સુરતમાં શરમજનક ઘટના: 9 વર્ષની બાળકી સાથે પાડોશી યુવકે આચર્યું દુષ્કર્મ

સુરતમાં શરમજનક ઘટના:  9 વર્ષની બાળકી સાથે પાડોશી યુવકે આચર્યું દુષ્કર્મ
પ્રતિકાત્મક તસવીર

પડોશમાં રહેતા અજય કાન્જી દેવીપૂજક નામનો યુવાન આ બાળકીને લલચાવીને પોતાના મકાનમાં લઇ ગયો અને...

  • Share this:
સુરત : રાજ્ય સહિત દેશભરમાં મહિલાઓની સુરક્ષાને લઈ રોજે-રોજ વિવાદ ઉભો થઈ રહ્યો છે. સરકાર દ્વારા મહિલાઓ અને બાળકીઓ સુરક્ષિત હોવાની વાતો કરવામાં આવી રહી છે. આ મામલે કાયદામાં કડક જોગવાઈ કરવામાં આવી છે, તેમ છતા નરાધમો નાની બાળકીને પણ હવસનો શિકાર બનાવતા અચકાતા નથી. સુરતમાં ફરી એકવાર આવી શરમજનક ઘટના સામે આવી છે. જેમાં 9 વર્ષની બાળકીને પાડોશી યુવકે પીંખી નાખી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતને શરમસાર કરવાની વધુ એક ઘટના સામે આવી છે. અહીંયા એક 9 વર્ષની બાળકીને પાડોસી યુવાન બહેકાવી ફોસલાવી પોતાના મકાનમાં લઇ ગયો, ત્યારબાદ તેની સાથે શારીરિક છેડછાડ કરી તેની પર દુષ્કર્મ આચરી બાકીને મૂકીને ભાગી છૂટ્યાં હતો. જોકે બાળકીએ સમગ્ર ઘટના પોતાના પરિવારને કહેતા પોડોશી યુવક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.સુરત: લગ્નના ત્રણ વર્ષે પણ શારીરિક સંબંધ ન રાખતો, પતિનું વોટ્સઅપ જોતા પરિણીતાના હોશ ઉડ્યા

સુરત: લગ્નના ત્રણ વર્ષે પણ શારીરિક સંબંધ ન રાખતો, પતિનું વોટ્સઅપ જોતા પરિણીતાના હોશ ઉડ્યા

સુરત જાણે ગુનાખોરી સતત વધી રહી છે, તેવામાં વધુ એક સુરતની સુરત બગાડતી ઘટના સામે આવી છે. સુરતના અમરોડી વિસ્તારમાં આવેલ એક આવસ ખાતે રહેતા અને મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારની 9 વર્ષિય બાળકી ઘર પાસે રમી રહી હતી, ત્યારે પડોશમાં રહેતા અજય કાન્જી દેવીપૂજક નામનો યુવાન આ બાળકીને લલચાવીને પોતાના મકાનમાં લઇ ગયો હતો અને તેની સાથે પહેલા શારીરિક અડપલા કર્યા અને તેની પર દુષ્કર્મ આચર્યું હતું.

નવસારી: ફોટો પડાવવાના શોખીન યુવકોને કાળ ભેટી ગયો, અકસ્માતમાં પટેલ પરિવારના 3 યુવકના મોત

નવસારી: ફોટો પડાવવાના શોખીન યુવકોને કાળ ભેટી ગયો, અકસ્માતમાં પટેલ પરિવારના 3 યુવકના મોત

જોકે આ યુવાન દ્વારા બાળકીના ગુપ્ત ભાગમાં આંગળીયો નાખતા બાળકીને દુખાવો થતા બાળકીએ બુમાબુમ કરી હતી, જેને લઈને આ યુવાન બાળકીને ત્યાંજ મૂકીને ભાગી છૂટ્યો હતો. જોકે બાળકીનો પરિવાર તાતકાલિક દોડી આવતા બાળકીએ પોતાની સાથે બનેલી સમગ્ર ઘટના પરિવારને કહેતા બાળકીની માતાએ તાત્કાલીક આ યુવક વિરુદ્ધ ફરિયાદ કરવા આમરોલ પોલીસ મથકે દોડી ગઈ હતી અને ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીને પકડી પાડવાની કવાયત હાથ ધરી છે.
Published by:kiran mehta
First published:November 18, 2020, 17:49 pm

ટૉપ ન્યૂઝ