સુરતમાં માત્ર જૈન- અગ્રવાલ સમાજના ઘરોને ટાર્ગેટ (Jain Community Surat) બનાવી ઘરઘાટી (Servant) તરીકે કામ ઉપર લાગી ગણતરીના દિવસોમાં ઘરમાં દાગીના, પૈસા અને તિજારીની ચાવી મુકવાની જગ્યા જાઈ લીધા બાદ મોકો મળતા હાથફેરો કરી રફુચક્કર થતા રીઢા જયંતીલાલ ઉર્ફે કમલેશ ઓસ્વાલની સીટીલાઈટ (Police arrested servant) ખાતે મીલ માલીકના ઘરમાંથી નોકરીના દસમાં જ દિવસે કુલ રૂપિયા 6 લાખની ચોરી કરવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રના અમરાવતી ખાતેથી ઝડપી પાડ્યો છે. પોલીસે રીઢા ઘરઘાટી ચોર પાસેથી રોકડા 1.44 લાખ અને ત્રણ મોબાઈલ મળી કુલ રૂપિયા 1.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જયંતીલાલ ચોરીના પૈસાથી મોજશોખ પુરા કરતો હતો. અને સુરતમાં અલગ અલગ પોલીસ મથકમાં નવેક વાર પકડાઈ ચુક્યો છે તેમજ પાસા પણ કાપી ચુક્યો છે.
સુરતના સીટીલાઈટ નુપુર હોસ્પિટલની ગલીમાં સંગમ સોસાયટીમાં રહેતા અને ડાંઈગ મીલ ચલાવતા 58 વર્ષીય રાધેશ્યામ રામકિશન ગર્ગની પત્નીએ ગત તા 9મીના રોજ તેમના ઓખીતા વિક્કી નામના વ્યકિત મારફતે ઘરમાં જયંતીલાલ ઉર્ફે કમલેશ ખેનમલ ઓસ્વાલને વીસ દિવસ માટે રૂપિયા 15 હજારનાં પગાર ઉપર ઘરમાં સાફ સફાઈના કામ માટે રાખ્યો હતો. જયંતીલાલ ઉર્ફે કમલેશને મકાનમાં જ નીચે આવેલા રૂમમાં રહેવા માટે આપ્યો હતો.
દરમિયાન ગત તા 19મીના રોજ બાર વાગ્યે રાધેશ્યામભાઈ મીલ ઉપર હતા અને તેની પત્ની મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ દુકાનમાં હતા જયારે ઘરકામ કરતા ગીતાબેન નાહવા માટે ગયા હતા તે દરમિયાન મોકાનો લાભ ઉઠાવી જયંતીલાલે બીજા માળે આવેલા રાધેશ્યામના બેડરૂમના કબાટમાંથી 50 હજાર, પત્નીના કબાટમાંથી 50 હજાર અને લોકરમાંથી રૂપિયા ૫ લાખ મળી કુલ રૂપિયા 6 લાખ ચોરી કરી નાસી ગયો હતો.
બનાવ અંગે રાધેશ્યામની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. તપાસમાં ઉમરા પોલીસની સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ પોતાની રીતે તપાસ કરતી હતી તે દરમિયાન ઍન્ટી ઍક્ષ્ટોશન સ્કોડના પીએસઆઈ ઍચ.એ.સિંધએ મળેલી બાતમીના આધારે સ્ટાફના માણસો સાથે મહારાષ્ટ્રના અમરાવતી ખાતે ધામા નાંખ્યા હતા. અને આજે અમરાવતી ખાતેથી જયંતીલાલ ઉર્ફે કમલેશ ખેતમલ ઓસ્વાલ (જૈન)ને ઝડપી પાડી તેની પાસેથી રોકડા 1,44,500, ત્રણ મોબાઈલ, બે ATM કાર્ડ મળી કુલ રૂપિયા 1,55,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
વધુમાં ક્રાઈમ બ્રાન્ચની પુછપરછમાં જયંતીલાલે કબુલાત કરી હતી કે તે સન 2009થી સુરત ખાતે ઘરઘાટી તરીકે કામ કરે છે. અને અન્ય ઘરકામ કરતી મહિલા અને પુરુષના સંપર્કમાં હોય ત્યાંથી કામ કરવાની જગ્યા જૈન-અગ્રવાલ સમાજના ઘરો શોધી જુદાજુદા નામથી રસોઈકામ અને સફાઈકામ તરીકે નોકરી ઉપર લાગી થોડા દિવસમાં ઘરમાં રહેલ સોના ચાંદીના દાગીના, તિજારી અને પૈસા મુકેલ જગ્યાની ચાવી જાઈ લીધા બાદ મોકો મળતા હાથફેરો કરતો હતો અને મોજશોખ માટે નાંણા મેળવી નાસી જતો હતો.
જયંતીલાલ સીટીલાઈટમાં મીલ માલીક રાધેશ્યામ ગર્ગના ઘરેથી ચોરી કર્યા બાદ સ્ટેશનથી બસમાં બેસી વાપીમાં ગેસ્ટ હાઉસમાં રાત્રે રોકાયો હતો અને સવારે નંદુરબાર જતો રહ્યો હતો. ત્યાં ચાર દિવસ રોકાયા બાદ અમરાવતી ગયો હતો. જયંતીલાલે ચોરીના રોકડા રૂપિયા પૈકી 1,49,319 એસ.બી.આઈના અને 1,39.038 યુકો બેન્કના ઍકાઉન્ટમાં ડીપોઝીટ કર્યા હોવાની કબુલાત કરી હતી. જયંતીલાલ ઉર્ફે કમલેશ ઓસ્વાલ માત્ર જૈન- અગ્રવાલના ઘરોને જ ટાર્ગેટ બનાવી ત્યાં ઘરકામને બહાને લાગી ગણતરીના દિવસોમાં ચોરી કરતો હતો.
આ પહેલા મધિરપુરામા 2018માં મોબાઈલ ચોરીમા અને ખટોદરામાં વીઆઈપી રોડ શ્યામ મંદિર પાસે સ્વિમ પેલેસમાંથી કુલ રૂપિયા 40 લાખના મતાના દાગીનાની ચોરી કરી હતી. જયંતીલાલ અગાઉ મહિધરપુરા, ફમરા, ખટોદરા વિસ્તારમાં નવ ચોરીના ગુનામાં પકડાઈ ચુક્યો છે. અને ભાવનગર જેલમાં પાસા પણ કાપી ચુક્યો છે
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર