Home /News /south-gujarat /મૂળ રાજસ્થાનની બાળકી, સુરતમાં જ બની હતી દુષ્કર્મનો ભોગ

મૂળ રાજસ્થાનની બાળકી, સુરતમાં જ બની હતી દુષ્કર્મનો ભોગ

    આખા દેશમાં ચકચાર મચાવનાર સુરતમાં બાળકીના દુષ્કર્મ અને મર્ડરના કેસમાંઆજે સવારે બે લોકોની અટકાયત કરવામાં આવી છે. તેની હત્યા બાળકીના સંબંધીઓએ કરી હોવાની શંકા સેવવામાં આવી હતી. હત્યામાં વપરાયેલી કાર જપ્ત કરી લેવામાં આવી છે.  ત્યાર બાદ આ મામલામાં મુખ્ય આરોપીની રાજસ્થાનના ગંગાઘરથી ધરપકડ થઇ હતી.

    આ મામલે મહત્વનો ખુલાસો થયો છે કે બાળકી પણ રાજસ્થાનની હતી. સુરતના પાંડેસરામાં બાળકી સાથે દુષ્કર્મ થયું હતું. જે બાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી.

    શંકા પ્રમાણે મુખ્ય આરોપીઓમાંના એક તેના કાકા હજુ ફરાર છે.જોકે  આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોઇ ખબર નથી આપવામાં આવી.

    માનવ તસ્કરીનો મામલો હોવાની શંકા

    સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ માનવ તસ્કરીનો મામલો લાગી રહ્યો છે. રાજસ્થાનના મુખ્ય આરોપીએ બાળકીની સાથે તેની માતાને ત્રીસ હજારમાં ખરીદી હતી. તે બંન્નેને સુરતમાં રાખતો હતો. આ આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ કરીને તેને જે કારમાં આ બાળકીને લાવવામાં આવી હતી તે કાર પણ સુરતના વેપારીની હોવાની બાતમી મળી છે. થોડા દિવસો પહેલા એક મહિલાનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. શંકા સેવાઇ રહી છે કે તે આ બાળકીની માતા હોય શકે. જેના પગલે બાળકી અને મહિલાનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે.

    100થી વધુ ટીમો બનાવીને પોલીસ તપાસ 

    બાળકીની ઓળખ માટે પોલીસે 100થી વધુ નવી ટીમ બનાવી હતી. આ ઉપરાંત 300 પોલીસની ટીમ અલગ અલગ જગ્યાએ તપાસમાં જોતરાઇ છે. પોલીસે ભીખ માંગતા બાળકો પાસે બાળકીની ઓળખના પ્રયાસો પણ શરૂ કરાયા હતા. આ મામલે ચાઈલ્ડ ટ્રાફિકિંગ અંગે તપાસ બંગાળ તરફ કેન્દ્રિત કરવામાં આવી હતી.

    આ કેસમાં થોડા દિવસ પહેલા પોલીસને એક યુવકે બાળકી પોતાની હોવાનું ઓળખી બતાવ્યું હતું. આ મામલામાં રાજસ્થાનથી બે અને આંધ્રપ્રદેશથી એક વ્યક્તિ સુરત આવ્યાં હતા. રાજસ્થાનથી આવેલા પરિવારોએ બાળકીનો મૃતદેહ જોયો પરંતુ ઓળખી શક્યા ન હતાં. ત્યારબાદ મોડી સાંજે આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લાના મારકાપુર શહેરની પોલીસ એક વ્યક્તિને લઇ સુરત આવી હતી. આ વ્યક્તિએ પણ બાળકીનો મૃતદેહ જોયો હતો. બાળકીને જોતા જ તેણે પોતાની પુત્રી હોવાનો દાવો કર્યો હતો.

    સુરતના પાંડેસરામાં સાઇમોહન સોસાયટી પાસેના મેદાનમાંથી ગત છઠ્ઠી એપ્રિલની સવારે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ દરમિયાન બાળકી ઉપર ઇજાના સંખ્યાબંધ 86 નિશાન મળી આવ્યા હતાં. હત્યા અગાઉ દસેક દિવસથી તેણીને શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાનું જણાયું હતું. એટલું જ નહીં બાળકી ઉપર બળાત્કાર ગુજારી તેણીનું મોઢું અને ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું પોસ્ટમોર્ટમ કરનાર તબીબોએ જણાવ્યું હતું. બાળકીની ઓળખ થાય એ માટે પોલીસ દ્વારા દેશના તમામ રાજ્યની પોલીસને બાળકીના ફોટોગ્રાફ્સ અને તેની માહિતી મોકલી હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: DNA

    विज्ञापन
    विज्ञापन