સુરત શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 32 હજારને પાર, જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 43,549 થઈ

સુરત શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 32 હજારને પાર, જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 43,549 થઈ
પ્રતીકાત્મક તસવીર

છેલ્લા અઠવાડિયાથી સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના સંક્રમિત દર્દીઓની સંખ્યા સરેરાશ 250 ની આસપાસ નોંધાઇ રહી છે.

  • Share this:
સુરત: શહેરમાં દિવાળી તહેવાર પછી કોરોનાનું સંક્રમણ (Coronavirus) ફરીથી વધ્યું છે. કોરોનાની બીજી લહેરમાં પહેલાની જેમ કેસ વધવા લાગ્યા છે. આ સાથે જ સુરત શહેરમાં કુલ પોઝિટિવ કેસ (Corona Positive Cases in Surat)ની સંખ્યા 32 હજારને પાર થઈ ગઈ છે. દિવાળીમાં લોકો કોરોનાને ભૂલીને માસ્ક (Mas) કે સોશિયલ ડિસ્ટન્સ (Social Distance) રાખ્યા વગર બહાર ફરવા લાગ્યા હતા. આ દરમિયાન બજારોમાં પણ ખરીદી માટેની ભીડ જામી હતી. જેના પરિણામે કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં ફરીથી વધારે નોંધાયો છે. આજે સુરત શહેર અને જિલ્લામાં બપોરે 12 વાગ્યા સુધીમાં કોરોના વાયરસના નવા 160 પોઝિટિવ કેસ નોંધાતા તંત્રની ચિંતામા ફરી વધારો થયો છે. આ સાથે જ સુરત શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના કુલ દર્દીઓની સંખ્યા 43,549 પર પહોંચી છે, જ્યારે મૃત્યુઆંક 1059 થયો છે.

ગુજરાત સહિત સુરત શહેરમાં શિયાળાની ઋતુ જામી રહી છે. સાથે જ કોરોના વાયરસનું સંક્રમણ પણ સતત વધી રહ્યું છે. છેલ્લા અઠવાડિયાથી સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના સંક્રમિત દર્દીઓની સંખ્યા સરેરાશ 250 ની આસપાસ નોંધાઇ રહી છે. આજે બપોરે 12 કલાક સુધી સુરતમાં 160 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં સુરત શહેરમાં 108 અને જિલ્લામાં 52 દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.આ પણ વાંચો: આયા સાવન ઝૂમ કે! ચોટીલા હાઇવે પર ટ્રક પાન પાર્લરમાં ઘૂસી ગયો

સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે ગત 24 કલાકમાં શહેરમાં કોરોના વાયરસના 223 પોઝિટિવ દર્દી નોંધાયા હતા. સુરતમાં કોરોના વાયરસ ના કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 32,054 થઈ છે. ગત રોજ ત્રણ લોકોનાં કોરોનાથી મોત થતા કુલ મૃત્યુઆંક 778 થયો છેય. જ્યારે કુલ પોઝિટિવ દર્દી પૈકી 29,8૩૩ દર્દીઓ અત્યાર સુધી સાજા થયા છે. સુરતના રાંદેર અને અઠવા ઝોન વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધુ નોંધાઈ રહ્યું છે. ગઈકાલે રાંદેર ઝોનમાં 40, અઠવા ઝોનના 41 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા હતા. જ્યારે કતારગામ ઝોનમાં પણ 37 કેસ નોંધાયા હતા.

આ પણ વાંચો: જૂનાગઢ 'વામન' અને 'વિરાટ'ના અનોખા લગ્ન યોજાયા, કન્યા સાડા પાંચ ફૂટની અને વર ત્રણ ફૂટનો

સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ગતરોજ સુરત જિલ્લામાં કોરોનાના 55 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે વિતેલા 12 કલાકમાં વધુ 52 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, આ સાથે જ સુરત જિલ્લામાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 11,495 નોંધાઇ છે.

આ પણ જુઓ-

જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 281 કોરોના પોઝિટિવ દર્દીઓ મૃત્યુ પામ્યા હતા, જ્યારે 10,604 દર્દીઓ સાજા થયા છે. સુરત શહેર અને જિલ્લામાં હાલ 2053 એક્ટિવ કેસો નોંધાયેલા છે.
Published by:Vinod Zankhaliya
First published:November 30, 2020, 17:22 pm