Home /News /south-gujarat /

સુરત: મહિધરપુરામાં રોડ ઉપર ક્રિકેટ નહીં રમવાનું કહેવા ગયેલી પોલીસ સાથે ઘર્ષણનો બનાવ

સુરત: મહિધરપુરામાં રોડ ઉપર ક્રિકેટ નહીં રમવાનું કહેવા ગયેલી પોલીસ સાથે ઘર્ષણનો બનાવ

મહિધરપુરા પોલીસ સ્ટેશન (ફાઇલ તસવીર)

સુરતમાં મહિધરપુરા ગલેમંડી આર.વી.આર ઍપાર્ટમેન્ટ પાસે જાહેરમાં રોડ ઉપર ક્રિકેટ રમતા છોકરાઓને ક્રિકેટ રમવાની ના પાડતા ઉશ્કેરાયેલા સાડીવાલા પિતા-પુત્ર સહિત દશેક લોકોએ પોલીસ કંટ્રોલરૂમની વાનના સ્ટાફ સાથે ઝઘડો કર્યો હતો.

સુરત: કોરોનાના કહેર વચ્ચે પોલીસ સાથ ઘર્ષણના અનેક બનાવ બની રહ્યા છે. તેમાં પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ફરજિયાત કરાવવામાં આવતું હોવાથી પોલીસ સાથે ઘર્ષણના અનેક બનાવો બને છે. સુરતમાં મહિધરપુરા ગલેમંડી આર.વી.આર ઍપાર્ટમેન્ટ પાસે જાહેરમાં રોડ ઉપર ક્રિકેટ રમતા છોકરાઓને ક્રિકેટ રમવાની ના પાડતા ઉશ્કેરાયેલા સાડીવાલા પિતા-પુત્ર સહિત દશેક લોકોએ પોલીસ કંટ્રોલરૂમની વાનના સ્ટાફ સાથે ઝઘડો કર્યો હતો અને બાદમાં બને પક્ષ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી.

મળતી માહિતી પ્રમાણે ગઈકાલે બપોરે બેથી આઠ વાગ્યા દરમિયાન પીસીઆર-19માં ઈન્ચાર્જ તરીકે દિપકભાઈ રામજીભાઈ, કોન્સ્ટેબલ રાકેશ પ્રેમજી, ચંદ્રેશભાઈ ભીખાભાઈ ફરજમાં હતા. દરમિયાન બપોર ચારેક વાગ્યે પોલીસ કંટ્રોલ દ્વારા ગલેમંડી દારૂખાના પાસે જાહેર રસ્તા ઉપર છોકરાઓ ક્રિકેટ રમી રહ્યાનો મેસેજ કંટ્રોલરૂમમાં મળ્યો હતો.

કંટ્રોલરૂમમાં મેસેજ મળતા જ પીસીઆર વાન ત્યાં પહોંચી હતી. અહીં જોયું તો છોકરાઓ જાહેર રસ્તા પર ક્રિકેટ રમતા હતા. પીસીઆર વાનમાંથી ચંદ્રેશભાઈ નીચે ઉતરી છોકરાઓને ક્રિકેટ રમવાની ના પાડી હતી. આ દરમિયાન જીતેન્દ્ર ઉર્ફે જીતુ ચંદ્રકાંત સાડીવાલા તેનો પુત્ર જૈનીલ અને નીખીલ જશવંતલાલ કંસારા દોડી આવ્યા હતા અને 'તમે લોકો અમને જે કહો છો, બીજા વિસ્તારમાં તો જતા જ નથી' કહેવા લાગ્યા હતા.

આ પણ વાંચો: સુરત: ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં જમણવાર દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં

જે બાદમાં પિતા-પુત્રએ જોરજોરથી બૂમો પાડીને લોકો એકઠા કર્યાં હતાં અને પીસીઆર વાનને ઘેરી લીધી હતી. બંનેએ ધક્કામુક્કી અને ગાળાગાળી પણ કરી હતી. જેમાં ચંદ્રેશભાઈની નેમ પ્લેટ પણ તોડી નાખી હતી. વાતાવરણ તંગ બનતા પોલીસે કંટ્રોલમાં ફોન કરતા અન્ય સ્ટાફ પણ સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે અહીંથી બે લોકોની અટકાયત કરી હતી. બંને સામે પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધ્યો હતો.

આ પણ જુઓ-

સુરતમાં કોરોનાના કેસ 34 હજારને પાર

સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત ઘટાડો જાવા મળી રહ્યો છે. સુરતમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 34 હજારને પાર કરી ચુકી છે. પરંતુ કેસમાં ઘટાડો આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. આરોગ્ય વિભાગની સતત મહેનતના અંતે ફરી એકવાર બેકાબૂ બનેલા જીવલેણ કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવામાં સફળતા મળી રહી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Coronavirus, Father, Mask, Social Distancing, ગુનો, પોલીસ, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन