Home /News /south-gujarat /

સુરતઃ loot live video, ઓફિસમાં એકલા બેઠેલા માલિકને હથિયાર બતાવી ચોકીદારે 6 લાખની લૂંટ ચલાવી

સુરતઃ loot live video, ઓફિસમાં એકલા બેઠેલા માલિકને હથિયાર બતાવી ચોકીદારે 6 લાખની લૂંટ ચલાવી

સીસીટીવી પરથી તસવીર

Surat Crime News: ઓફિસમાં મિલ માલિકના જરૂરી ડોક્યુમેન્ટ સહિતનો થેલો લૂંટીને (Loot) અપહરણ (Kidnapping) કરવાની કોશિષ કરી હતી. મૂળ હરિયાણાનો સિક્યુરિટી ગાર્ડ નાસી (security guard) ગયો હતો.

સુરતઃ સુરતની સચીન જીઆઈડીસી (Sachin GIDC) રોડ પર આવેલી ગોવર્ધન સિલ્ક મિલના માલિકને સિક્યુરિટી ગાર્ડે લૂંટ (Security guard loots) ચલાવી હતી. માર્ચ એન્ડિંગ હોવાથી સ્ટાફની ગેરહાજરીમાં ઓફિસમાં (Office) એકલા બેઠેલા શેઠના ગળા પર સિક્યુરિટી ગાર્ડે કોયતો રાખીને ભય બતાવી લૂંટ ચલાવી હતી. ઓફિસમાં મિલ માલિકના જરૂરી ડોક્યુમેન્ટ સહિતનો થેલો લૂંટીને અપહરણ કરવાની કોશિષ કરી હતી. મૂળ હરિયાણાનો સિક્યુરિટી ગાર્ડ નાસી ગયો હતો. બનાવ સંદર્ભે સચીન જીઆઈડીસી પોલીસે (Sachin GIDC police) ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં ગુનેગાર બેફામ દિન દહાડે ચપ્પુની અણીએ લૂંટસચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો અનુસાર પાંડેસરામાં આવેલી ગ્રુપ ઓફ સિક્યુરિટી કંપનીને ગોવર્ધન સિલ્ક મિલની સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. સવાર અને રાત એમ બે પાળીમાં ગાર્ડ આવતાં હતાં. ત્યારે છેલ્લા છ સાત મહિનાથી આરોપી સુમિત રામકુમાર શર્મા નોકરી પર આવતો હતો.

31મી માર્ચના રોજ ઓફિસમાં સ્ટાફ ન હોવાથી મિલના માલિક પ્રવિણભાઈ વલ્લભભાઈ બાબરીયા એકલા જ હતાં. એ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ સુમિત શર્મા ઓફિસમાં ઘુસી આવ્યો હતો અને બાદમાં મીલ  માલિક ચપ્પુ બતાવીને 6 લાખની લૂટ ચલાવી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'તને પ્રેમ કરું છું તારા ફોટો જોઉં છું', પુત્રવધૂ સાથે સસરાએ મર્યાદા ઓળંગી

જીઆઈડીસીમાં સિક્યુરિટી દ્વારા લૂંટનો પ્રથમ બનાવસચીન જીઆઈડીસીના પ્રમુક મહેન્દ્ર રામોલિયાએ જણાવ્યું હતું કે, રક્ષણ માટે સિક્યુરિટી રાખવામાં આવતી હોય છે. પરંતુ રક્ષક જ ભક્ષક બન્યા હોય તે રીતે સિક્યુરિટી ગાર્ડ દ્વારા લૂંટ ચલાવવામાં આવી હોવાનું જીઆઈડીસીમાં પહેલો બનાવ બન્યો છે.

આ પણ વાંચોઃ-Ahmedabad: તું હજી નાની છું, હાલ અમારે કોઈ છોકરાની જરૂર નથી... કહીને પ્રેગ્નન્સી કઢાવી દીધી

આવા તત્વો સામે પોલીસ ઝડપથી આકરી કાર્યવાહી કરી આરોપીને પકડી કડક પગલાં લે તેવી માગ કરાઈ છે. જોકે પોલીસે આરોપીને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી અને સીસીટીવીની મદદ લઈ આરોપીને પકડી પાડવાની તજવીજ શરૂ કરી છે.



ત્યારે જીઆઇડીસી વિસ્તારમાં બનેલી આ ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામેલ છે પોલીસે આરોપીને ક્યારે અને કેવી રીતે પકડી પાડે છે તે જોવાનું રહ્યું.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, CCTV Video, Crime news, Surat news

આગામી સમાચાર