. પરિણીતા ગભરાઈ ગઈ હતી. અને ગભરાયેલી પરિણીતાએ હાથ છોડાવી ઘરે ચાલી ગઈ હતી.હિતેષની આવી સતત હરકતોથી કંટાળીને પરિણીતાએ આ અંગે પતિને જાણ કરી ત્રણેક દિવસ હેરાન કરતો હોવાની વાત કરી હતી. પત્નીની વાત જાણી પતિ ચોંકી ગયો હતો. અને રોમિયોને પાઠ ભણાવવા માટે પોલીસને જાણ કરી હતી. જોકે, પોલીસે પરિણીતાની ફરિયાદ લઈ રોમિયો હિતેષ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Published by:ankit patel
First published:October 19, 2020, 15:35 pm

ટૉપ ન્યૂઝ