સુરતઃ ભંગારના વેપારીની ચોર ટોળકી ઝડપાઈ, રોડ કોન્ટ્રાક્ટરના લાખો રૂપિયાના મશીનના સ્પેરપાર્ટની કરી હતી ચોરી


Updated: September 21, 2020, 4:53 PM IST
સુરતઃ ભંગારના વેપારીની ચોર ટોળકી ઝડપાઈ, રોડ કોન્ટ્રાક્ટરના લાખો રૂપિયાના મશીનના સ્પેરપાર્ટની કરી હતી ચોરી
ફાઈલ તસવીર

ઉન પાટિયાના ચાર ભંગારના વેપારીઓની ટોળકીને ખટોદરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.

  • Share this:
સુરતઃ ભીમરાડ ગામ ખાતે આવેલા સુરતના મનપાના (SMC) ઓપન પ્લોટમાંથી મનપાના રોડ કોન્ટ્રાકટરના રોડ બનાવવાના મશીનની ચેસીસ લોખંડની પ્લેટ અને ડામર પેવર મશીનના લોખંડના ટાયર મળી કુલ રૂપિયા 3.65 લાખના મતાનો સામાન ટેમ્પોમાં ચોરી જનાર ઉન પાટિયાના ચાર ભંગારના વેપારીઓની ટોળકીને ખટોદરા પોલીસે (Khatodara police) ગણતરીના કલાકોમાં ઝડપી પાડી મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે મોટા વરાછા રિવર વ્યૂ હાઈટ્સ ખાતે રહેતા ભજન બટુકભાઈ પટેલ (ઉ.વ.35) કન્ટ્રકશનના ધંધા સાથે સંકળાયેલા છે. તેમજ સાઢુભાઈ સુનિલ દોમડીયા સાથે સરકારી કામોના ટેન્ડર મેળવી ભાગીદારીમાં પણ કામ કરે છે. ભજનભાઈઍ ભાગીદારીમાં સન 2018માં ઉઘના મદગલ્લા રોડ બ્રેડ લાઈનર સર્કલથી સોહમ સર્કલ સુધીના હૈયાત રોડને તોડીને નવો આર.સી.સી. રો઼ડ બનાવાનો કોન્ટ્રાકટ લીધો હતો.

જાન્યુઆરી 2019થી કામ ચાલુ કયું છે. રોડના કામકાજ માટે તેમની કંપનીના જે,પી,સ્ટ્રકચર પ્રા,લી રાજકોટની કંપનીનું આર.સી.સી રોડ બનાવવાનું મશીન લાવ્યા હતા. રોડનું કામકાજ પુરુ થઈ ગયું હતું. ત્યારબાદ માર્ચ 2020માં હોળી ધુળેટી અને તે પછી કોરોના મહામારીના કારણે લોકડાઉન થતા સાઈડનું કામ બંધ થઈ જતા ભજનભાઈઍ રોડ બનાવાના મશીનથી લઈને તમામ સાધાન સામાગ્રી મનપાના ભીમરાજ ખાતે આવેલા ઓપન પ્લોટ ભાડેથી લઈને ત્યાં રાખી હતી.

આ પણ વાંચોઃ-ગજબનો કિસ્સોઃ ચોરી કરવા ઘરમાં ઘૂસેલા ચોરની થઈ એવી હાલત, જાણીને તમે પેટ પકડીને હસવા લાગશો

દરમિયાન ગત તારીખ 14મી સપ્ટેમ્બરના રોજ કોઈ અજાણ્યાઓ પ્લોટમાંથી લોખંડની ફીનીસીંગ પ્લેટ નં-2, મશીનની ચેચીસ લોખંડની પ્લેટ નંગ-4, સાઈડ ફીનીસીંગ લોખંડની પ્લેટ નં-2, ડામર પેવર મશીનના આગળના લોખંડના ટાયર નં-4 વિગેરે મળી કુલ રૂપિયા 3,65,000ની મતાની ચોરી કરી  નાસી ગયા હતા. ચોરી અંગેની જાણ થતા ભજનભાઈ સ્થળ પર ગયા હતા.

આ પણ વાંચોઃ-10 વર્ષ પહેલા મૃત્યુ પામેલી મહિલાથી પોલીસને લાગે છે ડર, વાંચો ફિલ્મી સ્ટોરી જેવી ઘટનાઆ પણ વાંચોઃ-સુરતઃ લોકો ફટાફટ ઉપાડવા લાગ્યા છે PFના પૈસા, રૂ. 48.35 કરોડ ચૂકવાયા, જાણો શું છે કારણ

આજુબાજુમાં સીસીકેમેરા ચેક કરતા અતુલ શક્તિ ટેમ્પોમાં આવેલા ચાર અજણ્યાઓ ચોરી કરી ગયા હોવાનુ બહાર આવતા બનાવ અંગે ખટોદરા પોલીસમાં ફરિયાદ નોîધાવી હતી. ભજનભાઈની ફરિયાદને આધારે પીઆઈ ટી.વી.પટેલની માર્ગદર્શન હેઠળ સર્વલન્સ સ્ટાફના માણસોઍ સીસીફુટેજના આધારે ચોરીમાં સંડોવાયેલા મજુરખાન મો.હનીફખાન (રહે, વિશાલનગર બંગાલી બસ્તી ઉનપાટીયા), મો.જીયા મો. ગુલાબ મુસ્તુફા શેખ (ઉ.વ.24. ભીંડીબજાર ઉનપાટીયા), સરફુદીન ઈસ્લામુદીન અંસારી (ઉ.વ.૨૦.રહે, જૈન્યુઅલપાર્ક બંગાલી બસ્તી ઉનપાટીયા) અને રાહુલ ઉર્ફે બાટલા ફારૂક મુલ્લા (રહે, ઉનપાટીયા બંગાલી બસ્તી)ને ઝડપી પાડ્યા હતા.


આ ચારેય આરોપીઓ ભંગારના ધંધા સાથે સંકળાયેલા છે પોલીસે મજુરખાનના ભંગારના ગોડાઉનમાંથી ચોરીનો તમામ મુદ્ામાલ પણ રીકવર કર્યો હતો જયારે મુન્ના નામના ટેમ્પો ચાલકની શોધખોળ હાથ ધરી છે.
Published by: ankit patel
First published: September 21, 2020, 4:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading