Home /News /south-gujarat /સુરતમાં કોરોનાનો સપાટો: આજથી શાળા-કૉલેજો અને ટ્યુશન ક્લાસીસ બંધ કરવા આદેશ

સુરતમાં કોરોનાનો સપાટો: આજથી શાળા-કૉલેજો અને ટ્યુશન ક્લાસીસ બંધ કરવા આદેશ

ફાઇલ તસવીર.

સ્કૂલ, કૉલેજો અને ક્લાસીસ સુપર સ્પ્રેડર બન્યા, તંત્ર તરફથી સિટી બસ અને બીઆરટીએસના અમુક રૂટ્સ પણ બંધ કરાવા આદેશ કરાયો.

સુરત: સુરતમાં કોરોના (Surat coronavirus)નું સંક્રમણ જે રીતે વધી રહ્યું છે તેને લઈને તંત્ર દ્વારા અનેક આદેશ કરવામાં આવ્યા છે. જેમાં કોરોના સંક્રમણ માટે સુપર સ્પ્રેડર (Super spreader) બની ગયેલી શાળા, કૉલેજો અને ટ્યુશન ક્લાસીસ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યા છે. સુરત શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષક (Teachers) સૌથી વધારે સંક્રમિત થઈ રહ્યા છે. આથી જ તંત્ર દ્વારા આજથી આ તમામને બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. હવે પહેલાની જેમ ઑનલાઈન અભ્યાસ (Online education) કરાવવામાં આવશે.

શાળા-કૉલેજો ઉપરાંત તંત્રએ ગઈકાલે સિટી બસ અને બીઆરટીએસના અમુક રૂટ બંધ કરવાની જાહેરાત કરી હતી. કાપડ માર્કેટમાં વેપારીઓ અને માર્કેટ વિભાગને પણ વિવિધ આદેશ કરાયા હતા. તેની સાથે સાથે બાગ-બગીચા, સ્વિમિંગ પૂલ અને મનપાનું પ્રાણી સંગ્રહાલય પણ બંધ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: કોરોના ઇફેક્ટ: પટેલ ટ્રાવેલ્સે ધંધો સંકેલવાનો કર્યો નિર્ણય, 32 વર્ષના જામેલા ધંધાને 12 મહિના નડી ગયા, બસો વેચવા કાઢી

તંત્રના આદેશ પ્રમાણે હાલ જે શાળાઓમાં પરીક્ષા ચાલી રહી છે ત્યાં કોરોના ગાઇડલાઇને અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પરીક્ષા ચાલુ રાખવા દેવામાં આવશે. બાકી તમામ શાળા, કૉલેજ અને ક્લાસીસ ઓનલાઈન ચલાવવા આદેશ કરવામાં આવ્યા છે. સાથે સાથે આજથી કોરોનાને લઇને રાત્રે 10 વાગ્યાથી કર્ફ્યૂ લગાવવામાં આવશે.

આ પણ વાંચો: શેરબજારમાં પૈસા લગાડતા પહેલા જાણો લો ચાર નિયમ: આટલું જાણી લેશો તો થઇ જશે બેડો પાર

સુરતમાં 24 કલાકમાં 292 નવા કેસ

સોમવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે સુરતમાં કોરોના વાયરસનાં નવા 292 દર્દી નોંધાયા છે. જેમાં શહેર વિસ્તારમાં 263 કેસ નોંધાયા છે. આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની કુલ સંખ્યા 42,979, જ્યારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 29 કેસ સાથે દર્દી સંખ્યા 13,409 પર પહોંચી છે. આજે શહેરમાંથી 171 જ્યારે જિલ્લામાં આજે 29 દર્દીને રજા આપતા, કુલ 200 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 53,828, જેમાં શહેર વિસ્તારમાં 12,904 જયારે ગ્રામ્ય વિસ્તારના 12904 દર્દી શામેલ છે.
" isDesktop="true" id="1080490" >

સુરતમાં શાળાઓ બની સુપર સ્પ્રેન્ડર!

સુરતની શાળાઓમાં કોરોનાનું સંક્રમણ વધતા પાલિકાએ સ્કૂલ અને કૉલેજોમાં પણ ટેસ્ટિંગનું પ્રમાણ વધાર્યું છે. આ ટેસ્ટિંગ દરમિયાન સામે આવેલા પરિણામે લોકોને ચોંકાવી દીધા છે. શાળાઓમાં કુલ 2,200 વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 37 વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Colleges, Coronavirus, COVID-19, Heatlh, Online Education, School, SMC

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन