સુરતઃ નોકરો રાખતા માલિકો ચેતજો! આંજણા ફાર્મમાં આવેલા ખાતામાંથી ત્રણ નોકરોએ લાખોની મતાની કરી ચોરી


Updated: October 26, 2020, 4:21 PM IST
સુરતઃ નોકરો રાખતા માલિકો ચેતજો! આંજણા ફાર્મમાં આવેલા ખાતામાંથી ત્રણ નોકરોએ લાખોની મતાની કરી ચોરી
પ્રતિકાત્મક તસવીર

આંજણા ફાર્મ જય ઈન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટ અને જય આનંદ સોસાયટીમાં આવેલા ખાતામાંથી નોકર તેમજ પાર્સલ ઉચકવાનું કરતા મજૂરે સાગરીતો સાથે મળીને ખાતામાંથી લાખો રૂપિયાની મતાની ચોરી કરી હતી.

  • Share this:
સુરતઃ શહેરમાં નોકરો રાખતા વેપારીઓ અને માલિકોએ ચેતવાની જરૂર હોય એવું લાગી રહ્યું છે. કારણ કે અત્યારે નોકરો દ્વારા ચોરીઓ કરવાની ઘટના વધતી જાય છે. છેલ્લા કેટલાક દિવસમાં નોકરો દ્વાર (Servants theft) ચોરીઓ કરવાની કેટલીક ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે ત્યારે આવી જ એક વધુ ઘટના સુરતમાં (letest crime news of surat) બની છે. આંજણા ફાર્મ જય ઈન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટ અને જય આનંદ સોસાયટીમાં આવેલા ખાતામાંથી નોકર તેમજ પાર્સલ ઉચકવાનું કરતા મજૂરે સાગરીતો સાથે મળીને ખાતામાંથી યાર્ન અને સાડી મળી કુલ રૂપિયા 1.45 લાખના મતાની ચોરી કરી હોવાની ફરિયાદ પોલીસમાં (police complaint) નોધાઈ છે.

કાપડના વેપારીના ત્યાં નોકરઓએ હાથસાફ કર્યો
સુરતનાં ન્યુ સીટીલાઈટ જીવીબા પાર્ક સોસાયટીમાં રહેતા પંકજ ભગવાનદાસ બાટલાવાલા (ઉ,.વ.48) કાપડના (Textile merchant) ધંધા સાથે સંકળાયેલા છે. અને આંજણા ફાર્મ ખાતે જય ઈન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટમાં અને જય આનંદ સોસાયટીમાં ખાતુ ધરાવે છે. પંકજભાઈના ખાતામાં અજગરઅલી ઉર્ફે પપ્પુ ફઝલેરહેમાન અંસારી (રહે, મારુતીનગર લિંબાયત), અશોક સવાઈ (રહે, મયુર ટોકીઝ પાસે લિંબાયત) અને પાર્સલ ઉચકવા માટે અલ્લારખા હનીફખાન પઠાણ (રહે, પતરીની ચાલ મીઠીખાડી)ને રાખ્યો હતો.

ત્રણેય નોકરોએ ઓફિસમાંથી લાખોની મતાની કરી ચોરી
દરમિયાન આ ત્રણેય નોકરોઍ ગત તા 27મી સપ્ટેમ્બર બાદ ખાતાની ઓફિસમાંથી રૂપિયા 80 હજારની કિંમતનું યાર્ન અને વીવીંગ જેકાર્ડની સાડી નંગ-100 જેની કિંમત રૂપિયા 65 હજાર મળી કુલ રૂપિયા 1,45,000ના મતાની ચોરી કરી નાસી ગયા હતા.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ લગ્નના નવમાં જ દિવસે એન્જિનિયર યુવતીને ઉપડ્યો પેટમાં દુખાવો, હકિકત જાણીને પતિ ઉડી ગયા હોશનોકરોઍ ખાતામાંથી ચોરી કરી હોવાની પંકજભાઈને જાણ થતા તેઓઍ પહેલા તેમની રીતે આરોપીઓ પાસેથી માલ કઢાવાનની કોશિશ કરી હતી પરંતુ આરોપીઓઍ માલ નહી આપતા છેવટે ગઈકાલે ફરિયાદ નોધાવતા પોલીસે ત્રણેય સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! દાહોદઃ કલાકો પહેલા માતા બનેલી મહિલા બની નિઃસંતાન, રીક્ષા અકસ્માતમાં નવજાત સહિત ત્રણેય બાળકોના મોત

આ પણ વાંચોઃ-બનાસકાંઠાઃ 'તારી મા મને છોડીને ચાલી ગઈ તો તું મારી પત્ની બની જા', 13 વર્ષની પુત્રીએ રડતા રડતા કહી દુષ્કર્મી બાપની હેવાનિયત

20 દિવસની નોકરીએ રાખેલા નોકર 6 લાખ રૂપિયા ચોરી રફૂચક્કર
ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા સુરત શહેરના સીટીલાઈટ નુપુર હોસ્પિટલ પાસે રહેતા મીલ માલીકે તેના ઘરમાં વીસ દિવસ માટે રૂપિયા 15 હજારના પગાર ઉપર સાફ સફાઈના કામ માટે રાખેલો નોકરે નોકરીના દસામાં દિવસે મોકો જાઈને બે કબાટની તિજારીમાંથી રોકડા 6 લાખ સાફ કરી રફુચક્કર થઈ ગયો હતો.નોકર અગાઉ પણ ચોરીમાં પકડાયેલો હોવાનું બહાર આવ્યું
ઘરમાંથી નોકર લાખો રૂપિયા ચોરી કરી નાસી જતા દોડતા થયેલા મીલ માલીકે બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવા માટે ગયો ત્યારે મોબાઈલમાં નોકરનો આધારકાર્ડ બતાવતા પોલીસે ફોટો જાઈ નોકર અગાઉ ચોરીમાં પકડાયો હોવાનુ બહાર આ્વ્યું હતું પોલીસ મીલ માલિકની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.
Published by: ankit patel
First published: October 26, 2020, 3:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading