સુરત : લૉકડાઉનમાં તસ્કરોને ફાવતું મળ્યું, 10 દિવસમાં ચોરીનાં સાત બનાવ નોંધાયાં


Updated: May 28, 2020, 4:27 PM IST
સુરત : લૉકડાઉનમાં તસ્કરોને ફાવતું મળ્યું, 10 દિવસમાં ચોરીનાં સાત બનાવ નોંધાયાં
સીસીટીવીમાં કેદ ચોર.

સુરતમાં ચોરીની ઘટનાના સીસીટીવી : ચોર પંખા, કેબલ, ટીવી, સેટટોપ બોક્સ અને અન્ય સામગ્રીની ચોરી ગયા.

  • Share this:
સુરત : કોરોના વાયરસ (Coronavirus)ને લઈને હાલ લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ઔદ્યોગિત વિસ્તાર (Surat Industrial Area)માં શ્રમિકો વતન જતા રહ્યા છે. હવે આ જ વિસ્તારમાં રહેતા શ્રમિકો ચોરીના રવાડે ચઢી ગયા હોવાના બનાવો સામે આવતા રહે છે. છેલ્લા 10 દિવસમાં ચોરીની સાત ઘટના બની ચૂકી છે. પંખા, કેબલ, ટીવી, સેટટોપ બોક્સ અને અન્ય સામગ્રીની ચોરીની ઘટના સામે આવી છે. આવી એક ચોરીની ઘટના સીસીટીવી (CCTV)માં કેદ થતા પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે.

કોરોના વાયરસને લઈને એક બાજુ લૉકડાઉન ચાલે છે ત્યારે શ્રમિકોએ ઉદ્યોગ બંધ હોવાને લઇને પોતાના વતન તરફ દોટ મૂકી રહ્યા છે. સરકાર દ્વારા વેપાર ઉદ્યોગ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ શ્રમિકો વતન જતા રહેતા આ ઉદ્યોગો શરૂ થાય તેવી શક્યતા નથી. આ દરમિયાન ઉદ્યોગોમાં ચોરીની ઘટના સામે આવી રહી છે.

આ પણ વાંચો : અમદાવાદ : ચોરીનો આરોપ મૂકનારી મહિલાની હત્યા કરી લાશ કૂવામાં ફેંકી દીધી

બેકાર બનેલા શ્રમિકો હવે ચોરીની ઘટનાને અંજામ આપતા હોય તેવું લાગી રહ્યુ છે. છેલ્લા 10 દિવસમાં 7 જેટલી ચોરીની ઘટનાઓ પાંડેસરા વિસ્તારમાં સામે આવી છે. આવી જ એક ઘટના પાંડેસરા જીઆઈડીસીમાં સીસીટીવીમાં કેદ થઈ છે. અહીં પ્રેમચંદભાઈ જોબ વર્ક પર ડાઈગ પ્રિન્ટિંગ કરી આપવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના ખાતામાં ગત 26મીના રોજ ચોરીની ઘટના બની હતી. અહીંયા ચોરી કરવા આવેલા ચોર ખાતામાંથી પંખા, કેબલ, ટીવી, સેટટોપ બોક્સ અને અન્ય સામગ્રીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

પ્રેમચંદભાઈને આશંકા છે કે બેકાર બનેલા શ્રમિક લોકો ચોરી કરી રહ્યા છે. આ મામલે તેમણે તાત્કાલિક પોલીસ મથકે પોલીસને સીસીટીવી આપીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે વધારે તપાસ શરૂ કરી છે.
 

 
First published: May 28, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading