Home /News /south-gujarat /

સુરત : પરિણીત સ્કૂલ વાનચાલકનું ધૃણાસ્પદ કૃત્ય, સગીરાને લગ્નની લાલચ આપી શારિરીક શોષણ કર્યુ

સુરત : પરિણીત સ્કૂલ વાનચાલકનું ધૃણાસ્પદ કૃત્ય, સગીરાને લગ્નની લાલચ આપી શારિરીક શોષણ કર્યુ

પ્રતિકાત્મક તસવીર

પતિના કૃત્યુની જાણ થતા પત્નીએ પતિનો દોશ જોવાના બદલે સગીરાનું અપહરણ કરી અને તેને ઢોર માર માર્યો, માતાપિતા સાવધાન રહે, સ્કૂલવાનમાં વર્ધી મારતા ચાલકે પોત પ્રકાશ્યુ

 સુરત : સુરત શહેરના (Surat) પુણાગામ વિસ્તારમાં (Puna) રહેતી એક 15 વર્ષીય સગીરાને (Minor of 15 years) સ્કુલમાં લેવા મુકવા માટે આવતા પરિણીત સ્કુલવાન ચાલકે પ્રેમજાળમાં ફસાવી લગન્ કરવાની લાલચ આપી અવાર નવાર બળાત્કાર (Rape with Minor) ગુર્જાયો હતો, નરાધમ પતિના લફડાની જાણ પત્નીને થતા અન્ય મહિલા સાથે મળી સગીરાને તેના ઘરના ઍપાર્ટમેન્ટના નીચે બોલાવી ઢોર મારમારી ગાડીમાં અપહરણ કરી કર્યા બાદ પરત ઘર પાસે છોડી હતી.બનાવની પુણા પોલીસ (Surat Police) પાસેથી મળતી વિગત મુજબ પુણાગામ ભૈયાનગર ખાતે રહેતા જગદિશ મહેશ અગ્રવાલ તેના વિસ્તારમાં રહેતી ધો-10માં અભ્યાસ કરતી 15 વર્ષીય સગીરાને સન 2018માં સ્કુલમાં લેવા મુકવાની વર્દી મારતો હતો. દરમિયાન તેણે એક સગીરાને પોતાની પ્રેમ જાળમાં ફસાવવાનું વિચાર્યુ હતું.

તે દરમિયાન નરાધમ જગદિશે સગીરા સાથે પ્રેમભરી વાતો કરી તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્ન કરવાની લાલચ આપી ત્રણ વાર તેની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા. જાકે આ અંગેની જાણ જગદિશના પત્ની રવિનાને થતા જગદિશ સાથે ઝઘડો કર્યા બાદ ગઈકાલે જગદિશ તેમજ અન્ય ઍક મહિલા સાથે સગીરાના ઘર પાસે ગયા હતા અને સગીરાને ઍપાર્ટમેન્ટના નીચે બોલાવી ઢીકમુક્કીનો મારી ગાડીમાં અપહરણ કરી ગયા હતા

 આ પણ વાંચો :   જામનગર : ઘોરકળિયૂગ ! 13 વર્ષનીએ તરૂણી બાળકને જન્મ આપ્યો, ડોક્ટર અને પોલીસમાં દોડધામ થઈ ગઈ

આ તમામ શખ્સોએ ચાલુ ગાડીમાં પણ સગીરાને ઢોર મારમાર્યો હતો. સગીરાને લેન્ડમાર્ક માર્કેટ પાસે લઈ ગયા બાદ ત્યાં પણ મારમારી પરત ઘર પાસે છોડી ગયા હતા.બનાવ અગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ મામલે સગીરાએ પોતાના પરિવારને જાણ કરતા મામલો પોલીસ મથક પહોંચ્યો છે.  જોકે, આ કિસ્સામાં માતાપિતાએ ચેતવુ જરૂરી છે. પોતાના સંતાનોને પ્રાઇવેટ વાહનોમાં શાળાએ લેવા મૂકવા જનારા દરેક વ્યક્તિ સારો નથી હોતો તેની સાહિતી આ કિસ્સા પરથી મળે છે.

 આ પણ વાંચો :  ગાંધીનગર : સંદિપ ફાર્મહાઉસમાં દારૂ પાર્ટી પર પોલીસ ત્રાટકી, અમદાવાદ કૉંગ્રેસ પ્રમુખના દીકરા સહિત 20 નબીરા ઝડપાયા

જામનગરમાં સગા પિતાએ દીકરી પર દુષ્કર્મ ગુજાર્યુ

સૌરાષ્ટ્ર (Saurashtra)માં સતત બની રહેલી દુષ્કર્મ (Rape case)ની ઘટનાઓથી લોકોમાં રોષની લાગણી વ્યાપી છે. આ કેસમાં મોટાભાગે સગીરા (Teenagers)ઓ ભોગ બનતી હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન જામનગર, જૂનાગઢ અને મોરબી (Jamnagar, Junagadh and Morbi Rape cases)માં ફરી દુષ્કર્મની ઘટનાઓથી લોકોનો આક્રોશ ચરમ પર પહોંચ્યો છે. જેમાં જામનગરના જોડિયામાં એક પિતાએ માસૂમ પુત્રી પર હેવાના બની દુષ્કર્મ ગુજાર્યાનો બનાવ પણ નોંધાયો છે.  જામનગર: જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં સંબંધોને લજવતી ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ પોતાની 11 વર્ષની માસૂમ દીકરી પર દુષ્કર્મ આચર્યું છે. આ મામલે બાળકીની માતાને જાણ થતાં તેણીએ પોલીસને જાણ કરી હતી. જોડિયા પોલીસ મથકે આ મામલો પહોંચ્યા બાદ પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી છે.
Published by:Jay Mishra
First published:

Tags: Surat Crime, Surat news, Surat police, ગુજરાતી ન્યૂઝ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन